કોંગ્રેસના MLA ધવલ ઝાલા કેમ અપ્રિય થઈ રહ્યાં છે

અરવલ્લી જિલ્લાના પ્રશ્નો માટે બોલાવવામાં આવેલી સંકલન સમિતિની બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય ધવલ ઝાલાને હવે અધિકારીઓ પણ જવાબ આપતા ન હોવાથી તેમને અપ્રિય થઈ રહ્યાં હોવાનું લાગતાં તેમણે બેઠકનો બહિષ્કાર કર્યો હતો. તેમને અધિકારીઓ પણ હવે જવાબ આપતાં ન હોવાનું જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદન આપ્યું છે. બેઠક મજાક બની ગઈ હોવાનું તેમણે કબુલ્યું હતું. આવી બેઠક સમયનો બગાડ હોવાનું ધારાસભ્યને લાગી રહ્યું છે. તેમણે અધિકારીઓ સામે આવી અનેક વખત ફરિયાદ કરી છે, જે બતાવે છે કે, હવે ધવલ ઝાલાને અધિકારીઓ ગણકારતાં નથી. જેમણે 13 નવેમ્બરે આ અંગે વિરોધ કર્યો હતો.

કોંગ્રેસના પ્રજા લક્ષી કાર્યક્રમમાં ગેરહાજર

બરાબર આ દિવસે જ અલવલ્લી જિલ્લામાં નોટબંધી નિષ્ફળ વિરૃદ્ધ કોંગ્રેસે મોડાસામાં ધરણાં રાખ્યા હતા. જેમાં કોંગ્રેસના માત્ર 20 કાર્યકરો જ હાજર હતા. જિલ્લાના ધારાસભ્ય ધવલ ઝાલાએ કોઈ કાર્યકરને હાજર રાખ્યા ન હતા. અહીં પ્રજાના પ્રશ્નનોની રજૂઆતો કરવાનો જ કાર્યક્રમ હતો. જે ધવલ ઝાલાએ સફળ બનાવીને પ્રજાના પ્રશ્નો ઉઠાવવા માટે કોઈ પ્રયાસ કર્યો ન હતો. આમ પોતાના પક્ષના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય અને અલ્પેશ ઠાકોર જૂથના ધવલ ઝાલા પોતે જ ગેરહાજર રહીને પક્ષને ગણકારતાં ન હોય એવું વલણ અહીં જોવા મળ્યું હતું. જ્યારે તેમને અધિકારી ગણકારતાં ન હતા ત્યાં તેઓ આંદોલન કરવાની વાત કરી રહ્યાં છે. આમ પોતાના પક્ષને કોઈ મહત્વ તેઓ આપતાં ન હોય એવું વલણ અહીં જોવા મળ્યું હતું.

ચૂંટણી વખતથી જ ઝાલાનો વિરોધ

26 નવેમ્બર 2017માં અરવલ્લી જીલ્લાના બાયડ વિધાનસભામાં કોંગ્રેસમાં ઠાકોર સેનાના નેતા ધવલસિંહ ઝાલાને ટિકિટ મળતા ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ધવલ ઝાલાને અલ્પેશ ઠાકોરે ટિકિટ અપાવી હોવાથી અહીં ભારે વિરોધ થયો હતો. કોંગ્રેસ પક્ષના 6 આગેવાનોએ પણ અપક્ષ ઉમેદવારી કરી હતી. આમ તેઓ લાગવગથી ટિકિટ લાવેલાં હોવાથી કોંગ્રેસમાં જો વિરોધ હતો જ હવે સરકારી અધિકારીઓમાં પણ અપ્રિય બની ગયા છે. ભાજપમાંથી પણ બક્ષીપંચ ઉમેદવાર આવતા બાયડ વિધાનસભા બેઠક પર જાતિવાદી રાજકારણ ગરમાયું હતું. બાયડમાં જાતિવાદ ફેલાવવાનું મુખ્ય કારણ ધવલ ઝાલા હોવાના આરોપો ત્યારે થયા હતા.  તેમની ટિકિટ બદલીને બીજાને આપવા માટે રજૂઆતો થઈ હતી પણ અલ્પેશ ઠાકોરે પક્ષનું હિત વિચારવાના બદલે પોતાનું હીત વિચારીને ઝાલાને ટિકિટ અપાવી હતી. બાયડ અને માલપુર કોંગ્રેસના હજારો કાર્યકરોએ આયાતી ઉમેદવાર નહીં ચાલે તેમ કહીને સાઠંબા ખાતે વિરોધ નોંધાવ્યો હતો. સંગઠનના હોદેદારો અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલ સદસ્યોએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી હતી.

