ગુજરાતમાં સચિવાલયના વિવિધ વિભાગોમાં, સ્વર્ણિમ સંકુલમાં અનેક ‘વિપુલો’ને ભાજપ સરકારે વહિવટકર્તા નીમ્યા છે. ભાજપના શાસનમાં ગુજરાતમાં આર્થિક ગુનાખોરીનો આંક આસમાને છે. કરોડો રૃપિયાના કૌભાંડીઓને રાજકીય આશ્રય આપીને ભાજપે સુવ્યવસ્થિત રીતે ધનસંગ્રહ યોજનાનું વ્યવસ્થાતંત્ર ઉભું કર્યું છે તેવો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. તેમ ગુજરાત કોંગ્રેસે જણાવ્યું છે કે, ‘ભાજપના શાસનમાં ભય-ભૂખ, ભ્રષ્ટાચાર કેન્દ્ર સ્થાને છે. સામાન્ય અને મધ્યમ વર્ગ દરરોજ કોઇને કોઇ પોંઝી સ્કિમમાં કરોડો રૃપિયા ગુમાવે છે. આ પોંઝી સ્કિમના વહીવટકર્તાઓ દેશ-વિદેશમાં મજા કરે છે. તાજેતરમાં સીબીઆઇના ડીઆઇજીએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં પૂર્વ કેન્દ્રિય રાજ્યમંત્રી-ભાજપના વરિષ્ઠ સાંસદ હરિભાઇ ચૌધરી સાથે આર્થિક વહિવટનો પર્દાફાશ કર્યો છે.
કરોડો રૃપિયાના આર્થિક વહિવટમાં વિપુલ કરીને એક વ્યક્તિનો ઉલ્લેખ થાય છે, જે રાજ્યના વરિષ્ઠ મંત્રીના અંગત મદદનીશ તરીકે ફરજ બજાવતા હતા. આમ છતાં આજ દિન સુધી લાંચ રિશ્વત વિરોધી બ્યુરો દ્વારા કેમ કોઇ પગલાં લેવાયા નથી? ભાજપ સરકાર સાથે જોડાયેલી વ્યક્તિ માટે એક નિયમ અને સામાન્ય નાગરિકો માટે બીજો નિયમ હોય તેમ જણાય છે.
ેછેલ્લા સાત દિવસમાં સીબીઆઇના ડીઆઇજીએ ભાજપના પૂર્વ કેન્દ્રિય રાજ્ય મંત્રી-ભાજપના વરિષ્ઠ સાંસદ સાથેના પત્તા ખોલી નાખ્યા છે. આ સંજોગોમાં પૂર્વ કેન્દ્રિય મંત્રી, ભાજપના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ભાજપ અધ્યક્ષ મૌન ધારણ કરીને બેઠા છે. ચૂંટણી વખતે બૂમબરાડા પાડીને સભા ગજવતા નરેન્દ્ર મોદી સત્તા મળતાં જ પોતાના કેન્દ્રિય મંત્રીના ભ્રષ્ટાચાર અંગે વડાપ્રધાન કાર્યાલયને માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો છે. ‘ભાજપના શાસનમાં ભરપૂર કૌભાંડો કોંગ્રેસ
કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપ અનુસાર ભાજપના શાસનમાં છેલ્લા કેટલાક સમયમાં ગુજરાતમાં થયેલા કૌભાંડો આ મુજબ છે.
: જમીન વિકાસ નિગમના કાર્યાલયમાં જ લાખો રૃપિયાની લાંચની નોટ પકડાય.
: વરિષ્ઠ મંત્રીના કાર્યાલયમાં જ તલાટી ભરતી કૌભાંડનો રેલો નીકળે.
: રૃ. 4 હજાર કરોડના મગફળી કૌભાંડના તાંતણા મુખ્યમંત્રી કાર્યાલય-કૃષિ મંત્રી સુધી પહોંચે.
: વરિષ્ઠ મંત્રીના અંગત મદદનીશ કરોડો રૃપિયાના આર્થિક વહિવટમાં પૂર્વ કેન્દ્રિય મંત્રી સાથ સંપર્ક નીકળે.