કોંગ્રેસના 8 ઉમેદવારી પત્રો કોણ લઈ ગયું ? કુંવરજી દરગાહમાં કેમ ગયા ?

ગુજરાત કોંગ્રેસે જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પેનલ માટે નક્કી કરેલા પાંચ ઉમેદવારોએ ચૂંટણીમાં ઊભા રહેવા માટે ચૂંટણી અધિકારી પાસેથી ઉમેદવારી પત્રો મેળવી લીધા છે. સોમવારે ઉમેદવારીપત્ર  ભરવાનો અંતિમ દિવસ છે. જેમાં ભોળાભાઈ ગોહીલ, અવસર નાકીયા,  મનસુખ ઝાપડિયા, વિનુધડુક, સોમા ગાંડા, ગજેન્દ્ર રામાણીમાં, ધીરૂભાઇ શિંગાળા, લલીત વસોયા વગેરે અવેદનપત્ર લઈ ગયા છે. જેમાંથી કોઈ એકને ટિકિટ આપી શકે છે. કોંગ્રેસ અવસર નાકીયાનું નામ  સૌથી  મોખરે ચાલી રહ્યુ છે. જસદણ બેઠક પર અત્યારસુધીમાં કુલ 53 લોકોએ ફોર્મ લીધા છે. કોંગ્રેસને અપક્ષ ઉમેદવાર ઊભા રહે તેવો ડર છે. ભાજપ આ માટે પ્રયત્નો પણ કરી રહી છે. કોંગ્રેસે જસદણ બેઠક માટે સસ્પેન્શ જાળવી રાખ્યું છે.

ગઈકાલ સુધી 53 ઉમેદવારી પત્રો લઈ ગયા હતા.

બાવળિયાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી નોંધાવી છે. બાવળીયાએ પક્ષ પલટો કરતા જસદણ વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. રાજીનામું આપીને ફરીથી અહીં બીજા પક્ષમાંથી ચૂંટણી લડવા માટે જસદણ બેઠક પરથી કુંવરજી બાવળીયાએ ઉમેદવારી નોંધાવી છે. કુંવરજી બાવળીયાના ડમી તરીકે તેમના પત્ની પારૂલ બાવળીયાએ ફોર્મ ભર્યુ છે. જસદણમાં ભાજપના નેતાઓ સાથે મોટી રેલી કાઢી હતી. આ સમયે બે કેન્દ્રીય મંત્રીઓ સહિત ભાજપની ફોજ જસદણમાં ઉતરી પડી હતી.

કુંવરજી બાવળીયાએ મંદિર અને દરગાહમાં શીશ ઝુકાવી શક્તિ પ્રદર્શન તેમજ સભાનું સંબોધન કર્યા બાદ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

3 ડિસેમ્બર ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ છે. 6 ડિસેમ્બર સુધીમાં પત્રો પરત ખેંચી શકાશે.  ચૂંટણી 20મી ડિસેમ્બરે અને 23 ડિસેમ્બરના રોજ જાહેર થશે.