કોંગ્રેસનું ઝંબો પ્રદેશ માળખું દશેરાએ જાહેર થશે ?

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠનનું પ્રદેશ માળખું દશેરાના દિવસે જાહેર થાય તેવી શક્યતા છે. અમિત ચાવડા પર વરિષ્ઠ નેતાઓનું દબાણ વધતાં 200 સભ્યોને સમાવમાં આવે તેવી શક્યતા છે. અમિત ચાવડાની માનસિકતા તેમાં જોવા મળશે. અત્યાર સુધી જે છૂટક નિમણુંકો થઈ છે તેમાં તેમની માનસિકતા સવર્ણો વિરોધી દેખાઈ છે. જો આ રીતે જ તેમની નીતિ રહેશે તો 2017ની વિધાનસભાની ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સવર્ણો જે રીતે કોંગ્રેસ તરફે ઢળેલાં હતા તે ફરી એક વખત વિમુખ થઈ શકે છે.

ગુજરાત કોંગ્રેસના માળખાની જાહેરાત આવતીકાલે નવરાત્રિના પ્રથમ દિવસે જ કરવાની હતી પરંતુ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ સાંસદોના વિદેશ પ્રવાસમાં જોડાયા હોવાથી આ જાહેરાતમાં વિલંબ થયો છે. હવે દશેરાએ જેની જાહેરાતની શક્યતા છે. રાજીવ સાતવ પરત ફર્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

200 હોદેદારોમાં પછાત વર્યુગના યુવા ચહેરાઓને વધુ મહત્વ અપાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીના ‘પરફોર્મન્સ બેઝ પ્રમોશન’ ના સૂત્રને આધારિત પ્રદેશ માળખાની રચના કરવાની હતી. પણ તેમ થયું છે કે નહીં તે જાહેરાત વખતે સ્પષ્ટ થશે. જિલ્લા સ્તરે સારી કામગીરી કરનાર યુવા ચહેરાને વધુ પ્રોત્સાહિત કરવા તેમનો પ્રદેશ માળખામાં સમાવેશ કરવાની જાહેરાત કરી હતી. આ અગાઉ કોંગ્રેસના પ્રદેશ માળખામાં જુદાજુદા વિભાગીય પ્રમુખો નિયુક્ત કરાયા છે.રાજ્યના આઠ જેટલા રાજકીય ઝોન બનાવી આઠ ઝોન ઉપપ્રમુખ તથા આઠ મહામંત્રી પણ હોઈ શકે છે.

4 એપ્રિલ 2018 થી પ્રમુખ પદનો કાર્યભાર સંભાળ્યો હતો. પરંતુ 6-6 મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં જૂથવાદ અને રાજકીય કાવાદાવાના લીધે પ્રદેશ માળખું જાહેર થઈ શક્યું ન હતું. અમિત ચાવડા તથા પ્રભારી રાજીવ સાતવેએ પક્ષના સિનિયર નેતાઆે તથા અગ્રણી કાર્યકરો સાથે બેઠક કરીને પ્રદેશ માળખાના રચનાની કામગારી હાથ ધરી હતી.