રાજ્યની રૂપાણી સરકાર ખંડણીખોર, બુટલેગર અને ખેડુત સાથે સરખો વહેવાર કરી રહી છે, તમામ ક્ષેત્રે નિષ્ફળ જતી આ રાજ્ય સરકાર ૨૦૧૯ની ચુંટણીની જરુરીયાતની રાજનીતિ તરફ ઉતરી પડી છે, ભાવનગરના મહુવા તાલુકાના ગામોની ખેડુતોની જમીન જુટવવા માટે માત્ર ઉદ્યોગપતિઓના ખોળે બેઠેલી સરકારએ ઉદ્યોગપતિઓની જરુરીયાતને પરિણામ સુધી લઈ જવા ખેડુત ભાઇ-બહેનો ઉપર બેરહમીથી લાઠીચાર્જ અને સ્ટીયરગેસના ગોળા છોડ્યા અને નિર્દયતાપુર્વક ૧૦૦ થી ખેડુત ભાઇ-બહેનોને ઘાયલ કર્યા, અને સૌ ખેડુતો અનુભવ્યુ કે આ ભાજપાની રૂપાણી સરકારમા અંગ્રેજ સરકારનુ ભુત દાખલ થઈ ગયુ છે, ઉપરાંત ૧૫૦ થી વધુને પોલીસ ઉઠાવી જેલમા પુર્યા એટલુ જ નહી તેમની ઉપર રાયોટીંગનો ગુનો નોંધવાની વિચારણા આ રૂપાણી સરકાર રહી છે, આ છે કહેવાતી ખેડુતોની રૂપાણી સરકારના કારનામા, આ અમાનુશિભર્યા પગલાની હું એક ખેડુતના દીકરા તરીકે ઘોર શબ્દોમાં નિંદા કરુ છું અને વખોડુ છું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનહરભાઈ પટેલ જણાવે છે કે, ખેડુતોની ઇજ્જત, આબરુ, આજીવિકા તથા સ્વમાન અને સન્માન સાથે ખેતીની જમીનના માલીક હક્ક જે તે વખતની કોંગ્રેસની સરકારે આપી હતી, અને ભાજપાને આ ખેતીની જમીનના માલીકો હવે ઉદ્યોગપતિઓ બને તેવા મલીન ઇરાદાની ચાલ આ ભાજપાની રુપાણી સરકારની ચાલી રહી છે, અને તમે જુઓ જ્યારથી ભાજપા સરકાર કેન્દ્રમા આવી ત્યારથી તેનો ડોળૉ ખેતીની જમીન ખેડુતો પાસેથી એનકેન પ્રકારે પડાવી લેવી તે દિશામા કામ કરી રહી છે, ૨૨ વર્ષમા ભાજપા સરકારે ઇરાદાપુર્વક જ ખેડુતોને માગે ત્યારે વિજળી ન આપી, જરુરીયાત મુજબ પાણી ન આપવુ, અતિવૃષ્ટી કે અનાવૃષ્ટીમા પાક વિમો ન આપવો, અને પાકનો પોષણક્ષમ ભાવ ન આપવો આ ચાર વસ્તુ ન આપવાનુ કારણ જ દેખાડે છે કે આ મોદી /રૂપાણી સરકારોને ખેતીને જીવંત રાખવામા કેટલો રસ છે, હવે આ ચાર બાબતોની સરકાર પુરતી ન કરવામા આવે તો ખેડુત ખેતરમા કઈ રીતે ઉભો રહી શકે ? એટલે ૨૦૦૨થી મોદી સરકારની મેલી મુરાદ ખેડુતો પાસેથી જમીન પડાવી લેવાનો આ ચાર બાબતના પ્રશ્નોમા હતો, આમ છતા ખેડુતોએ જમીન ન છોડી તો ખેતીની જમીન ખેડુતો પાસેથી આચકી લેવાનો કાયદો લાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે પરંતુ કોંગ્રેસ આ ખેડુત વિરોધી કાયદાની સંપુર્ણ વિરોધ કરે છે અને ખેડુતોની જમીન
