કોંગ્રેસ દ્વારા ભાજપના મગફળી કૌભાંડ સામે 27 જિલ્લામાં ધરણા

કોંગ્રેસ દ્વારા 13 ઓગસ્ટ 2018ના રોજ અનેક સ્થળે ધરણા કરવામાં આવ્યા હતા. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળીમાં રૂ.૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડની ન્યાયીક તપાસની માંગ સાથે આજરોજ રાજ્યના તમામ જીલ્લામાં કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણા-પ્રદર્શન યોજાયા હતા. રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિ અને સરકારી તિજોરીને ચૂનો લગાડનાર ભાજપ સરકાર અને તેના મળતિયાઓ પર આકરાં પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાએ સેવા સહકારી મંડળીઓ ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળીમાં માટી, ઢેફાં, કાંકરા ભેળવી ગોડાઉનમાં સ્ટોરેજ કરવામાં આવેલ છે અને મગફળી વેપારીઓ ખરીદવા આવે ત્યારે ૩૫ કિલોની બોરીમાંથી ૨૦ કિલો માટી, ઢેફાં, કાંકરા નીકળે છે. આ સમગ્ર ઘટનામાં સરકારી વહીવટીતંત્રની શંકાસ્પદ રીતે કૌભાંડયુક્ત ભૂમિકા હોવાનું જણાય છે. નજીકના ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બહાર આવી છે.
રૂ.૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડ અંગે ભાજપના નેતાઓની સીધી સંડોવણી બહાર આવી છે. સરકાર પણ ભાજપના નેતાઓની આવી સંડોવણી ઉપર ઢાંકપિછોડો કરીને તેમને મદદરૂપ બનવાના પ્રયાસ કરી રહી છે. રૂ.૪૦૦૦ કરોડના આ કૌભાંડમાં હાઈકોર્ટના સીટીંગ જજની અધ્યક્ષતામાં તપાસની માંગણી સાથે વિરોધ પ્રદર્શન-ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો.
કોંગ્રસ પક્ષ દ્વારા રાજ્યવ્યાપી ધરણા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા ખેડા-નડિયાદ ખાતે અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી ભાવનગર ખાતે જોડાયા હતા. જુદાજુદા જીલ્લાઓમાં કોંગ્રેસ પક્ષના સ્થાનિક ધારાસભ્યશ્રીઓ અને કોંગ્રેસ પક્ષના આગેવાન-કાર્યકરો અને જીલ્લા પંચાયત/તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
રૂ.૪૦૦૦ કરોડના મગફળીકાંડના કૌભાંડ ગંભીર અને વ્યાપક છે. ત્યારે, સરકારી તિજોરીને ચૂનો લગાડનારાઓને સજા થાય તેવી માંગ સાથે કોંગ્રેસ પક્ષ અમદાવાદમાં ૧૪ ઓગસ્ટના રોજ બપોરે ૦૨-૦૦ થી ૦૫-૦૦ કલાકે ધરણા-પ્રદર્શન કલેક્ટર કચેરી ખાતે યોજાશે.

11 વાગ્યે 33 જિલ્લામાંથી 20 જિલ્લામાં થયા હતા. કેટલાંક જિલ્લામાં બપોર બાદ 3.30 કલાકે થવાના હતા. જેમાં પણ ઘણાં જિલ્લાઓ આવરી દેવાયા છે. અમદાવાદમાં 13 ઓગષ્ટે રાજ્ય ભરના લોકો ધરણાં કરવા માટે 3થી 5 આવશે. તેમ કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોષીએ જણાવ્યું હતું.

કૌભાંડો જાહેર થઈ રહ્યાં છે

ડો.મનીષ દોશી, પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ

કોંગ્રેસે ભાજપનો મગફળીનો કરોડોનો ભ્રષ્ટાચાર જાહેર કરતાં જ રાજકોટ મગફળી કાંડમાં સરકારે તપાસ શરૂ કરવાની ફરજ પડી છે. અત્યાર સુધી 27થી વધુ લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે. કોંગ્રેસ સમગ્ર મગફળી કાંડમાં તપાસની માંગણી ઈચ્છે છે તેથી ગુજરાત કોગ્રેસ દ્વારા સરકારને ઘેરવાનું શરૂ કરાયું છે. 13 ઓગષ્ટે કોંગ્રેસે રાજ્યવ્યાપી ધરણાં કર્યા હતા. જ્યાં જ્યાં મગફળી ગોડાઉનોમાં પડી છે ત્યાં તમામ સ્થળે ધરણાં કરાયા હતા. સમગ્ર કૌભાંડમાં ભાજપના ટોચના નેતાઓ કૃષિ પ્રધાન રમછોડ ફળદુ, પૂર્વ કૃષિ પ્રધાન ચીમન સાપરીયાનું નામ બહાર આવ્યા બાલ હવે લોકો જ સ્વયંભૂ બહાર આવીને કોંગ્રેસને સમર્થન આપી રહ્યાં છે. સમગ્ર પ્રકરણમાં ભાજપ સરકરના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી જવાબદાર હોવાનું જણાવીને તેમની સામે ઠેરઠેર દેખાવો કરી સૂત્રોચ્ચાર કરાયા હતા.

