ખડમોરનો શિકાર વધી રહ્યો છે

ઓડિટી તરીકે ઓળખાતા બસ્ટર્ડ એટલે કે ખડમોર 4થી 5 કરોડ વર્ષથી પૃથ્વી પર છે. પણ હવે માણસની વિઘાતક પ્રવૃત્તિના કારણે તે નાશ થવા તરફ જઈ રહ્યાં છે. હવે બહુ ઓછા ખડમોર ભારત અને ગુજરાતમાં બચ્યા છે. ભારતની ભૂમિ પર છ જાતના ખડમોર જોવા મળે છે- ગ્રેટ ઈન્ડિયન-ઘોરાડ, લેસર ફ્લોરિકન-ખડમોર, બેંગાલ ફ્લોરીકન-હુબારા ગ્રેટ બસ્ટાર્ડ અને લીટલ બસ્ટાર્ડ છે. ખડમોર, ટિલોર, ખડતેતર, ખડકૂકડી, ડુંબારોના નામે ભાવનગરના લોકો ઓળખે છે. કચ્છમાં ટીલૂર અને હિંદીમાં લીખ તરીકે ઓળખાય છે. રક્ષિત સૂચિ 1 પ્રમાણે છે. એક સમયે તે ભારતમાં બધે જ મોટા પ્રમાણમાં જોવા મળતું પક્ષી હતું. વિશ્વના 50 ભયગ્રસ્ત પક્ષીમાં ઘોરાડ આવે છે. વિશ્વમાં 1998 સુધીમાં 107 જાતના પક્ષીઓ નાશ પામ્યા છે. તેથી તેની જાળવણી કરવાની જવાબદારી ગુજરાતની વધી જાય છે. શિકારના કારણે તેનો નાશ થઈ રહ્યો છે. ગુજરાતમાં કાળિયાર અભયારણ્ય અને આસપાસમાં આવા માંડ 40 પક્ષીઓ જોવા મળે છે. તેને ઊંચું ઘાસ હોય એવા મેદાનો પસંદ છે. ગુજરાતમાં પ્રથમ વરસાદ પડતાં તે ચોમાસામાં તે ગુજરાત આવે છે, પ્રજનન કરવાનો તેમનો સમય હોવાથી નરની વિષેશ નૃત્ય શૈલી જોવા જેવી હોય છે. તે જમીનથી 1.5થી 2 મીટર સુધી ઊંચા કુદકા મારે છે. તેને ભાલના લોકો ખડમોરની આખળી કહે છે. જે પોતાન માલિકી ક્ષેત્ર બતાવવાની ચેતવણી હોય છે. જ્યારે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે તો તે આખો દિવસ કુદકા મારે છે. એક દિવસમાં 500થી વધું કુદકા મારતો હોવાની ગણતરી કરવામાં આવી છે. તે શાકાહારી ઉપરાંત ગરોળી, સાપના નાના કણા, દેડકા ખાય છે. ધર્મકુમારસિંહે તેનો ઊંડો અભ્યાસ કર્યો છે.
એક જ ખડમોર વારંવાર આવતાં નથી
1943થી 1949 સાત વર્ષ દરમિયાન 489 નર ખડમોરને તાંબાની રીંગ તેમણે પહેરાવી હતી. ફરી વખત તે જ પક્ષી પકડાયા હોય એવા માત્ર 18 પક્ષીઓ જ હતા. જે બતાવે છે કે એક જ પક્ષી વારંવાર એજ સ્થળે આવતું નથી. તે ઘાસ જોઈને આવે છે. કાળીયાર અભયારણ્ય, કચ્છ, સુરેન્દ્રનગર મળીને કૂલ 100થી વધારે ખડમોર રહ્યાં નથી. તેના ઈંડાનો નાશ થાય છે અને સેક્સ પાવર વધારવા તેનો શિકાર થાય છે.
વસતી ગણતરી શરૂં થઈ
ખડમોરની વસતી ગણતરી સરળ હોવાથી ફરી એક વખત ગુજરાતમાં વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, ભાગ અને આસપાસના ઈકો ઝોનમાં ચોમાસા દરમિયાન કરવામાં આવશે. 30 જૂલાઈ 2018માં ભાવનગર યુનિવર્સિટી હોલ ખાતે વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટિયૂટ ઓફ ઈન્ડિયા અને ગુજરાતના વન વિભાગ દ્વારા ખડમોર અંગે સેમીનાર શરૂ થયો હતો. 31મી જૂલાઈ અને 1 ઓગસ્ટ 2018ના રોજ ખડમોરની વસતી ગણતરી કરવામાં આવશે. આ ગણતરી પૂરી થયા બાદ ગુજરાત સરકાર પોતાની અલગથી વસતી ગણતરી વન વિભાગ દ્વારા કરવામાં આવશે.
