કોંગ્રેસના બંધુઓનો ઠાકોર-ક્ષત્રિય વાદ ફરી એક વખત ચરમસિમાએ

જ્ઞાતિ વાદ – દિલીપ પટેલ – વિશ્લેષણ

1985માં માધવસિંહ સોલંકીએ જે રીતે ઠાકોર અને ક્ષત્રિયવાદ શરૂ કર્યો હતો. તેવો ફરી એક વખત ભરત સોલંકી અને અમિત ચાવડાના સમયમાં ઠાકોર બાદ પરાકાષ્ઠાએ પહોંચી જતાં કોંગ્રેસ માટે આફત શરૂ થઈ છે. 1985માં જે ભૂલ માઘવસિંહ સોલંકીએ કરી હતી તે ભૂલ તેમના વંશ દ્વારા ફરી એક વખત ગુજરાતમાં થઈ છે. ગુજરાતના લોકો હવે ભાજપને ઉખેડીને ફેંકી દેવા માંગે છે. કોંગ્રેસને સત્તા સ્થાને બેસાડવા માંગે છે. પણ કોંગ્રેસના આ નેતાઓ જે રીતે ઠાકોરઃક્ષત્રિય વાદ ચલાવી રહ્યાં છે તેનાથી ફરી એક વખત કોંગ્રેસ લોકસભા અને હવે પછીની ગુજરાત વિધાનસભાની જીતથી દૂર જઈ રહી છે. રાહુલ ગાંધી પણ હવે ભરત સોલંકી, અહેમદ પટેલની નજરે જોઈ રહ્યાં હોવાથી ગુજરાતમાં ફરી એક વખત પતન નક્કી છે. જો કોંગ્રેસના આ બન્ને બંધુઓ પર કોઈ અંકુશ નહીં આવે તો ગુજરાતમાં ભાજપનો ફરી વિજય નક્કી છે.

ક્ષત્રિય ઠાકોર કાર્ડથી વારંવાર પતન

પાટણમાં 7 મે 2012ની રવિવાર રાત્રે યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં યોજાયેલાં ક્ષત્રિય અિસ્મતા સંમેલનમાં કોંગ્રેસે ખૂલ્લુ ક્ષત્રિય કાર્ડ અપનાવ્યું હતું. ત્યારે પણ કોંગ્રેસની સરકાર બની  ન હતી. હવે લોકસભાની ચૂંટણીમાં પણ ફરી એક વખત ક્ષત્રિય-ઠાકોર કાર્ડ જાહેર કરી દઈને અલ્પેશ ઠાકોરને અત્યંત મહત્વના પદ આપવા ઉપરાંત ઉત્તર ગુરાતમાં ક્ષત્રિય – ઠાકોરના અત્યંત મહત્વના હોદ્દા આપી દેવામાં આવ્યા છે. 2012માં ભરતસિંહ અને શંકરસિંહે ક્ષત્રિય – ઠાકોરવાદ ચલાવ્યો હતો. આ વખતે ભરત સોલંકીના સંબંધી ભાઈ અમિત ચાવડાએ ભરત સોલંકીની મદદથી ઠાકોરવાદ ચલાવ્યો છે.

સત્તા કોંગ્રેસની હોદ્દા એક જ જ્ઞાતિને

ઉત્તર ગુજરાતના કિર્તીસિંહ ઝાલા એ ભરતસિંહના સપ્લાયર છે. જેની સામે આજે ઓટલો જ વિરોધ છે. ભરતસિંહ વતી તે ઉઘરાણાં છે. જેને જિલ્લા પ્રમુખ બનાવાયા છે. ઊંઝામાં ઠાકોર વાદના કારણે કોંગ્રેસમાં વિખવાદ ઊભા થયા છે. કિર્તીસિંહ હોદ્દા અને પક્ષમાંથી દૂર કરવાની માંગણી થઈ છે પણ તેમને દૂર કરાયા નથી. 2012 અને 2017માં ગઈ વિધાનસભા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ઠાકોર સમાજને સૌથી વધું ટિકિટો ભરતસિંહ સોલંકીએ આપી હતી. તેથી કોંગ્રેસને પાટીદારો અને બ્રહ્મ સમાજે ટેકો આપેલો તેમાં કોંગ્રેસ સત્તા પર આ અને હોદ્દા ઠાકોર સમાજના નેતાઓને આપીને લાગવગ ચલાવી હતી.

ભરતસિંહ અને અમિત ચાવડાએ કોંગ્રેસ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઠાકોર સમાજને 74 જેટલાં મહત્વના હોદ્દા આપેલા છે. ઠાકોર મોટી કોમ છે. જે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં સારી વગ ધરાવે છે. જેમની સામે કોઈ બોલી શકતું નથી.