ભાજપ સરકરના પૂર્વ કૃષિ મંત્રી ચીમન સાપરીયા, જામજોધપુર

મગફળીની ખરીદી બાદ કોથળાઓમાંથી નિકળેલ માટીના ઢેફા અને રેતીને લઇ સમગ્ર પ્રકરણમાં મોટો ભ્રષ્ટાચાર થયાનું બહાર આવ્યું છે. કૌભાંડના મુખ્ય સુત્રધારો સુધી પહોચી જવાબદારો સામે સખત કાર્યવાહી કરવા ગુજરાત કોગ્રેસે માંગણી કરી છે. સરકારના કાન અને ગુજરાતના નાગરીકો સુધી આ વાત પહોચાડવા માટે કોગ્રેસ દ્વારા સોમવારના રોજ રાજ્ય વ્યાપી આંદોલનનો કાર્યક્રમ આપ્યો છે. નડિયાદમાં શ્રીસંતરામ મંદિર પાસે જિલ્લા કોગ્રેસ સમિતિ ધરણા પ્રદર્શન કરશે. કોગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ હાજર રહશે તેમ કોગ્રેસ સમિતિ, ખેડા દ્વારા જણાવાયું છે.

પરેશ ધાનાણીએ શું કહ્યું

જામનગર ખાતે રાજકોટ જિલ્લામાં પેઢલા ગામે થયેલા મગફળી કૌંભાડનો વિપક્ષ જોરશોરથી વિરોધ કરી રહી છે. છેલ્લા આઠ દિવસથી વિપક્ષી નેતા પરેશ ધાનાણી ઠેર ઠેર પ્રતિક ધરણા કરી રહ્યાં છે. 12 ઓગસ્ટે જામનગર ખાતે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ધાનાણીએ સરકરા પર પ્રહાર કરતા કહ્યું કે, મગન ઝાલાવાડિયાને કોની સુચનાથી સૌરાષ્ટ્રના એરિયા મેનેજર બનાવામાં આવ્યો છે, તેની પણ તપાસ થવી જોઇએ. આ તપાસમાં જ સાચું કૌભાંડ બહાર આવશે. જેમાં ભાજપના કયા નેતા સંડોવાયેલાં છે તે બધું બહાર આવી જશે.

નાયબ કલેક્ટરે આગ ઠારવા ન દીધી, ભાજપના પૂર્વ કૃષિ પ્રધાનનો માલ હતો

પરેશ ધાનાણી અને એક ફાયર અધિકારી વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. જેમાં આક્ષેપ કરાયો છે કે, સ્થાનિક નાયબ કલેક્ટરે ગાંધીનગરથી કોઇના આદેશથી ગોંડલના ગોડાઉનમાં લાગેલી આગ ઠારવામાં વધુ સમય લેવાનું વલણ હતું. કોલકતાની કંપની દ્વારા જૂના તુટેલા ફૂટેલા હલકી ગુણવતાના કોથળા ગુજરાત સરકારને ઘરબી દીધા હતા. તે સળગાવી દેવાયા છે. જે પેઢલા ગોડાઉનમાં બે મંડળીનો માલ હતો. ધાણેજ અને જામજોધપુર મંડળીનો માલ હતો. ધાણેજ મંડળીના તમામ સભ્યોની ધરપકડ કરાઇ છે. જ્યારે જામજોધપુરની મંડળીના પ્રમુખ અને તેના ભાજપના પૂર્વ કૃષિ પ્રધાન ચીમન સાપરીયાની પૂછપરછ પણ કરાઇ નથી. વળી જામનગરના હાપાના સેન્ટ્રલ વેરહાઉસમાં 19 એપ્રિલના રોજ 700 ગુણી મગફળી બળી ને ખાક થઈ હતી, તેથી ધાનાણી ત્યાં ઉપવાસ પર બેઠા હતા. ત્યાર બાદ એફઆઈઆર દાખલ તો થઇ પરંતુ આજ દિવસ સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી.

હજુ ઘણા ગોડાઉનની તપાસ નથી થઈ

ધાનાણીએ ભાજપની કૌભાંડી રૂપાણી પર આકરા પ્રહાર કર્યા હતા. પુરાવાઓના નાશ કરવા ગોડાઉનો સળગાવામાં આવી રહ્યાં છે. આ બધુ કોના ઇશારે થઇ રહ્યું છે, તે તપાસના થવી જોઇએ અને સત્યતા બહાર લાવી જોઇએ હજુ આવા અનેક ગોડાઉન છે, જ્યાં કોઇ તપાસ થઈ નથી. તે ગોડાઉનમાં પણ તાકીદે તપાસ કરાવી જોઇએ. 27 ગોદામોની તપાસ થાય એવી માંગણી કરવામાં આવી હતી.