ખેડા લોકસભામાં ભાજપને જીતાડવા માટે કોંગ્રેસના આગેવાનનું ષડયંત્ર

ખેડા જિલ્લા કોંગ્રેસ ના ઉમેદવારની જાહેરાત કરવામાં ખેડા જિલ્લાના પીઢ કોંગ્રેસી અગ્રણી અને તેના કાર્યકરો દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓની બદનામીનું ષડયંત્ર કરવામાં આવતા ખેડા જિલ્લામાં આ નેતા પોતાની મહત્વાકાંક્ષા પોષવા અને વિરોધી પક્ષ ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને જીતાડવાના લક્ષ્યમાં કોંગ્રેસ ઉપર કુઠારાઘાત કર્યો હોવાનું કાર્યકરોમાં ચર્ચાની કેન્દ્રમાં ખેડા જિલ્લા માં લોકસભા બેઠક માટે ,મહુધાના ધારાસભ્ય નટવરસિંહ ઠાકોર દ્વારા પોતાની દાવેદારી પ્રસ્થાપિત કરી હતી અને બાદમાં અનેક લોકોના નામ પણ દાવેદાર તરીકે બહાર આવવા લાગ્યા હતા જેમાં દિનશા પટેલે પોતે ચૂંટણી મેદાન માં નથી તેવી સ્પષ્ટ કર્યું હતું જયારે કોંગ્રેસ છોડી ગયેલા અને પરત ફરવા માંગતા ભારતસિંહ પરમારને પણ પક્ષમાં સામેલ થતા અટકાવવા માટે પ્રયાસો કર્યા હતા અને પ્રદેશ નેતાગીરી દ્વારા ખેડા લોકસભા માટે ઉમેદવાર ના નામ મોકલવા માટે જણાવવામાં આવ્યું હતું ખેડા જિલ્લામાં પોતાનું મહત્વ કાયમ માટે જળવાઈ રહે અને વિરોધી પક્ષ માં પણ પોતાની વગ કાયમી ધોરણે સચવાઈ અને પોતાના પરિવાર માટે રાજકારણ કાયમી ધંધો બની રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે જેમાં પ્રથમ પ્રયાસ રામસિંહ પરમાર કોંગ્રેસ છોડી જતા તેમના સ્થાને કાંતિભાઈને ટિકિટ અપાવવાના સફળ પ્રયાસ કર્યા હતા જોકે ભાજપના જિલ્લા પ્રમુખ અને સાંસદ દ્વારા પણ કાંતિભાઈ પરમાર સાથેના સુંવાળા સબંધ ખેડા જિલ્લામાં છુપા નથી ત્યારે કાંતિભાઈને કોંગ્રેસની ટિકિટ અપાવી દેવામાં બંને નેતાઓ પક્ષને બદલે પોતાના ભવિષ્યના રાજકારણને ધ્યાને રાખવામાં આવ્યું હતું ભાજપના જિલ્લા પ્રમુખ અને સાંસદ પણ પાંચ વર્ષમાં માત્ર કોંગ્રેસી કાર્યકરો અને સરપંચો સાથે સાઠગાંઠો રાખી હત .જેનો રોષ ભાજપામાં પણ વ્યાપક પણે ફેલાયેલો છે જેથી ભાજપના કાર્યકરો પણ વિરોધ કરે તો કોંગ્રેસી કાર્યકરો અને ક્ષત્રિય વોટ મેળવવા ખેડાના કોંગી આગેવાન અને ભાજપા પ્રમુખ દવારા ષડયંત્ર રચ્યું જેમાં કોંગ્રેસના પીઢ આગેવાએ ભૂંડી ભૂમિકા ભજવી હોવાનું ચર્ચામાં છે.

