કોગ્રેસનો જૂથવાદ ક્યારેય નહીં અટકે, અર્જુન અહેમદ અને અમિતનું એક લક્ષ્ય

વિશ્લેષણ – વાદ-વિવાદ – દિલીપ પટેલ

ગુજરાત કોંગ્રેસનું નવું પ્રદેશ માળખું 20 નવેમ્બર 2018ના દિવસે જાહેર કરાયું તેને સવા મહિનો થયો નથી ત્યાં વિવાદ શરૂ થયા છે. 382 નેતાઓને પ્રદેશમાં નિયુક્ત કર્યા છે. જેમાં 22 ઉપપ્રમુખ, 43 મહામંત્રી અને 169 મંત્રી છે. તેમ છતાં પ્રદેશના નેતાઓ પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાના ડ્રાઈવ ઈન સિનેમા પાસેના નિવાસ સ્થાને મળ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સામે દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ નેતાઓ ટિકિટ માટે માંગણી કરી રહ્યાં છે. પણ અમિત ચાવડાની નિયુક્તિ રાહુલ ગાંધીએ કરી હોવાથી અહેમદ પટેલના તેઓ કહ્યાગરા નથી. અહેમદ પટેલ ગુજરાત આવે તેના આગલા દિવસે જ કોંગ્રેસના બળવાખોરો એકઠા થયા હતા. અગાઉ ભરતસિંહ સોલંકી સામે તેમને વાંધો હતો હવે અમિત ચાવડા સામે વાંધો છે. જ્યારે જ્યારે કોઈ ચૂંટણી આવે છે ત્યારે અર્જુન મોઢવાડીયા અહેમદ પટેલના ઈશારે ભાજપને ફાયદો કરાવવા મેદાનમાં આવે છે. કોંગ્રેસની ઈમેજ પ્રજામાં બગાડે છે. ફરી એક વખત અહેમદ પટેલે આ બળવાખોરો સામે પગલાં લેવાની કોઈ જાહેરાત પણ કરી નથી. આમ અર્જુન મોઢવાડીયાને ત્યાં એકઠા થયેલા નેતાઓ અહેમદ પટેલને ઈશારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઉપર દબાણ લાવવા માટે એકઠા થયા હતા. એ નોંધનીય છે કે, અહેમદ પટેલ પણ ભાજપના દિલ્હીના નેતાના દબાણ હેઠળ કામ કરી રહ્યાં છે.

ગુજરાત કોંગ્રેસનું નવું માળખું બનાવવા અને બીજી બાબતો અંગે કોંગ્રેસમાં વિવાદો ચાલી રહ્યાં હતા. જે માળખું બનાવાયું છે તેમાં જુના નેતાઓ કે જેમનું પ્રજામાં કંઈ ઉપજતું નથી એવા નેતાઓને લેવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણી જીતાડી ન શકે તેવા આ નેતાઓ છે. તેમ થતાં તેમને રાખવા માટે દિલ્હી ખઆતેના  ગુજરાતના નેતાઓ જવાબદાર છે. ગુજરાતમાં કોંગ્રેસ 13 લોકસભા બેઠક જીતી શકે તેમ છે. પણ વિખવાદો અને ટિકિટોની વહેંચણીના કારણે કોંગ્રેસની ઈમેજ અહેમદ પટેલ પોતે ખરાબ થવા દે છે. તેનું રહસ્ય હવે જાહેર થઈ ગયું છે.

કોણ પીઠબળ પૂરું પાડે છે

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણુંક પછી કોંગ્રેસમાં વિખવાદો વધી રહ્યાં છે. જૂથવાદ વધારવામાં આવી રહ્યો છે. પ્રદેશના નવા માળખાને લઈને અમિત ચાવડા, પરેશ ધાનાણી અને વરિષ્ઠ નેતાઓ વચ્ચે આંતરિક લડાઈ વધી રહી છે. વરિષ્ઠ નેતાઓને એવું લાગે છે કે, તેમની અવગણના થઈ રહી છે. આ નેતાઓ દિલ્હી પર દબાણ કરી રહ્યાં હતા કે તેમને જુથના માણસોને હોદ્દા આપવામાં આવે અને લોકસભાની ટિકિટ આપવામાં આવે. જેને અહેમદ પટેલ પીઠબળ પૂરું પાડી રહ્યાં છે.

