ખેડૂતોએ કંદમૂળ બટાકાને વેલા પર ઉગાડી શાક બનાવી દીધું

બારડોલીના ખેડૂતનું નવું સંશોધન કરીને બટાકા ઉગાડયા છે વેલા પર જેને સુગરના દર્દી પણ ખાઈ શકે. સુરત જિલ્લાના બારડોલીના ખેડૂત કપિલ નગરમાં રહેતા ઇશ્વરભાઇ પટેલે વેલા પર બટાકા ઉગાડ્યા છે. આ બટાકાને ડાયાબીટીશના દર્દીઓ પણ ખાઇ શકે છે. પોતાના ઘરના વાડામાં વેલા પર બટાકા બનાવીને કંદમૂળને શાકમાં ફેરવી દીધા છે.

જી.એસ.આર.ટી નિગમમાં નોકરી કરી ચૂકેલા ખેડૂત કહે છે કે, હવે જૈનો પણ તેનો ઉપયોગ કરી શકે તેવા બટાકાનો પ્રયોગ, જમીન બહાર વેલા પર ઉગાડી હવે બટાકા શહેરોના ઘરમાં પણ ઓર્ગેનિક ખેતી થઈ શકે છે. અન્ય લોકોને વિના મુલ્યે સલાહ આપી રહ્યા છે .લીલી ચા પણ ખેતરમાં તૈયાર કરી છે. તેમના ખેતરમાં લીંબુ,લીલા અંજીરની પણ ખેતી કરી છે.

ગુજરાતનો પ્રથમ કિસ્સો 2012માં  વેલા પર પંદર કિલો બટાકા ઉગાડ્યા હોય એવા બીજા એક ખેડૂત પણ છે.

18 ફેબ્રુઆરી 2012માં  કામરેજ તાલુકાના હલધરું ગામના નટવરભાઈ પટેલે વેલાવાળા બટાકાનો રોપો મુંબઈથી લાવ્યા હતા. આ બટાકાની જાત ઈઝરાઈલમાં થાય છે. વેલા દીઠ ૧૦ થી ૧૫ કિલોનો ઉતાર આપે છે. એક બટાકું સરેરાશ ૫૦૦ ગ્રામ વજનનું હોય છે. આ બટાકા કિલોએ રૂ. ૫૦ના ભાવે વેચાય છે. 10 એકર જમીન ધરાવતાં નટવરભાઈએ કારેલા, દૂધી જેવા શાકભાજી માટે કરાતા માંડવા, આ બટાકાના રોપા માટે તેમના વાડમાં કર્યા છે. તામીલનાડુ યુનિવર્સિટીના વિજ્ઞાની ડૉ. કે.કે.કૃષ્ણમૂર્તિ હલધરું આવીને નમૂનો લઈ ગયાં છે. ખનીજો પ્રોટીન જેવી બાબતો જાણી શકાય નથી.