કોઈ પણ રોગ ભગાવવાની એક જ દવા, ગુજરાતમાં ગાંડો ક્રેઝ

લીલા શાકભાજીનો રસ અને તાજા ફળોનો રસ આપીને દરદીને રોગ મુક્ત  કરવાની પદ્ધતિ એટલે રસઆહાર ચિકિત્સ અથવા જ્યુસ થેરેપી કહે છે. ગુજરાતમાં આ પદ્ધતિનો વ્યાપ વધી રહ્યો છે. કોઈ રોગ ન મટી શકતો હોય તો તે માટે રસાહારની ભલામણ કરવામાં આવે છે. શરિરને તેનાથી સારો ફાયદો મળે છે. ગુજરાતમાં 50 લાખથી વધું લોકો કાચું ખાઈને પોતાનો ઈલાજ સારો કર્યો છે. નવી ભોજપ પ્રથા તે માટે પ્રચલિત બની છે. સવારે પાણીનો એનિમા, બપોર સુધી કંઈ ખોરાક નહીં, બપોરે લીલા પાનનો રસ, પછી જ્યારે ભૂખ લાગે ત્યારે માત્ર તાજો રસ પીવો એવું આ પદ્ધતિ શિખવનારાઓ કહી રહ્યા છે. જેનાથી શરીર શુદ્ધ થાય છે અને રોગ દૂર થાય છે એવું તેમનું માનવું છે. ગુજરાતમાં આવી 1200 શિબિરો થઈ છે.

વૈજ્ઞાાનિકોએ પ્રયત્નો કરી સિદ્ધ કર્યું છે કે તમે જે કોઈ ફળ કે શાકભાજીનો રસ-ફક્ત રસ આખા દિવસમાં આપો તો તમારા શરીરમાં કોઈ રોગ રહેશે નહીં.

લીંબુથી શરૂઆત થઈ

ખલાસીઓ લાંબી સમુદ્રની સફરે જતા હતા ત્યારે શરિરના રોગો થતાં હતા. તેઓ લીંબુ અને તાજા ફળોનો રસ આપીને સાજા થતાં હતાં. વધારે શોધખોળો થઈ ત્યારે એવું નક્કી થયું કે શરીરને જોઇતા વિટામિન મિનરલ ફાઇબર આ થેરેપીમાંથી મળે છે. 1920થી આ થેરેપીનો વ્યાપ વધતો રહ્યો હતો આજે વિશ્વમાં કરોડો લોકો તેનો ઉપયોગ સારા થવા માટે કરે છે.  ગુજરાતમાં આ માટે 1100 જેટલી શિબિર થઈ છે. જેમાં કાચું અને રસાહાર પર લોકોને રહેવાની સલાહ આપવામાં આવે છે.

શું ફાયદા થાય ?

1 પાચન શક્તિ વધે 2 શરીરની ઇમ્યુનીટી (રોગ પ્રતિકારક શક્તિ) વધે. 3 શરીરમાંથી ઝેરી પદાર્થો, એટલે કે ટોકીસન્સ નીકળે.  4 ચામડીની ચમક વધે, કરચલી ના પડે 5 હોર્મોન એન્ઝાઇમ ન્યુરો ટ્રાન્સ્મીટર્સ અને લોહીનું પ્રમાણ વધે 6 શરીરનું વજન ઓછું થાય. 7 આંખોની ચમક વધે.  8 શરીરને જરૃરી બધા જ તત્ત્વો સોડીઅમ-કેલ્શ્યમ-પોટાશ્યમ કલૉરાઇડઝ મળે એટલે શરીરની તાજગી વધે. 9  શરીરનું મીડીઅમ જ્યુસ થેરેપીમાં આલ્કલાઇન રહે જેથી મગજ, લીવર, કિડની, હૃદય-લગભગ બધા જ અંગો સારી રીતે કામ કરી શકે તેથી સ્ફૂર્તિ લાગે, યાદશક્તિ-જાતીય શક્તિ પાચન શક્તિ સુધરે અને આયુષ્ય વધે.

મર્યાદાઓ

1 લાંબો વખત સુધી આ થેરેપીનો ઉપયોગ ના થઈ શકે કારણ ફક્ત ફળો કે શાકભાજીના રસ લેવાથી શરીરને પૂરતુ પ્રોટીન ના મળે અને શરીર પ્રોટીન વગર ઘસાતુ જાય.

2 પુરૃષને ૨૦૦૦ કેલરી મેળવવા લગભગ 5 લીટર જેટલો ફળો અને શાકભાજીનો રસ લેવો પડે.

3 રસ કાઢવા માટે ખાસ સાધન અને સમય જોઈએ.

ક્યાં ફળો અને શાકભાજીનો રસ લેવો યોગ્ય છે

1 નારંગી + મોસંબી. 2 સફરજન – ચેરી 3 સફરજનક – પ્લમ 4 અનનાસક દ્રાક્ષ 5 ગાજર – ટામેટા – પાલક 6 ગાજર – બીટ 7 અનનાસ – મોસંબી – દ્રાક્ષ – સફરજન 8 કોથમીર – પાલક 9 ગુવાર – પાલમ 10 તડબૂચ – નાળીયેર 11 ટેટી – તડબૂચ. 12 કેળા – સફરજન 13 ચીકુ – પેર – જામફળ, 14 જાંબુ – નાળીયેર – લીંબુ. 15 આમળા – નારંગી-દ્રાક્ષ

 

કયા રોગોમાં રસાહાર ઉપયોગી છે ?

1 એસીડીટી -સરખા ભાગે દૂધી + કોબીનો રસ.

2 માઇગ્રેન -લીંબુ + આદુ

3 ઉલટી ઉબકા -દાડમ + નારંગી.

4 આંખ -ગાજર + બીટ,

5 કબજીયાત -પાલક + કાકડી.

6 કેન્સર -લીલી કે કાળી દ્રાક્ષ ધીરે ધીરે વધારીને ૧ કીલો.

7 બાળકોના કૃમી -લસણ + કાંદા + કોળું.

8 ઉધરસ -લીંબુ + ગાજર + તુલસી.

9 તાવ -લીંબુ + દાડમ + નારંગી.

10 ઝાડા -લીલી + સફરજન + લીલી હળદર.

11 થાક -લીંબુ + નારંગી + પાઇનેપલ.

12 બી.પી. -લસણ + તુલસી + ઘઉંના જવારા