એક વર્ષ માત્ર 27 ખોડમોર રહ્યાં હતા
ભારતમાં 1982માં 57 ચોરસ કિ.મી. વિસ્તારમાં 65 નરની વસતી હતી. 1989માં 206 ચો.કી.મી. વિસ્તારમાં 90 નર ખડમોર હતા. 1994માં 279.48 ચો.કી.મી. વિસ્તારમાં 161 હતા અને 1999માં 328 ચો.કી.મી. વિસ્તારમાં 303 નર ખડમોર હતા. ભારતમાં કૂલ નર-માદા સાથે 1982માં વસતી 4374 હતા જે 1999માં ઘટીને 3530 થઈ ગયા હતા તે પહેલાના વર્ષોમાં તો વસતી સાવ અડધી થઈ ગઈ હતી. બે દાયકામાં 50થી 70 ટકા વસતી ઘટી હોવાનો પક્ષી નિષ્ણાંતોનો મત છે. વસતિ ગણતરી કરતાં નિષ્ણાંતોએ કાળીયાર અભયારણ્યમાં જોયું હતું કે 22 ઈંડા હતા જેમાં 10 ઈંડા તો ઘાંસ ચરતા પ્રાણીઓ દ્વારા કચડાઈ ગયા હતા. 2000થી 2008 સુધી આઠ વર્ષમાં 50 જેટલાં પક્ષી નોંધાતાં રહ્યાં છે. 2002માં ભારેવરસાદના કારણે ખડમોર આવ્યા ન હતા. 2014માં પ્રથમ વરસાદ બાદ બીજા વરસાદ વચ્ચે દોઢથી બે મહિનાનો મોટો ગાળો પડી ગયો હોવાથી ઘોરાડ અન્ય સ્થળે જતાં રહ્યાં હતા. તેથી માત્ર 27 ખડમોર નોંધાયા હતા. જે 13 વર્ષમાં સૌથી ઓછા હતા. વિશ્વમાં 8635 જાતના પક્ષીઓ છે. જેમાં ભારતમાં 1200 (પેટાજાતિ સાથે 2100) અને ગુજરાતમાં 425થી 445 જાતના પક્ષીઓ જોવા મળે છે.
5000 કાળીયાર અને 50 ખડમોર
કાળીયાર અભયારણ્યમાં 7.57 ચો.કિમી ગીચ ઘાસ જોવા મળે છે અને 9.91 ચો.કિ.મી. છૂટાછવાયા ઘાસ જોવા મળે છે. છેલ્લા દોઢ દાયકામાં વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 2006માં 30 અને વર્ષ 2008માં સૌથી વધુ 66 લેસ્સર ફ્લોરિકન વર્ષાઋતુ દરમિયાન જોવા મળ્યા હતા. 2014માં માત્ર 27 લેસ્સર ફ્લોરિકન જ નોંધાયા હતા. અમદાવાદથી 160 કિ.મી. દૂર આવેલાં કાળિયાર વેળાવદર અભયારણ્યમાં 187 જાતના પક્ષી જોવા મળે છે. ઉપરાંત જંગલી બિલાડી, શિયાળ, સો સ્કેલ્ડ વાઈપર, કોબ્રા, ક્રેઈટ, ધામણ, ટ્રીકેટ જેવા સાપ છે. એવા હતા જ્યારે આ પંખીઓની સંખ્યા 50 કે તેથી વધુ નોંધાઈ હતી. ભારતનો કાળિયાર માટેના એકમાત્ર આ નેશનલ પાર્કનો એરિયા 34.8 ચો.કિ.મી.નો છે. જોકે કાળિયાર માત્ર આ નેશનલ પાર્કના એરિયા પૂરતા જ સીમિત નથી. આસપાસના આશરે 35 કરતાં વધુ ગામોના વિસ્તારમાં કાળિયાર મોટી સંખ્યામાં જોવા મળે છે. મોટા ભાગની પડતર (વેસ્ટ લેન્ડ) જમીન છે. સ્થાનિક લોકો અને વન વિભાગના અધિકારીઓના કહેવા મુજબ નેશનલ પાર્કમાં હાલ બે હજાર જેટલા અને આસપાસના વિસ્તારમાં આશરે 3500 જેટલા કાળિયારની વસતી હાલ હોવાનો અંદાજ છે. હાલ આસપાસના ગામ લોકોની મદદ કાળિયારની વસતીને 5,000 સુધી થઈ છે. ધોલેરા સરના કારણે 5000 કાળિયાર અને 50 ખડમોર માટે આફત આવવાની છે.

