કૃષિ ઉત્પાદન વગર માનવજાતનું અસ્તિત્વ શક્ય નથી. જગત ગમે એટલી પ્રગતિ કરી લેશે તો પણ કૃષિ ઉત્પાદન અને તેનું મહત્વ ક્યારેય ઓછું થવાનું નથી. પણ હા, તેના સ્વરૃપમાં ચોક્કસ ફેરફાર થશે. એ ફેરફાર થવાની શરૃઆત પણ થઈ ચૂકી છે. ગુજરાતના લોકો એમ માને છે કે જગતને ખેડૂત વગર ચાલવાનું નથી. તે જગતનો તાત છે. પણ હવે રોબોટ જગતવનો તાત બની જશે. જોકે તેને થોડા વર્।ો લાગશે. જે રીતે ગુજરાતની હજારો ફેક્ટરીઓમાં ઓટોમેટીક મશીન અને રોબોટ કામ કરી રહ્યાં છે. તે રીતે ગુજરાતના ખેતરોમાં પણ ક્યારે રોબોટ આવી જશે તે ખેડૂતોને પણ ખબર નહીં પડે. કોઈ પણ ક્રાંતિ હળવેકથી આવે છે અને થોડા જ વર્ષોમાં તે ઘડમૂળથી પરિવર્તન લાવી દે છે.
ગુજરાતમાં રોબોટ આવવાનું ખરું કારણ ઓટોમેશન નહીં પણ મજૂરોની તંગી કે ઊંચી મજૂરી છે. ઓછી કાર્યક્ષમતા છે. વાત સાચી જ છે છતાં એમાં એક મોટું પરિવર્તન થોડા જ વર્ષોમાં આવી રહ્યું છે. જે રીતે બળદ, પાણીનો કોશ જતાં રહ્યાં તે રીતે મજૂરો પણ એક દિવસ જતાં રહેેશે. જો એવું થશે તો ખેડૂતો બેકાર બને એ દિવસો ખૂબ નજીક છે. ખેડૂત ખેતર માલિક રહેશે અને રોબોટ રહેશે. ક્યાય મજૂરોનહીં હોય પણ મેનેજર હશે.
હવામાન ફેરફાર, લલણી, વાવણી, નિંદામણ, જંતુનાશક દવાનો છંટકાવ, પિયત, ગ્રીન હાઉસનું સંચાલન, સિંચાઈ, ગ્રેડીંગ, પક્ષીઓને ભગાવવા જેવા કામો રોબોટ કરશે. અમેરિકા જેવા દેશોમાં પ્રાયોગિક ધોરણે એની શરૃઆત થઈ ચૂકી છે. જે ઝડપે પ્રયોગો થાય છે એ જોતાં આગામી એકાદ દશકામાં જગતની ગણી-ગાંઠી કંપનીઓ વિશ્વના 200 કરોડ લોકોને બેકાર બનાવી દેશે જેમાં ખેત મજૂરો પહેલાં હશે. મજૂરો માત્ર રોબોટ ચાલું બંખ કરવાનું કામ જ કરતાં હશે.
હા, ખેડૂત જેવી કોઠાસૂઝ રોબોટમાં નહીં હોય. ઉત્પાદન ક્ષમતા કદાચ ખેડૂત કરતા વધુ હશે, પરંતુ એવી નિર્ણય શક્તિ રોબોટ ક્યાંથી લાવશે એ હજુ સંશોધનનો વિષય બનશે!
ગુજરાતમાં 48.85 લાખથી વધુ ખેડૂત ખાતેદારો નોંધાયેલા છે જે પૈકી 32.44 લાખ ખેડૂતો તો નાના અને સીમાંત છે, એટલે કે 66.41 લાખથી વધુ હિસ્સો નાના સીમાંત ખેડૂતોનો છે. આ આંકડો વધવાનું મુખ્ય કારણ વધતું જતું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન છે. ખેડૂતોની મહામૂલી જમીનના ટુકડા થયા છે.
એનો મતલબ એ થયો કે રાજ્યમાં મોટા ખેડૂતો ઓછા છે પરંતુ નાના ખેડૂતો પાસેથી જમીન છીનવાઇ રહી છે તેથી મજૂરોની સંખ્યા વધતી જાય છે. ઓછી જમીનની માલિકી ધરાવતાં ખેડૂતો પોતે ખત મજૂરી કરે છે. ગુજરાત બહારથી 10 લાખ ખેત મજૂરો આવે છે. આમ લગભગ 50 લાખ ખેતરોમાં 51 લાખ જેટલા ખેત મજૂરો છે.
બીજી તરફ ખેતમજૂરોની સંખ્યા 29,09,108 જેટલી છે એટલે કે નાના સીમાંત ખેડૂતોની સંખ્યા જેટલા ખેત મજુરો આવેલા છે. ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં ખેતરો મટી જતાં ખેતમજૂરોની સંખ્યામાં ચોંકાવનારો વધારો થયો છે.
એગ્રીકલ્ચર સેન્સસની ગણતરી પ્રમાણે ગુજરાતમાં નાના ખેડૂતો વધી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં 2.30 લાખ સીમાંત ખેડુતોનો વધારો થયો છે, જ્યારે મધ્યમ ખેડૂતોની સંખ્યામાં 70 હજાર જેટલો ઘટાડો નોંધાયો છે. આ બાબત દર્શાવે છે કે જમીનના ટુકડા વધી રહ્યા છે અને નાના-સીમાંત ખાતેદારો પણ સાથે સાથે વધી રહ્યા છે.
ઓછી જમીન ધરાવતા નાના અને સીમાંત ખેડૂતોની સંખ્યા અને ખેત મજુરોની સંખ્યા બરાબર થવા જાય છે. 31મી માર્ચ 2018ની સ્થિતિએ રાજ્યમાં સૌથી વધુ 2.18 લાખ ખેતમજૂરો આણંદ જિલ્લામાં હતા, જ્યારે સૌથી ઓછા 32 હજાર પોરબંદર જિલ્લામાં નોંધાયા હતા. રાજ્યના 12 જિલ્લાઓ એવા છે કે જ્યાં એક લાખથી વધુ પ્રમાણમાં ખેત મજૂરો નોંધાયેલા છે.
રાજ્યમાં મોટા ખેડૂતોની સંખ્યા 11.28 લાખ થવા જાય છે જ્યારે મધ્યમ ખેડૂતોની સંખ્યા 5.12 લાખ, સીમાંત ખેડૂતોની સંખ્યા 18.15 લાખ અને નાના ખેડૂતોની સંખ્યા 14.29 લાખ થવા જાય છે.
newscientist.com pic