અમદાવાદના વતની અને ભાજપના સભ્ય હતા

અમદાવાદના નરોડા વિસ્તારમાં ધવલસિંહ ઝાલા રહે છે, તેથી તેમને કોંગ્રેસના લોકો સ્કાયલેબ તરીકે ઓળખીને આયાતી ઉમેદવાર ગણે છે. તેમને બાયડ કોંગ્રેસનો કોઈ જ ટેકો મળતો નથી અને તેઓ પોતે કોંગ્રેસને વફાદાર રહેવાના બદલે અલ્પેશ ઠાકોરને વ્યક્તિગત વફાદાર રહીને કોંગ્રેસમાં જૂથવાદ ઊભો કરી રહ્યાં હોવાનો આરોપ તેમના પર પક્ષમાં મૂકવામાં આવી રહ્યો છે. તેઓ અગાઉ ભાજપ સાથે સંકળાયેલા હોવાના મુદ્દે કોંગ્રેસ કાર્યકરો એ આ ઉમેદવાર સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો.

ઝાલાને બદલવા માંગણી કરાઈ હતી

અરવલ્લી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કીર્તીભાઈ પટેલ,આરોગ્ય સમિતિના ચેરમેન માનવેન્દ્રસિંહ સોલંકી અને જિલ્લા પંચાયતના સદસ્ય જશુભાઈ એસ.પટેલ સહિતના અગ્રણીઓ અને કાર્યકરોએ કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર ધવલસિંહ ઝાલા ને બદલવા અને સ્થાનિક ઉમેદવારને પસંદ કરવા ઉગ્ર માંગ ઉઠાવી હતી. અને પક્ષ દ્વારા બાયડ,માલપુર તાલુકા કોંગ્રેસના અવાજ ને ધ્યાને નહી લેવાય તો સામુહિક રાજીનામા ધરી દેવાની ચીમકી ઉચ્ચારાઈ હતી. માનવેન્દ્રસિંહ સોલંકીએ પક્ષને કહી દીધું હતું કે, પક્ષે સંનિષ્ઠ કાર્યકરોને અવગણી આયાતી ઉમેદવારને ટીકીટ આપતાં વિરોધ થયો છે. જો પક્ષ દ્વારા ઉમેદવાર નહી બદલાય તો જિલ્લા,તાલુકા પંચાયતના સદસ્યો અને કોંગ્રેસ સમિતિના સભ્યો સામુહિક રાજીનામા ધરી દેશે.

મહેન્દ્ર વાઘેલાને હરાવવા અલ્પેશ ઠાકોરનું કાવતરૂં

ભાજપ તાલુકા પૂર્વ પ્રમુખ જયમલ ખાંટ સહીતના 50થી વધુ કાર્યકરોએ અરવલ્લી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખના હસ્તે કૉંગ્રેસનો ખેસ ધારણ કરી કૉંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. બાયડ વિધાનસભા હેઠળના માલપુર ખાતે કૉંગ્રેસના કાર્યાલયના શુભારંભ બાદ ઉમેદવાર ધવલસિંહ ઝાલા સાથે તાલુકા જિલ્લા સંગઠનના મોટી સંખ્યામાં કાર્યકરોએ ઝુલુસ કાઢી નગરમાં પ્રચાર કાર્યની શરૂઆત કરી હતી. કૉંગ્રેસ ઉમેદવાર ધવલસિંહ ઝાલા એ પોતાના હરીફ ઉમેદવારને શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહના પેદુ ગણાવ્યા હતા. હારી જાય તેમ હોવાથી તેમને જીતાડવા માટે અલ્પેશ ઠાકોરે અપીલ કરવી પડી હતી. શંકરસિંહ લાઘેલાના ડ્રાઈવર તરીકે રહીને આગળ આવેલાં અલ્પેશ ઠાકોરે તેમના પુત્ર મહેન્દ્ર વાઘેલાને હરાવવા માટે કાવતરું રચ્યું હોવાનું પણ પક્ષના સૂત્રો કહે છે. તેથી અહીં તેઓ અપ્રિય બની ગયા છે.

મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપ છોડી દીધો

2007માં મેઘરજ-માલપુર વિધાનસભા બેઠકથી ચૂંટણી જંગ જીતનાર મહેન્દ્ર સિંહ વાઘેલાએ ભાજપ સાથે 18 ઓક્ટોબર 2018ના રોજ છેડો ફાડી નાખતાં ભાજપના ગઢમાં ગાબડું પડયું હતું. 2012માં મેઘરજ વિધાનસભા સીટનું વિભાજન થતાં બાયડ વિધાસભા સીટ પર ચુટણીજંગ જીત્યા હતાં.ત્યારબાદ બાદ તેમનાં પિતાના પગલે ચાલી મહેન્દ્ર સિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડીને ભાજપ માંથી ચૂંટણી લડવાનું મન બનાવ્યું હતું. અંતે કૉંગ્રેસમાંથી રાજીનામું આપી કૉંગ્રેસને રામરામ કહ્યા હતાં. જેના સ્થાને અલ્પેશ ઠાકોરે પોતાના માણસને ગોઠવી દીધા હતા. ક્ષત્રિય ઠાકોર મતદારોનો દબદબો ધરાવતી બાયડ બેઠક પર ક્ષત્રિય ઠાકોર ઉમેદવારને ભાજપ દવારા ટીકીટ ફળવાતા મહેન્દ્ર સિંહના અંગત માનતા અદેસિંહ ચૌહાણને ભાજ્પ તરફથી ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યાં હતાં પરંતુ ઠાકોર સેનાનું સમર્થન મેળવનાર ધવલસિંહ ઝાલા સામે તેમનો કારમો પરાજય થતા મહેન્દ્રસિંહ વાઘેલાની કારકિર્દી ખતરામાં આવી પડી છે. ઝાલા પોતે જાતિવાદમાં માને છે, 5 જુલાઈ, 2018ના રોજ મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની સમીક્ષા બેઠક બાયડ ધારાસભ્ય અને મહિસાગર જિલ્લા પ્રભારી ધવલસિંહ ઝાલાની આગેવાનીમાં યોજાય હતી.

અધિકારીઓ કેમ ગાંઠતા નથી

તાલુકા પંચાયતના અધ્યક્ષની નિમણૂંકથી ઝઘડો થતા ભાજપના સભ્યો અંદરો-અંદર બાખડી પડયા હતા. આ સ્થિતિમાં તાલુકા પંચાયત પ્રમુખે સામાન્ય સભા મોકૂફ રાખી હતી. પ્રોસીડીંગ લખવા બાબતે બાયડ કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અધિકારીનો ઉધડો લીધો હતો. તેથી હવે અધિકારીઓ તેમને ગાંઠતા નથી. બાયડ અને માલપુર તાલુકાના ખાલી તળાવો ભરવા માટેની માગણી સાથે અરવલ્લી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું. તળાવો ભરવામાં નહિ આવે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાનું પ્રજાને વચન આપ્યું હતું તે માટે તેમણે કંઈ જ કર્યું  ન હતું.

ભાજપમાં જોડાવાની અફવા

અલ્પેશ ઠાકોર તેના સમર્થક ધારાસભ્યો ગેનીબેન ઠાકોર, ભરતજી ઠાકોર, ધવલસિંહ ઝાલા સાથે ભાજપમાં જાય છે તેવી અફવાઓ ચાલી હતી. ઝાલા તે માટે અંદરખાને ભાજપમાં આ બધા વતી વાતચીત ચલાવતાં હોવાનું પણ માનવામાં આવે છે. વળી, તેમણે વિધાનસભામાં ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાનની ગુનાની તપાસ અંગે વિધાનસભામાં પ્રશ્ન પૂછતાં તેમની સામે પક્ષે ભાજપમાં આવવાની ના પાડી હોવાનું પણ તેમની નજીકના મિત્રો સ્પષ્ટ પણે માને છે.

બેચરાજીમાં વધું રસ કેમ લે છે

વિરમગામ બેચરાજીમાં જાહેર સભામાં તેમણે ઉદ્યોગો સામે આંદોલન કરવાનું આક્રમક પ્રવચન કર્યું હતું. જેના કારણે ગુજરાત બહારના લોકોને નહીં પણ સ્થાનિક લોકોને નોકરીએ રાખવા માટે ઉશ્કેરણી જનક પ્રવચન આપ્યું ત્યાર બાગ ગુજરાતમાં તોફાનો થયા હતા.

આમ ધવલસિંહ ઝાલા સામે કોંગ્રેસમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. હવે તેમની સામે અધિકારીઓ પણ નારાજ છે.