રાજ્યની સરકારી યુનિવર્સિટી અને યુનિવર્સિટી સંલગ્ન સરકારી- બિનસરકારી અનુદાનિત કોલેજોના શૈક્ષણિક કર્મચારીઓને કેન્દ્રીય સાતમા પગાર પંચની ભલામણ મુજબ પગાર સુધારણાનો લાભ સ્કેલ ટુ સ્કેલ આપવાનો નિર્ણય કર્યો છે. આવા કર્મચારીઓને તા. ૧ જાન્યુઆરી-ર૦૧૯થી સાતમા પગાર પંચ મુજબના પગાર ધોરણ મુજબ પગાર
ચુકવવામાં આવશે. જ્યારે કે તા. ૧ જાન્યુઆરી-ર૦૧૬થી તા. ૩૧ ડિસેમ્બર-ર૦૧૮ સુધીના પગાર ભથ્થા પેટે ચુકવવાની થતી એરિયર્સની રકમ ભારત સરકાર તરફથી મળવાપાત્ર તફાવતની રકમ મળ્યા બાદ રાજ્ય સરકાર નિયત કરે તે મુજબ
ચુકવવામાં આવશે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે તા.૧/૧/ર૦૧૬ થી તા.૩૧/૩/ર૦૧૯ સુધીનું કુલ એરિયર્સ ૯૦૪.ર૧ કરોડ
રૂપિયા ચુકવવાનું થાય છે તે પૈકી ભારત સરકાર પાસેથી પ૦ ટકા લેખે રૂપિયા ૪પર.૧૧ કરોડ મળવાપાત્ર થશે.