રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રી નું મહત્વ જિલ્લા કલેક્ટર કરતાપણ વધુ હોય છે કારણકે ગ્રામપંચાયતોમાં થતી કામગીરીમાં મોટાભાગે તલાટી કમ મંત્રી કક્ષાના અધિકારીઓનો રોલ મહત્વનો સાબિત થતો હોય છે તો બીજી તરફ સરકારની વિવિધ યોજનાઓનું અમલીકરણ અને અરજદાર સુધી જે તે યોજના પહોંચાડી તેનો લાભ તલાટી અપાવતા હોય છે પરંતુ આજે પણ કેટલાક ગામડાઓમાં એવા નાગરિકો વસે છે કે તેમણે કરેલા પ્રશ્નો ઉત્તર તલાટી કમ મંત્રી કક્ષાના અધિકારી આપી શકતા નથી એટલું જ નહીં તેમના ઉડાઉ જવાબ નો કાઉન્ટર પ્રશ્ન પણ ગામડાનો ખેડૂત કરી શકે છે તેનો ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે.
સૌરાષ્ટ્રના કલ્યાણપુરા તાલુકાના ખેડૂતોએ પાક વીમા મુદ્દે તલાટી સમક્ષ આવેદનપત્ર આપી પોતાની હૈયાવરાળ ઠાલવી હતી આ સમયે ગામના જ એક ખેડૂતપુત્રે પાક વિમો ,દુષ્કાળગ્રસ્ત વિસ્તાર ,વેધર સ્ટેશન, અને વરસાદની સ્થિતિ અંગેના પ્રશ્નો અધિકારીને પૂછતા કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. અને એટલું જ નહીં પોતાની અણઆવડત અને અજ્ઞાનતા ને બચાવવા સાહેબ સતત પ્રયત્ન કરતા જોવા મળ્યા હતા.
કલ્યાણપુર તાલુકાના ખેડૂત પુત્રએ તલાટી કમ મંત્રી પાસે દુષ્કાળગ્રસ્ત મેન્યુઅલ છે કે નહીં ? તેની વિગતો માગી હતી પરિણામે આ અધિકારીએ એવો જવાબ આપ્યો હતો કે દુષ્કાળગ્રસ્ત મેન્યુઅલ અમારી પાસે હોય જ નહીં અમારી પાસે તો માત્ર ને માત્ર સરકારની સૂચનાઓ અને પરિપત્રો જ હોય એવો જવાબ આપ્યો હતો .પરંતુ ખેડૂતપુત્રે વળતો પ્રશ્ન કર્યો હતો કે તો પછી તમે જે તે વિસ્તાર ને કેવી રીતે દુષ્કાળગ્રસ્ત જાહેર કરો છો ?તેના માપદંડો શું છે તેવા પ્રશ્નો ની ઝડી વરસાવી હતી સાથે સાથે પોતાના વિસ્તારમાં ધૂળ ખાઈ રહેલા વેધર સ્ટેશનોની રજેરજની માહિતી પણ અધિકારી સમક્ષ રજૂ કરી હતી એટલું જ નહીં વરસાદ ની આંકડાકીય સ્થિતિ અંગેનું વર્ણન કરતા સાહેબ પણ ફફડી ઉઠયા હતા આ તબક્કે ખેડૂત પુત્ર ના પ્રશ્નો અને સરકાર ના વહીવટી તંત્ર ની બેદરકારી ના ઉદાહરણ અધિકારી સમક્ષ વર્ણન કર્યા હતા અને ખેડૂતોના પ્રશ્નોને વાચા મળે તે માટે કેટલાક સુચનો પણ કર્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં તમામ કક્ષાના અધિકારીઓ કરતા ગામડાઓમાં કામ કરતા તલાટી કમ મંત્રી ઓ નું મહત્વ ખૂબ જ રહ્યું છે ત્યારે આ કક્ષાએ કામ કરતા કેટલાક અધિકારીઓ પોતે કિંગમેકર હોવાનો અહેસાસ કરતા હોય છે પરંતુ સામાન્ય ખેડૂતો પોતાને મળતી સહાય અને વેધક પ્રશ્નો જ્યારે અધિકારી સમક્ષ રજૂ કરે છે ત્યારે મનથી કિંગ મેકર બની ચૂકેલા અધિકારીને શું જવાબ આપવો તેની ગતાગમ પડતી નથી