ગુજરાતમાં 2 ઓક્ટોબરથી રાજકીય વાતાવરણ ગરમ બની રહેશે. કોંગ્રેસનું લોક સંપર્ક અભિયાન 2 ઓક્ટોબર 2018થી શરૂ થઇ 19 નવેમ્બર 2018 સુધી ચલાવશે. ભાજપ સરકાર પણ ગાંધી જયંતીની 150 વર્ષની ઉજવણી શરૂ કરશે. આ દિવસે વડાપ્રધાન પણ ગુજરાત હશે. લોકસભાની ચૂંટણીને હવે 7 મહિના બાકી રહ્યાં છે ત્યારે હવે ચૂંટણીના કાર્યક્રમો 2 ઓક્ટોબરથી શરૂ થતાં હોય એવું ગુજરાતમાં વાતાવરણ ઊભું થઈ ગયું છે. ભાજપ અને કોંગ્રેસે એક સમાન રણ નીતિ બનાવી છે. બન્ને મતદારોના ઘરે જશે. ભાજપ પોતાની કહાની કહેશે અને કોંગ્રેસ પ્રજાની કહાની સાંભળશે.
કોંગ્રેસના નેતાઓએ દિલ્હી જઈને રાહુલ ગાંધી સાથે મળીને ગુજરાત માટે 2019 લોકસભા ચૂંટણીનો એક પ્લાન તૈયાર કરી દીધો છે. જેના ભાગરૂપે કોંગ્રેસ ગુજરાતમાં સંપર્ક અભિયાન 2 ઓક્ટોબર 2018થી શરૂ થઇ 19 નવેમ્બર 2018 સુધી ચાલશે. પ્રજાના આંદોલનો સફળતા પૂર્વ કર્યા બાદ હવે કોંગ્રેસ પ્રજાના ઘરઘર સુધી પહોંચવા માટે લોકસંપર્ક અભિયાન કરશે. લોકોને મળશે તેમની ખબર પૂછશે તેમના પ્રશાનો સરકારના કાન સુધી પહોંચાડશે.
કોંગ્રેસ શું કરવા માંગે છે તે અંગેનું સાહિત્ય તૈયાર કરવામાં આવી રહ્યું છે. જે લોકેને ઘરે જઈને આપવામાં આવશે. 50 લાખ મતદાન મથક પર બે લેખે એક કરોડ મતદાન મથક સહયોગી તૈયાર કરાયા છે. જે બુથના 20થી 25 પરિવારના ઘરે જશે. તેઓ લોકોને મળશે અને તેમની વાત સાંભળશે અને પક્ષની વાત કહેશે. કોંગ્રેસનું ભંડોળ એકઠું કરવા માટે બેંક ખાતા નંબર પણ આપશે.
ભાજપની શું છે નવી ફોર્મયુલા
લોકસભા ચૂંટણીને લઈ ભાજપ ‘Tea-20 ફોર્મ્યૂલા અપનાવવાની છે. આ માટે ભાજપ દ્વારા દરેક કાર્યકર્તાને ટાર્ગેટ પણ આપવામાં આવ્યો છે. ભાજપના કાર્યકરો બુથદીઠ 20 ઘરમાં જઈને ચા પીને વાતો કરશે. કેન્દ્ર સરકારની કામગીરી તે ઘરમાં જઈને કહેશે. સાહિત્ય આપશે. લોકો માટે શું કર્યું તે કહેશે. જેમાં સાંસદો, ધારાસભ્યો, સ્થાનિક ચૂંટાયેલાં સભ્યો અને મતદાન મથખ સ્તરના કાર્યકરો સરકારની યોજાનાની જાહેરાત કરશે.