17 અસંતુષ્ઠો હવે નકામા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં શરૂ થયેલા ખુલ્લા જૂથવાદના પડઘા દિલ્હી સુધી પડ્યા છે. જસદણની પેટાચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ આ ઉકળાટ થઈ રહ્યો છે. 6 મહિના પહેલા કોંગ્રેસના નેતાઓને ખબર હતી કે જસદણ વિધાનસભાની ચૂંટણી આવવાની છે તેમ છતાં ત્યાં કુવરજી બાળીયાએ મૂકાવેલાં હોદ્દેદારો જ હતા. જે કોંગ્રેસ માટે કઈ રીતે કામ કરી શકે ? હાર માટે અનેક કારણો છે જેમાં આ મહત્વનું કારણ છે. જેને આગળ ધરીને અર્જુન મોઢવાડીયાના નિવાસ સ્થાને 3 કલાક સુધી 17 જેટલાં અસંતુષ્ઠ નેતાઓએ બેઠક કરી હતી. જેમાં 3 નેતાઓને બાદ કરતાં મોટભાગના નેતાઓ કોંગ્રેસ માટે બોજ સમાન હતા. અહેમદ પટેલ નિષ્ફળ

આ બેઠકમાં બેઠકમાં પૂર્વ સાંસદ દિનશા પટેલ, પૂર્વ સાંસદ તુષાર ચૌધરી, કોંગ્રેસના ધારાસભ્યો અલ્પેશ ઠાકોર, શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, ઇન્દ્રવિજય ગોહિલ, સાગર રાયકા સહિતના 17 જેટલા અસંતુષ્ટ નેતાઓ હાજર રહ્યા. તમામ નેતાઓ પક્ષમાં પોતાની ઉપેક્ષાથી નારાજ હોવાનું મનાઇ રહ્યું છે. આ બેઠક અંગે અમિત ચાવડા અને અહેમદ પટેલ અજાણ હતા. અહમદ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં કોઇ નેતાની નારાજગી અંગેની માહિતી મને મળી નથી. જો કે આ ઘરનો મામલો હોઇ ક્યારેક વાસણ ખખડે પણ ખરાં. કોંગ્રેસમાં સબ સલામત છે.આની સાથે-સાથે તેમણે ભાજપ પર નિશાન સાધતાં વધુમાં જણાવ્યું હતું કે બીજી તરફ તો યુદ્ધ ચાલી રહ્યું છે. જે તેમની સંગઠનની નિષ્ફળતા બતાવે છે. પોતાના પક્ષના આટલા નેતાઓ મળી રહ્યાં હોય અને અહેમદ પટેલને ખ્યાલ ન હોય તો તેઓ પોતાના હોદ્દા પર રહેવા માટે લાયક નથી. કોંગ્રેસમાં જુથવાદ વકરે તે માટે અહેમદ પટેલ પોતે ઈચ્છે છે તે આ પરથી સમજાય છે.

અન્યાયની શરૂઆત

પ્રદેશ માળખામાં 382માંથી માત્ર 6 ટકા પાટીદારોને સ્થાન આપવામાં આવ્યું હોવાથી અમિત ચાવડા સામે વિરોધ થઈ રહ્યો છે. જસદણ પેટા ચૂંટણી પહેલા જ પાટીદાર સમાજની નારાજગીથી કોંગ્રેસ કાર્યકરોઅને અગ્રણીઓમાં ચિંતા જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાટીદારોનું વર્ચસ્વ વધારે છે અને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો થયો હતો. તેમ છતાં દરવખતની જેમ મત માટે ઉપયોગ કરીને પાટીદારોને હાંસિયામાં ધકેલી દેવાની રાજકીય પક્ષોની વૃત્તિ હોવાનું ખૂલી ગયું છે. તેવો વિરોધ રાજકોટ કોંગ્રેસ તાલુકા પ્રમુખ સંજય ખૂંટે કર્યો છે. કોંગ્રેસમાં અત્યારે મોટાભાગના મહત્ત્વના પદ પર ક્ષત્રિય કે રાજપૂત નેતાઓ બેઠા છે ને તેઓ પાટીદાર માટે પદ છોડવા તૈયાર ન હોવાની ચર્ચા કોંગ્રેસમાં જ થઇ રહી છે.

