કોંગ્રેસના પાંચ સભ્યો રાજ્ય સભા માટે લાઈનમાં છે એવા સમાચારો દરેક અખબારમાં છપાયા છે. જેમાં ખરેખર તો 4 નામો જ છે. પાંચમુ નામ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નામ મૂકવામાં આવ્યું છે. જે ખરેખર તેમનું નામ ક્યાંય ન હતું. પણ તેમને ટીવીના પત્રકારો અને છાપાના પત્રકારો સાથે સારા સબંધો હોવાના નાતે નામ ચલાવવામાં આવ્યું છે. આવું કોંગ્રેસમાં જ શક્ય બને ભાજપમાં નહીં. વળી તેઓ કોંગ્રેસના તમામ નેતાઓને પ્રસિદ્ધી અપાવતાં હોવાથી નેતાઓ પણ તેમના આવા ગોબેલ્સ પ્રચારને અટકાવતાં નથી.
ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક બોલાવાઈ હતી અને તેમાં અંદાજે પાંચ ઉમેદવારોની યાદી તૈયાર કરીને કોંગ્રેસ હાઈકમાન્ડને મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કોંગ્રેસ બન્ને બેઠકો પર ઉમેદવારી કરશે જેમાં એક બેઠક પરથી ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંઘને ગુજરાતની બેઠક પરથી ઉમેદવારી કરાવવા માટેની રણનીતિ ઘડી કઢાઈ છે.
ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે મળેલી કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં અલ્પેશ ઠાકોરના સમર્થક એવા બે ધારાસભ્યો ધવલસિંહ ઝાલા અને બળદેવજી ઠાકોરને આમંત્રણ ન હોવાથીબેઠકમાં ઉપસ્થિત રહ્યા નહોતા. પણ દંડકે તો દરેક ધારાસભ્યોને આ બેઠકમાં આવવા માટે ફોનથી જાણ કરી હતી.
પાંચ ઉમેદવારોના નામ અંગે ચર્ચા કરવામાં આવી તેમાં રાજ્યના ભૂતપૂર્વ મંત્રી કરસનદાસ સોનેરી, ડો. ચંદ્રિકાબહેન ચૂડાસમા, બાલુભાઈ પટેલ, ગૌરવ પંડ્યા અને બીજાનો સમાવેશ થાય છે. નામની યાદી કોંગ્રેસ હાઈકમાન્ડને મોકલી આપવામાં આવી છે. દિલ્હીમાં આખરી નિર્ણય કરશે. બે ઉમેદવારો ફોર્મ ભરશે.
ગુજરાતમાં એક જ દિવસે રાજ્યસભાની બે બેઠકો માટે અલગ અલગ ચૂંટણી યોજી બંને બેઠકો અંકે કરવાના નિર્ણયને ગુજરાત કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે, જેની સુનાવણી પણ મંગળવારે ૨૫મી જૂને ફોર્મ ભરવાના છેલ્લા દિવસે જ થવાની છે.