રાહુલ ગાંધી સમક્ષ ફરિયાદ

રાહુલ ગાંધી સમક્ષ ભરસિંહ સોલંકી અંગે ફરિયાદો થઈ હતી. રૂબરુ અને લેખિતમાં ફરિયાદ થઈ હતી. કે ભરતસિંહ સોલંકી અંગે એવી ફરિયાદ થઈ હતી કે, તેઓ તુંડ મિજાજી કે ઉદ્દતાઈ ભર્યું વર્તન કરે છે, ઠાકોરવાદ ચલાવે છે. નાળા છોડ છે. કોંગ્રેસના હોદ્દાદારો અને સત્તા સ્થાને બેઠેલા લોકો પાસેથી ઉઘરાણાં કરવામાં આવે છે. તેમને આ કારણોસર બદલી લેવામાં આવ્યા પણ નવા રાજાએ કો મોત પર પણ વેરો વસુલીને મડદા પર ખીલો મારે છે. ભરતસિંહ બોલીને ખુલ્લા પડી જતાં હતા પણ અમિત ચાવડાં બોલ્યા વગર ભરતસિંહ કરતાં હતા તે કરે છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કોંગ્રેસનો ઠાકોર વાદ

મહેસાણા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા જિલ્લા પંતાયતના પ્રમુખ અને ઉત્તર ગુજરાતની પાંચમાંથી 4 જિલ્લા પંચાયતમાં ઠાકોર પ્રમુખ બનાવાયા અને સમિતિઓમાં ઠાકોર સમાજને વધું પ્રભુત્વ આપવામાં આવ્યું હતું. કારોબારી અધ્યક્ષ પણ ઠાકોર મૂકી દેવામાં આવી હતી. જ્લાલ અને તાલુકા કોંગ્રેસના મોટાભાગના હોદ્દેદારો ઠાકોર સમાજના છે. અમદાવાદ જિલ્લા કોંગ્રેસમાં પણ ઠાકોર પ્રમુખ બનાવાયા હતા. અમદાવાદ જિલ્લા પંચાયતના ઠાકોર પ્રમુખ બનાવાયા હતા. બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં પણ ઠાકોર પ્રમુખ બનાવાયા હતા. બનાકટાઠા તાલુકા પંચાયત પ્રમુખ, કલોલ, પાટણ જિલ્લામાં અને ખેરાલુ, સિદ્ધપુર, ઉત્તર ગુજરાત વિધાનસભા ની પાંચ બેઠકો પર ઠાકોર ધારાસભ્યો છે, કાંકરેજ, ખેરાલું, થરાદ તમામ બેઠકો ઠાકોરને આપી હતી. તેથી ઉત્તર ગુજરાતના કોંગ્રેસના પાટીદાર અને બીજા સમાજના લોકો નારાજ છે. જે લોકસભામાં કોંગ્રેસને નડે તેમ છે. ક્ષત્રિય અને પાટીદારોને મેરીટ પર બનાવવા પડે છે.

1985 અને 2012માં થયું તે લોકો હજુ ભૂલ્યા નથી

વિધાનસભાની ગુજરાતની 2012ની ચૂંટણીમાં માણસા અને રાધનપુરવાળી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ગુજરાત કોંગ્રેસના ત્રણ નેતા ભરતસિંહ સોલંકી, શંકરસિંહ વાઘેલા, શક્તિસિંહ ગોહિલે એક અવાજે ક્ષત્રિયોની અસ્મિતા ફકત કોંગ્રેસ પક્ષમાં જ સ્થાન ધરાવે છે તેવું જણાવીને ક્ષત્રિયોને અન્ય સમાજોને સુરક્ષાની અનુભૂતિ કરાવવા હાકલ કરી હતી. જે માધવસિંહ સોલંકીએ 1985માં કર્યું હતું તે આ ત્રણ નેતાઓએ 2012 અને 2016 સુધીમાં પણ કરી બતાવ્યું હતું. તેની સીધી અસર ગુજરાત કોંગ્રેસમાં થઈ રહી છે. ઉજળિયાત કોમ ફરી એક વખત કોંગ્રેસ છોડી રહી છે. 2017માં જે રીતે તમામ ઉજળિયાત કોમે કોંગ્રેસને સહકાર આપ્યો હતો. જેમાં પાટીદારો આગળ હતા. હવે, તેવો સહકાર અમિત અને ભરતસિંહની જોડીમાં ફરીથી મળી શકે તેમ નથી.

ક્ષત્રિય અસ્મિતા સંમેલન ધારણા મુજબ કોંગ્રેસનો રાજકીય મંચ બની રહ્યું હતું. અધ્યક્ષસ્થાનેથી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ત્યારે કહ્યું હતું કે, ક્ષત્રિયોએ જે પ્રકારે માણસામાં ભાજપની હવા કાઢી હતી. તેજ રીતે ગાંધીનગરમાં હવે માણસાવાળી કે રાધનપુરવાળી કરવાની છે. (મારામારી અને હુકમશાહી). તેમણે ભાજપમાં ગયેલા ક્ષત્રિયોને મત નહીં આપવા અપીલ કરી હતી. પંજાના નિશાનવાળાને ચૂંટી મોકલવા કહ્યું હતું. કવાર્ટરિયામાં જાતને વેચી ન નાંખવા જણાવી, આજના વૈશાખી પૂનમના ક્ષત્રિય એવા ભગવાન ગૌતમ બુદ્ધના જન્મ અને નિવૉણ દિવસે 2012માં કોંગ્રેસ શાસન હશે. કેશુભાઇના કહેવાથી દહેગામમાં પટેલોએ ગાભાજીને મત આપેલા. આટલી બહુમતી હોય તો ક્યાં કોઇની સાડાબારી રાખવાની જરૂર છે. તેવું સ્પષ્ટ પણે કહ્યું હતું.

