રાજ્યસભાની બન્ને બેઠક કોંગ્રેસ હારી, ભાજપની જીત, ચૂંટણીનો બહિષ્કાર એકમાત્ર રસ્તો, લોકશાહીની હત્યા

ગુજરાતમાં રાજ્યસભાની 2 બેઠકો પર એક જ દિવસે 5 જુલાઇના રોજ ચૂંટણી થવાની છે, જેમાં કોંગ્રેસે અલગ અલગ બેલેટથી ચૂંટણી ન કરાવવાની માંગ કરી હતી, પરંતુ સુપ્રીમે કોંગ્રેસની અરજી ફગાવી દીધી છે.અને ચૂંટણીપંચની પ્રકિયાને યોગ્ય ગણાવી છે. દિલ્હી અને બોમ્બે હાઈકોર્ટના ચૂકાદાનો હવાલો આપીને આ ચૂકાદો આપવામાં આવ્યો છે. જેથી હવે બંને બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત નક્કિ દેખાઇ રહી છે. કોંગ્રેસ પાસે પુરતા ધારાસભ્યો ન હોવાથી રાજ્યસભામાં તેના એક પણ ઉમેદવાર જીતી શકે તેમ નથી.

ચૂંટણી પંચે બંને બેઠકોની ચૂંટણીની પ્રક્રિયા એક દિવસ પરંતુ મતદાન અલગ અલગ કરવાનું જાહેરનામુ બહાર પાડતા એક જ દિવસે થનારી ચૂંટણી બે અલગ અલગ ચૂંટણી ગણાશે. ભાજપ માટે ધારાસભ્યોની સંખ્યા પ્રમાણે રાજ્યસભાની બન્ને બેઠક જીતવાનો રસ્તો સરળ બની ગયો છે. જો, બે બેઠકની ચૂંટણીનું મતદાન એક જ સાથે કરીને એક જ ચૂંટણી ગણી હોત તો ભાજપને બે બેઠકો જાળવવા માટે કોંગ્રેસના ધારાસભ્ય તોડવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ હોત, પરંતુ સુપ્રીમના ચૂકાદાથી ભાજપને મોટી રાહત થઇ છે.