કોંગ્રેસના નેતા વાલેરાને શ્રધ્ધાંજલિ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી પી. કે. વાલેરાના અવસાન થતાં તેમને શ્રદ્ધાંજલી આપવા માટે 28 જૂલાઈ 2018ના રોજ સેટેલાઈટ રોડ પર સદવિચાર પરિવારના હૉલમાં ગુજરાત કોંગ્રેસના નેતઓ એકઠા થયા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી, પૂર્વ સનદી અધિકારી પી. કે. વાલેરાના નિધન અંગે ઘેરા શોકની લાગણી સાથે શોકાંજલી પાઠવતા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી પી. કે. વાલેરાના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સામાન્ય પરિવારમાંથી આવતા પી. કે. વાલેરાએ સતત મહેનત કરીને આપબળે રાજ્યના ઉચ્ચ સનદી અધિકારી તરીકે કામગીરી કરીને ગુજરાત રાજ્યમાં ફરજ બજાવી હતી. સ્વ. પી. કે. વાલેરા વિવિધ વિષયો ઉપર અભ્યાસપૂર્ણ જ્ઞાન-અનુભવ ધરાવતા હતા. નિવૃત્તી બાદ કોંગ્રેસમાં જોડાઈને પક્ષના સિધ્ધાંતો – મૂલ્યો આધારિત રાજનિતી માટે હંમેશા પોતાનું યોગદાન આપી રહ્યાં હતા. સ્વ. પી. કે. વાલેરાના નિધનથી દલિત અધિકારોના સક્ષમ અભ્યાસુ નેતા ગુમાવ્યા છે.

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ નેતા અને સાંસદ અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, પી. કે. વાલેરા અભ્યાસુ અને મહેનતુ અગ્રણી હતા. ગુજરાત રાજ્યને વર્ષો સુધી સનદી સેવા આપનાર વિવિધ વિભાગોમાં સુંદર કામગીરી કરીને નિવૃત્તી બાદ કોંગ્રેસ પક્ષમાં જોડાઈને અનેક પદ પર કામગીરી કહી હતી. સનદી સેવાના તેમના અનુભવો અને રાજ્યમાં નબળા વર્ગો માટે શું કરી શકાય તેની સમજ સાથે ચિંતા સેવનાર શ્રી પી. કે. વાલેરાના નિધનથી કોંગ્રેસ પક્ષ અને ગુજરાતે એક સંવેદનશીલ અગ્રણી વ્યક્તિ ગુમાવ્યા છે.
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા, સિધ્ધાર્થભાઈ પટેલ, રાષ્ટ્રીય પ્રવક્તા શ્ક્સિહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, પૂર્વ સાંસદ રાજુભાઈ પરમાર, ધારાસભ્ય નૌસાદ સોલંકી, પ્રવક્તા ડૉ. મનિષ દોશી સહિતના મહાનુભાવોએ સ્વ. પી. કે. વાલેરાના નિધન અંગે ઘેરા શોકની લાગણી સાથે શોકાંજલી પાઠવી હતી.