કોંગ્રેસના રમેશે ભાજપના નેતાઓને કોઈ ગ્રાંટ નહીં આપવા બફાટ કર્યો

દાંતીવાડા તાલુકાના કોલોનીમાં કોંગ્રેસના કાર્યાલયનું ઉદ્દઘાટન કારાયું હતું. તેમાં દાંતીવાડા તાલુકા પંચાયતના પ્રમુખના પુત્ર રમેશએ પ્રજાના પૈસાનો તે કઈ રીતે વહીવટ કરશે તેની જાહેરાત કરતાં કહ્યું હુતું કે, દાંતીવાડા તાલુકા પંચાયતની અને જિલ્લામાંથી આવતી રૂ.5થી 6 કરોડના અનુદાનની રકમ ભાજપના કોઈ કાર્યકર્તા કે કોઈ આગેવાનોની ભલામણથી આપીશ નહીં. કોંગ્રેસના સરપંચો અને કાર્યકર્તાઓ તેમજ કોંગ્રેસની વિચારસરણીવાળાઓને જ તે ગ્રાન્ટ આપીશ.

બાજુમાં બેઠેલા ધાનેરાના ધારાસભ્યને પણ બે હાથ જોડી વિનંતિ કરી રહ્યા છે કે તમે પણ મારી સાથે રહીને ભાજપના લોકોને કોઈ ગ્રાન્ટ આપવી નહીં.

વાણી ઉપર સંયમ ગુમવી રોફ જમાવતા હોય તેમ બાપની પેઢી હોય તેમ બોલી રહ્યા હતા. પોતાના ખિસ્સામાંથી ગ્રાન્ટ આપતા હોય તેમ ભાજપવાળાઓને સરકારી ગ્રાન્ટ ન આપવાનું કહી દીધું હતું.