શંકરસિંહ અને ભરતસિંના આ ભાષણ બાદ કોંગ્રેસ પાસે સત્તા આવવાની આશા હતી તે દૂર જતી રહી હતી. ઉજળિયાત કોમે કોંગ્રેસથી ફરી એક વખત છેડો ફાડી નાંખ્યો હતો.

ભરતસિંહે શું કહ્યું

આ મંચ પરથી ભરતસિંહ સોલંકીએ એવું કહ્યું હતું કે, આપણા માટે કોણ છે અને આપણું કોણ છે. ક્ષત્રિયો માટે સોનિયાજી, રાહુલ ગાંધી, ડૉ. મનમોહનસિંહ અને કોંગ્રેસના પંજો સિવાય કોઇ વિકલ્પ નથી. શક્તિસિંહ ગોહિલે સમગ્ર ગુજરાતમાં પરિવર્તનની લહેર આ સંમેલનમાંથી ઉઠશે એવું કહ્યું હતું. પણ આ ત્રણેય નેતાઓ ખોટા સાબિત થયા અને ફરી એક વખત કોંગ્રેસનો ઠાકોર બાદ ફગાવી દેવાયો હતો. ત્યારે ભરત સોલંકી કેન્દ્રના રાલવે રાજ્ય પ્રધાન હતા.

સંમેલનનો પડઘો સમગ્ર ગુજરાતમાં પાડો : ભરત સોલંકી

ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, આ સંમેલનનો પડઘો સમગ્ર ગુજરાતમાં પડવો જોઇએ. માધવસિંહ, અમરસિંહ, શંકરસિંહની સરકારોથી લોકોના દિવસો સુધર્યા હતા. કોંગ્રેસે જ ક્ષત્રિય નેતાઓ આપ્યા છે. આપણા ક્ષત્રિયો માટે સોનિયાજી, રાહુલ ગાંધી, ડૉ.મનમોહનસિંહ અને કોંગ્રેસનો પંજો જ એક વિકલ્પ છે.

શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, કોઇ વ્યક્તિ આનંદી હોય તેની સરકાર ચિંતા કરે છે પરંતુ સૌ આનંદીત થાય તેની ચિંતા થતી નથી. ગાયોની હત્યા થતી રહે, હરેન પંડ્યાની બ્રહ્ન હત્યા થાય તો ક્ષત્રિયો ચૂપ કેમ રહી શકે? પરિવર્તનની લહેર અહીંથી ઉઠવી જોઇએ.

માથા કપાતાં, હવે માથા ગણો

સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે 2012માં એવું કહ્યું હતું કે, પહેલાના જમાનામાં માથા કાપીને રાજ થતાં આજે માથા ગણીને રાજ થાય છે. ભાજપ પટેલ લેઉવા-કડવા, ક્ષત્રિયમાં રાજપૂત, ઠાકોરના નામે ભાગલા કરે છે.

ઉત્તર ગુજરાત સહિત છ વિસ્તારના ક્ષત્રિયોની માહિતી એકત્રિત કરાઇ

સંમેલન સ્થળે પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ એમ છ વિસ્તારમાંથી આવતાં લોકો માટે માહિતી નોંધણી કાઉન્ટર કાર્યરત કરવામાં આવ્યા હતા. જયાં આ વિસ્તારમાંથી આવેલા ક્ષત્રિય યુવાનો, વયસ્કોએ સંપર્ક નંબર સાથે પોતાના નામ, સરનામા, અભ્યાસ, સામાજિક, રાજકીય કારકિર્દી વિશેની વગિત માહિતી ફોર્મમાં ભરીને કાઉન્ટરમાં નોંધાવી હતી.

સંમેલનમાં ઉપસ્થિત રહેલા લોકો

2012ના સંમેલનમાં સાંસદ જગદીશ ઠાકોર, ડૉ. સી.જે.ચાવડા, બળદેવજી ઠાકોર, દપિસિંહજી ચૌહાણ, કરણસિંહ ચાવડા મંચ પર હતા. બળદેવજી ઠાકોર, ડૉ. સી.જે.ચાવડા, કરણસિંહ ચાવડા, ગાંધીનગરના મેયર મહેન્દ્રસિંહ રાણા તેમજ અગ્રણી વિરેન્દ્રસિંહ વાઘેલા, ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય જોધાજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત, માલજીભાઇ દેસાઇ, લવિંગજી સોલંકી, રઘુભાઇ દેસાઇ, દિનેશ ઠાકોર, કેશાજી ઠાકોર, પૂર્વ મંત્રી ઇશ્ર્વરસિંહ ચાવડા, હેમાજી ઠાકોર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(દિલીપ પટેલ)