‘બહુત હુઇ મહેંગાઇ કી માર’ જેવા સૂત્રો સાથે કેન્દ્રમાં સત્તા હાંસલ કરનારી ભાજપ સરકાર પોતાના શાસનમાં મોંઘવારી પર અંકૂશ મેળવવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઇ છે. સતત વધતી જતી મોંઘવારીથી પ્રજા ત્રાહિમામ્ પોકારી ચૂકી છે તેમ અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિએ જણાવ્યું છે.
કૂદકેને ભૂસકે વધતી જતી મોંઘવારીના વિરોધમાં અમદાવાદ શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી યોજાઇ હતી. આ રેલી કાલુપુરથી શરૃ કરીને રીલિફ રોડ, ભદ્ર થઇ મ્યુ. કોર્પો ચાર રસ્તા પહોંચી હતી જ્યાં ભાજપરૃપી મોંઘવારીના રાક્ષસનું દહન કરવામાં આવ્યું હતું. પ્લ કાર્ડ, તેલના ડબ્બા સાથે યોજાયેલી આ રેલીમાં કોંગ્રેસના કાર્યકરો ઉંટગાડા, પગપાળા, વાહનો દ્વારા જોડાયા હતા. અમદાવાદ શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિએ જણાવ્યું હતું કે, ‘પેટ્રોલ, ડીઝલ, ગેસ, શાકભાજી જેવી જરૃરિયાતની ચીજવસ્તુમાં સતત થઇ રહેલા ભાવવધારાથી પ્રજા ત્રસ્ત છે.
યુપીએ સરકારના શાસનના સમયે ગેસના બાટલાના ભાવ રૃપિયા ૩૬૫ થતાં અત્યારના સત્તાધિશોએ તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહને મોની બાબા કહ્યા હતા. આજે ગેસના બાટલાની કિંમત રૃ. ૮૯૦ થવા છતાં વડાપ્રધાન મૂકપ્રેક્ષક બની બેઠા છે. ભાજપ સરકારના શાસનમાં ખેડૂતો બેહાલ છે અને રોજગારીના અભાવે યુવાાનો હતાશ છે. ‘