ભાજપના પ્રધાનો નિકંદન માટે જવાબદાર ઠરશે
કાળીયાર સેન્ચ્યુરી આસપાસ માટે ગુજરાત અને કેન્દ્ર સરકારે 750 ચો.કિ.મી.નો ઈકો ઝોન જાહેર કર્યો હતો. પણ ધોલેરા સર અને નિરમા સોલ્ટના બચાવવાની જીદના કારણે ભાજપ સરકારે પાંચ પ્રધાનોની સમિતિ બનાવી તેના અહેવાલના આધારે ગેરકેયદે ઈકો ઝોન ઘટાડીને માત્ર 39 ચો.કિ.મી.નો કરી નાખ્યો છે. સમિતિમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ચીમન સાપરીયા હતા અને ભાજપના ધારાસભ્ય વિભાવરી દવેએ સમિતિ સમક્ષ નિરમા અને ધોલેરાની તરફેણ કરવા કહ્યું હતું કે કાળીયાર અભયારણ્યમાં કાળીયાર જ નથી. વેળાવદર નેશનલ પાર્કમાં માત્ર કાળિયાર જ જોવા નથી મળતાં, પણ વરુ, જંગલી બિલાડી પણ મોટી સંખ્યામાં છે. આ ઉપરાંત દુર્લભ એવા સાઈબીરિયન પક્ષીઓ પણ જોવા મળે છે. ખડમોર – લેસર ફ્લોરિકન મોટી સંખ્યામાં જોવા મળે છે. આ એરિયામાં નાના તળાવડાઓ અને ખાડી હોવાથી ત્યાં ચોમાસામાં અને શિયાળામાં પાણી ભરાયેલું રહેતું હોવાથી યાયાવર પક્ષીઓ માટે આ ઉત્તમ સ્થળ બની ગયું છે.
કચ્છમાં ખડમોર
પાટડીના બજાણા રણના પણ ખડમોર જોવા મળ્યું હતું. કચ્છમાં અબડાસા અને માંડવીના વિસ્તારમાં 100 થી વધુ ખડમોર નોંધાયા હતા. 2017માં 10થી પણ ઓછા પક્ષીઓ આવ્યા છે. નલિયાના ઘાસિયા મેદાનોમાં 1994માં 36 ખડમોર નોંધાયા હતા. શાંતિલાલ વરુએ 1999માં 64 નર ખડમોરને જોયા હતા.

કચ્છમાં ખડમોર માટે ખાસ કોઈ સંવર્ધન યોજના કે બજેટ ફાળવાયું નથી. છેલ્લે 20 વર્ષ અગાઉ શ્રી વોરા નામક વન અધિકારીના નેતૃત્વમાં 61 પક્ષી ગણાયા હતા. આમ તો ખડમોર અને હોબારા બન્નીમાં શિકારના ભોગે નાશ પામ્યા હોવાનું માનવામાં આવે છે. એશિયાનાસૌથી મોટા બન્નીના ઘાસિયા મેદાનમાં ખડમોરની સંખ્યા નોંધપાત્ર હતી, જો કે શિકારી પ્રવૃતિઓ થકી હાલની પરિસ્થિતિમાં ત્યાં ખડમોરની સંખ્યા નહિવત આવીને ઉભી રહી ગઈ છે. અહીં હોબારા એટલે મેકવીન બસ્ટાર્ડનો પણ બેફામ શિકાર થઇ રહ્યો છે, બસ્ટાર્ડના શિકાર બાદ તેનું માંસ આરોગવાથી સેક્સ સમયે સંભોગમાં જાગૃતિ ઉપજાતી હોવાનું ભ્રામક કથન વસ્તી ઘટવા પાછળ જવાબદાર છે. પ્રજનનકાળદરમિયાન નર ખડમોર ઘાસમાં ઊભીને હવામાં 8થી 10 ફૂટ ઉંચા ઠેકડા મારે છે. દરમ્યાન તે દેડકાંની જેમ અવાજ કાઢીને માદા ખડમોરને આકર્ષવાના પ્રયાસો કરે છે. નર ખડમોર તેની સંવનન માટે માદાને રીઝવવાની અનેરી કળા થકી વિશ્વપ્રસિદ્ધ છે. કચ્છમાં વર્ષ 2011માં જ્યાં 100 નોંધાયા હતા ત્યાં વર્ષે 10 ખડમોર આવ્યા હતા. 2011માં દેશની ટોચની સંસ્થાઓ દ્વારા થયેલા સરવે મુજબ અબડાસા અને માંડવીના વિસ્તારને આવરતા 150 ચો.કિ.મીના વિસ્તારમાં 100 જેટલા નર ખડમોર નોંધાયા હતા.