અલ્પેશ ઠાકોરની જૂથબંધી સામે વિરોધ

કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને લઈને ગુજરાત કોંગ્રેસમાં વિવાદ ઉભો થયો છે. અલ્પેશ ઠાકોર અંગે કોંગ્રેસના દિગ્ગજોએ ઓગસ્ટ 2018માં હાઈકમાન્ડમાં ફરિયાદ કરી હતી. અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ અલ્પેશ ઠાકોર અંગે હાઈકમાન્ડમાં નારાજગી વ્યક્ત કરી હતી. અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓ સાથે અલ્પેશના સબંધો હોવાની ફરિયાદ કરી હતી. સંગઠનની અને કાર્યક્રમોની બેઠકોમાં પણ અલ્પેશ ઠાકોર ગેરહાજર રહે છે. પરપ્રાંતિય વિવાદમાં કોંગ્રેસે ઘણું સહન કરવું પડ્યું છે તેમ છતા અલેપશ સામે કોઈ પગલાં લેવાયા નથી. વળી તેમણે કોંગ્રેસના બન્ને નેતાઓ સામે પણ બાંયો ચઢાવી છે. અમિત ચાવડા અને પરેશ ધાનાણીને પડકાર ફેંક્યો હોવા છતાં તેમની સામે કોઈ પગલાં આજ સુધી લેવાયા નથી.

બે નેતાઓની જૂથ

કોંગ્રેસના ધારાસભ્યો બે જૂથમાં વહેચાયેલા જોવા મળે છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પણ અનેક ધારાસભ્યોને સંગઠની કામગીરીમાં જોતર્યા છે. પરેશ ધાનાણીને વિધાનસભામાં એકલા પાડવાનો કારસો પણ રચાઈ રહ્યો હતો. જેથી પરેશ ધાનાણી પોતાની રીતે રેલી અને બેઠકો પણ યોજી રહ્યાં હતા. તો પ્રદેશ કોંગ્રેસ સમિતીએ ઝોનલ પ્રભારી, જિલ્લા નિરક્ષકો સાથે બેઠક પણ યોજાઈ હતી. જેમાં પરેશ ધાનાણીએ હાજરી નહોતી આપી. આમ બન્ને નેતાઓ વ્ચચે ટસલ ચાલતી રહે છે. પ્રદેશ માળખું જાહેર કરતાં પહેલાં પણ બન્ને વચ્ચે વિવાદ થયો હતો તેથી દિલ્હીથી બન્ને વચ્ચે સમજૂતી કરાવાઈ હતી. બન્ને હોદ્દેદારો રાહુલ ગાંધીની પસંદ હોવાથી તેમને પરેશાન કરવા માટે દિલ્હી ખાતેના ગુજરાતના નેતા વારંવાર રાજરમત રમે છે. 27 માર્ચ 2018થી અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ બન્યા છે તે અહેમદ પટેલને પસંદ પડ્યું નથી. પરેશ ધાનાણીએ હવે અર્જુન મોઢવાડીયા થકી ગુલંટ મારી છે અને અહેમદ પટેલના ઝબ્ભાનો છેડો પકડી લીધો છે.

12 શહેર પ્રમુખ સામે વિવાદ

12 શહેરોના નવા કોંગ્રેસ પ્રમુખ નિયુક્ત કર્યા છે ત્યારથી શહેરોમાં કોંગ્રેસ વિવાદ શરુ થયો છે. રાજકોટ શહેર કોંગ્રેસમાં સારું કામ કરતાં પ્રમુખ ઈન્દ્રનીલ રાજ્યગુરુના રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખને લઈને પણ વિવાદ ઊભો થયો હતો. નીરવ બક્ષીને હાંકી કાઢીને અમદાવાદ શહેર કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે શશીકાંત પટેલને મૂકતાં કોંગ્રેસી કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી. કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે કાર્યકરોએ રોષ વ્યક્ત કર્યો હતો. પ્રદેશ કાર્યાલય પર અમિત ચાવડાની પત્રકાર પરિષદ ચાલી રહી હતી તે વખતે 150થી વધુ કાર્યકરોએ હોબાળો મચાવી સૂત્રોચ્ચર કર્યા હતા. અમિત ચાવડાની નેમ પ્લેટ પણ ઉખાડી નાખી હતી. કોંગ્રેસ નેતાના ફોટો પણ ફાડી નાખ્યાં હતા. અમિત ચાવડા સ્થળ છોડીને ચાલ્યા ગયા હતા. શિસ્તભંગ કરનાર કાર્યકરો સામે પાર્ટી પગલાં ભરશે. એવી જાહેરાત છતાં આજ સુધી પગલાં ભરાયા નથી. પક્ષમાં ચાલી રહેલો આ વિખવાદ આગામી ચૂંટણીમાં પણ અસર પાડી શકે છે.

