કોંગ્રેસના નેતા પંકજ પટેલના ત્રાસથી યુવાન સળગી મર્યોની જાતે THE END ફિલ્મ બનાવી  

મહેસાણામાં નાણાંનો યશ સર્વિસ શ્રોફ નામથી ધીરધારનો ધંધો કરતાં વિજાપુરના પિલવાઈ ગામના 40 વર્ષના દિલાવરસિંહ વિહોલે 28 ડિસેમ્બર 2018ના દિવસે જાતે કેરોસીન છાંટી સળગી જઈને આત્મ હત્યા કરી લેતાં કોંગ્રેસના પૂર્વ મંત્રી સહિતની ધરપકડ કરવામાં આવી છે. ધારધાર અંગેના હિસાબો ન મળતાં દિલાવરે પોલીસમાં ફરિયાદ કરી હતી પણ તેનો કોઈ ઉકેલ ન આવતાં અને ફરિયાદ ન લેતા આખરે તેમણે આત્મ હત્યા કરતાં પહેલા ફેસબુક પર THE END નામ સાથે સુસાઈડ ડિવિયો મૂકતાં તેને પુરાવા તરીકે માન્ય ગણીને રાજકીય ધરપકડ કરવામાં આવી છે.

ભાગીદારોએ હિસાબ ન આપતા ફાઇનાન્સરે ઓફિસની બહાર જ અગ્નીસ્નાન કરી લીધું હતું. સ્થાનિકોએ આગ બુઝાવીને સારવાર અર્થે અમદાવાદ ખસેડ્યો હતો. અગ્નીસ્નાનમાં ફાઇનાન્સરના બાઇકમાં પણ આગ લાગી હતી.

દિલાવરસિંહ આત્મહત્યા કરતાં હોય એવો ફેસબુક પર અંતિમ વીડિયો પોસ્ટ કરી પોતે વ્યવસાયમાં લેવડ-દેવડનો હિસાબ ન મળતા પરેશાન થઈ જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો છે એવું જાહેર કર્યું હતું. જેમાં કોંગ્રેસ સહિતના કેટલાક લોકોના નામ વીડિયો જાહેર કરીને આત્મવિલોપન કર્યું હતું. અમદાવાદ ખાતે તેમનું મોત થયું હતું.

યશ સર્વિસીસ શ્રોફમાં 8 મહિના પહેલા ભાગીદારો સાથે હિસાબ બાબતે વિવાદ સર્જાયો હતો. જે અંગેની ફરિયાદ વિજાપુર પોલીસ મથકે કરી હોવા છતા સમસ્યાનો કોઈ ઉકેલ ન આવ્યો હતો. દિલાવરસિંહને ભાગીદારોએ શ્રોફમાંથી કાઢી મૂક્યા હતા. પોલીસે કોઈ મદદ કરી ન હતી તેથી આખરે તેણે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી દીધું હતું. તે અંગેની સંપૂર્ણ વિગતો 1 મિનિટ 4 સેકન્ડના સુસાઇડ વિડિયોમાં જણાવી દીધું હતું.

ભાગીદાર પંકજ હાથી પટેલ કે જેઓ કોંગ્રેસ પ્રદેશના પૂર્વ મંત્રી છે, તેમની સામે ઘણાં દિવસો પસાર થઈ ગયા બાદ પોલીસે દિલાવરની પત્નીની માંડ ફરિયાદ લીધી છે. પંકજ હાથી ગાંધીનગરના દેલવાડા ગામમાં રહે છે. ઉપરાંત હરપાલ વિહોલ,  કમલેશ વિહોલ, શૈલેષ વિહોલ સામે ફરિયાદ થઈ છે જેમના નામનો ઉલ્લેખ કરી THE END ફિલમમાં કર્યો છે. તેઓ ભાગીદારોના ત્રાસથી પોતે હેરાન પરેશાન હતા. ફાઇનાન્સના તમામ હિસાબો ઘરે પડેલાં છે જે ડીએસપીએ જોઈ લેવા. એવી નોંધ પણ તેમણે કરી હતી. તે પેનડ્રાઈવ અને સીટી પોલીસે કબજે કરી છે. જેમાં ભાગીદારો સાથે ફોન પર થયેલી વાતચિતની ઓડિયો ટેપ છે. હિસાબની વિગતો છે. તેણે બે પાપાની આત્મહત્યાની નોંધ લખી છે. 35થી 40 લાખના હિસાબો ગોટાળા થયા હોવાનો ઉલ્લેખ કર્યો છે.