ઠાસરા વિધાનસભા બાદ હવે લોકસભાની ચૂંટણીમાં પોતે ઉમેદવારી કરવાને બદલે બીજા નામોની ચર્ચા માટે સ્વયં ચર્ચાઓ કરતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ઝાલા સાથે ઉમેદવારની પસંદગી માટે કામ શરુ કર્યું હતું જેમાં તેમના દ્વારા કપડવંજના ધારાસભ્યને ટાર્ગેટ કરવામાં આવ્યા છે જેમાં શરૂઆતથી જ કેન્દ્રીય નેતાગીરીને વિશ્વાશમાં લીધા સિવાય લોકસભાના ઉમેદવાર તરીકે કપડવંજ ધારાસભ્ય કાળુભાઇ ડાભીને ટિકિટ આપવાના વાયદા કરી દેવામાં આવ્યા હતા અને ખેડા જિલ્લામાં ક્ષત્રિય કાર્યકરો અને નેતાઓનું મહત્વ વધે તેવો ભારે ઉન્માદ ફેલાવવામાં આવ્યો હતો અને જો કોંગ્રેસ દ્વારા ક્ષત્રિય પસંદ કરવામાં માં ન આવે તો ભારે વિરોધ થાય તેવો કારસો ઘડી કાઢ્યો હતો. જેમાં જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ પ્રદેશ નેતાગીરી ના સંપર્ક હતા પરંતુ ખેડા જિલ્લા ના પીઢ નેતા સમક્ષ કોઈ વિરોધ કરી શક્યા નહિ અને પૂર્વ યોજિત કાવતરાના ભાગ રૂપે કેટલાક પત્રકારોને બોલાવી કાળુભાઇ ડાભીને ઉમેદવાર જાહેર કરાવી દીધા હતા. અને પોતાના મનસૂબામાં સફળ થયેલા નેતાને ખબર હતી કે હવે ભાજપના ઉમેદવારના રસ્તાના કાંટાને દૂરકરવામાં ષડયંત્ર મહત્વની ભૂમિકા ઉભી થનાર છે અને લખેલી સ્ક્રીપટ પ્રમાણે જ કાળુભાઇ ડાભીના આત્મસન્માન અને જગાવેલા ભારે ઉન્માદ ને પગલે કોંગ્રેસમાં ભડકો આયોજન પૂર્વક થઇ જ ગયો ધારાસભ્ય કાળુભાઇ ડાભીએ પણ પોતાના રાજીનામાં વખતે પત્રકારોને જણાવ્યું હતું કે પક્ષના મોવડીઓએ મને ટિકિટ માટે તૈયાર કર્યો પરંતુ મારે લોકસભા લડવી ન હતી અને સમગ્ર પ્રકરણમાં માત્ર દિનશા પટેલ જ જવાબદાર હોવાનું કહ્યું હતું
પ્રદેશ મોવડી દવારા કપડવંજના પૂર્વ મંત્રી બિમલ શાહના નામની જાહેરાત કરવામાં આવતા કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય કાળુભાઇ ડાભી દ્વારા કાર્યકરો સાથે રાજીનામુ ધરી દીધું અને યોજના પ્રમાણે સમગ્ર ખેલ પૂરો થયો ખેડા જિલ્લાના આ કોંગી આગેવાનને વાર મરો કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો જેવી ઉક્તિ ને સાર્થક બનાવી દીધી અને ખેડા જિલ્લાના ક્ષત્રિયો ભાજપના દેવુસિંહ ચૌહાણ માટે વોટ નાખે તેવો માહોલ બનાવી દીધો હતો.
દિનશા પટેલ માટે હંમેશા પૂર્વગ્રહ ધરાવતા આ મહત્વાકાંક્ષી નેતાએ એક કાંકરે અનેક પક્ષી પાડી દીધા છે અને દોષનો ટોપલો દિનશા પટેલ જેવા પ્રખર કોંગી આગેવાનના માથે નાખવામાં આવ્યો છે અને તેમાં પણ ખુદ કોંગ્રેસના ધારાસભ્યના ખભે બંધુક ફોડવામાં આવી છે.