પરિવાર વાદ

અમિત ચાવડા, પરેશ ધાનાણી અને વિરજી ઠુમ્મર પર પરિવારવાદનો આરોપ 3 નવેમ્બર 2018માં લગાવવામાં આવ્યો હતો. જૂથવાદનો દાવાનળ ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા કેટલાય મહિનાઓથી ભભૂકી રહ્યો છે, જેને શાંત કરવા અમિત ચાવડાએ ક્યારેય પ્રયાસ જાહેર કર્યા નથી. શંકરસિંહે કોંગ્રેસ છોડી, શક્તિસિંહ ને ગુજરાતમાંથી કાઢીને બિહાર મોકલી દીધા, અર્જુન મોઢવાડીયા પાસે કોઈ કામ રહેવા દીધું નથી. પરેશ ધાનાણીને સારી રીતે કામ કરવા દેવામાં આવતાં નથી. ભરતસિંહ સોલંકી કહે એટલું જ તેમના ભાઈ અમિત ચાવડા કરી રહ્યાં છે. અમરેલીના નેતા દિપક માલાણી એ પરેશ ધાનાણી અને ઠુમ્મર પર પરિવાર વાદનો આરોપ મૂક્યો હતો. અમરેલી જિલ્લામાં કોંગ્રેસનો આંતરિક કલેહ જાહેર કર્યો હતો. આ ત્રણેય કોંગ્રેસ અગ્રણીઓએ મળીને તેઓને એપીએમસીની ચૂંટણીમાં હરાવવા માટે પ્રયત્ન કર્યા હતા. ત્રણેય કોંગ્રેસ અગ્રણી પરીવારવાદ ચલાવે છે. કોંગ્રેસે દિપક માલાણીનાં પરિવારને ટીકીટ આપી જ છે. કોંગ્રેસ પક્ષથી નારાજ થયેલા દીપક માલાણીએ અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસ ભવનની સામે ધરણા પણ કર્યા હતા.

કુંવરજી બાવળિયા અને ઈન્દ્રનિલને ન સાચવી શકાયા

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સામે હિંમત પૂર્વ વિધાનસભાની ચૂંટણી લડનારા ઈન્દ્રનિલ રાજ્યગુરૂને અમિત ચાવડા સાચવી શક્યા નથી. તેઓ કોંગ્રેસ છોડીને ગયા પણ તેમને મનાવવા માટે કોઈ જાહેર પ્રયાસો કરાયા નથી. વળી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપે તેમને પ્રધાનપદની લાલચ આપી છે. તેઓ વિરોધ પક્ષના નેતા કે કોંગ્રેસ પ્રમુખ બનવા માંગતા હતા. પણ અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ બનાવાયા બાદ આ ભડકો થયો હતો. જેમાં ભરતસિંહ સોલંકીનો મહત્વની ભૂમિકા રહી હતી.

લોકસરકારનો વિવાદ

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ લોક સરકાર બનાવી તો તેનો વિરોધ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કર્યો હતો. લોક સરકારની રચના કરીને ગુજરાતની ભાજપ સરકારની સમાંતર પ્રધાનમંડળની રચના કરી લોક સરકાર એપ દ્વારા રાજયભરના લોકોના પ્રશ્નો જાણી તેના ઉકેલ લાવવા માટે બનાવી હતી. પણ આંતરિક વિખવાદના કારણે કામગીરી કે કાર્યાલય શરૂ થઇ શકયું ન હતું. સરકારને ભિડવવા ગયેલી કોંગ્રેસ આંતરિક રીતે ભીડાઈ હતી. પછી અહેમદ પટેલે લોકસરકાર બનાવવા પ્રયાસો કર્યા હતા. રોહન ગુપ્તાની આઈટી સેલ વિખેરી નાંખી તો તેના લોકોને પરેશ ધાનાણીએ પોતાની સાથે લઈ લીધા હતા. લોક સરકાર દ્વારા પ્રદેશ કોંગ્રેસ સમિતિની સમાંતર કામગીરી થતી હોવાથી અમિત ચાવડાએ વિરોધ કર્યો હતો. જો તે સારી રીતે કામ કરતી થઈ હોય તો સરકાર માટે મુશ્કેલી થઈ શકે તેમ હતી.