જુટવવાના ભાજપાના મનસુબાને સફળ થવા નહી દે. આ મુદ્દાને લઈને કોંગ્રેસ પક્ષ ખેડુતોના હક્કોની રક્ષા અને પ્રશ્નો માટે સતત લડતી આવી છે અને લડશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનહરભાઈ પટેલ વધુમાં જણાવે છે કે, ડૉ. સ્વામીનાથનના રિપોર્ટ બાબતે ખેડુતો અને જનતાને ગુમરાહ કરવાનુ ભાજપા બંધ કરે અને કોંગ્રેસ પર પ્રહારો કરવાને બદલે ભાજપા સરકારો ખેડુતોના પ્રશ્નો ઉકેલવાની સંવેદના પોતાના નિર્ણયોમા દેખાડે……ખેડુતોના દેવા માફી અંગે ગલાતલા મારતી ભાજપાને મારે કહેવુ છે કે કે જો તમે ડો સ્વામીનાથનના રિપોર્ટને અનુસરવાની વાત આગળ વધારી હોય તો ડો સ્વામીનાથનની પહેલી ભલામણ ખેડુતોના દેવા માફી કરવાની છે, આ ઉપરાંત તેમને ખેડુત ઉત્થાન માટે બીજી અનેક ભાલામણ કરી છે જેવી કે,
મહિલાઓને પણ કિસાન ક્રેડિટકાર્ડ આપવું
પાક સાથે પશુઓને પણ વિમો આપવો
ઓછી કિંમતે સ્વાસ્થ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવી
રાજય કક્ષાએ કિશાન આયોગ બનાવો
ગામડાંઓમાં માળખાગત સુવિધાઓમાં વધારો કરવો
જમીનની ગુણવત્તા સુધારવી, સિંચાઇ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું
કૃષિ ઉત્પાદનમાં બજારોમાં સુધારો કરવો.
દેશમાં કૃષિ ઉત્પાદન માટે સંકલિત બજારની રચના કરવી.
બજારલક્ષી કૃષિ સંશોધન પર ભાર મૂકવો
સંસ્થાકિય ધિરાણ વધુ સરળ બનાવવું
કૃષિ જોખમો સામે રક્ષણ પુરૂ પાડતી વ્યવસ્થા સુધ્ધ બનાવવી.
તેમને નીચે મુજબના સુચનો રાજ્ય સરકારને કર્યા છે
1. રૂ.૩ લાખ સુધીની ક્રોપ લોન વધારીને ૫ લાખ કરવી.
2. દુર્ઘટના વખતે પાક નુકશાન, જમીનનું ધોવાણ, પાલતુ પ્રાણીઓની જાનહાનિ વગેરેમાં સહાયનું ધોરણ સમયાંતરે બદલવું જોઇએ
3. કુદરતી આપદામા વાવેતરમાં થયેલા નુકશાનને વીમામાં સ્થાન આપવું.
4. દેવાદાર ખેડુતો માટે પણ પાકવીમા યોજના હોવી જોઇએ. વીમા કંપનીઓએ ઓછામાં ઓછા ૨૦% ધિરાણ ન ધરાવતા ખેડુતોને લાભ આપવો જોઇએ.
5. ખેડુતોને વીમાં કંપનીની પસંદગીનો હક આપવો જોઇએ. પાક નુકશાનનું મૂલ્યાંકન સ્વતંત્ર્ય સંસ્થાઓ દ્વારા સરકારી દેખરેખમાં થવું જોઇએ.
6. બારમાસી બાગાયતી પાકોને પણ ચોક્કસ પ્રીમિયમમાં આવરવા જોઇએ.
7. ખેત પેદાશોના વળતરનું મૂલ્યાંકન સિઝન પૂર્ણ થાય તે પહેલાં કરી ટેકાના ભાવ નક્કી થવા જોઇએ. વેચાણ વ્યવસ્થામાં વચેટીયા હટાવી દેવા જોઇએ.
8. ટપક સિંચાઇ પદ્ધતિમાં ૭૦% સહાય અપાય છે, પણ જીએસટી લાગતા ૫૫% જ સહાય મળે
છે, તેથી આમાંથી જીએસટી કાઢી નાખવો જોઇએ.
9. ટેકાના ભાવે મોડા જાહેર થાય છે, જેમાં ખેડુતો ન ફાવે.
આ સુચનો ઉપરાત આ તજજ્ઞોની સમિતિએ ખેતીમા વપરાતા ઇનપુટ્સ પર નીચે મુજબના કર (GST) લેવામા આવે છે તે તમામ ઇનપુટસ પરના કર (GST) નાબુદ કરવાની ભલામણ કરવા આવે છે.
જંતુનાશક દવા 18% થી 28%
રાસાયણિક ખાતર 5%
દવા છાંટવાનાં સાધનો 12%
ડ્રીપ ઇરીગેશન સાધન 12.5%
ટ્રેક્ટર 12%