કપાસના પાકવીમાં મુદ્દે આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતોને ગુજરાત કિસાન કોંગ્રેસનું સમર્થન મળ્યું છે. ખેડૂતોએ બેડી માર્કેટિંગ યાર્ડ બહાર વિરોધ નોંધાવ્યો છે. સતત બીજા દિવસે ખેડૂતોએ ઉપવાસ ચાલુ રાખ્યા છે. પાક વીમામાં ભાજપ સરકારે બિરબલની ખીચડીની જેમ પાક વીમો ક્યારે પાકે છે તેને લઈને વિરોધ કરી રહ્યા છે. જ્યાં સુધી પાક વીમો નહીં મળે ત્યા સુધી ખેડૂતો ઉપવાસ ચાલુ રાખશે.
ખેડૂતોએ કહે છે કે, ’આ બિરબલની ખીચડી સરકારે અમારી માટે બનાવી છે. ખીચડીની જગ્યાએ અમારો વીમો છે અને આગ છે તે સરકારની નીતિ છે. સરકારે નીતિ બનાવી તો દૃીધી પરંતુ વચ્ચે એવી સિસ્ટમ છે કે અમને તે વીમો મળતો જ નથી. ’
ખેડૂતોને કપાસનો પાક વીમો નહીં મળતા રોષે ભરાયા છે. કપાસનો પાક વીમો ચૂકવવા માટે અનેક વખત રજૂઆત કરી હતી. આમ છતાં કોઈ નિરાકરણ નહીં આવતા ખેડૂતો રોષે ભરાયા હતાં. ભાવાંતર યોજના લાગુ કરવા અને ચેકડેમ રિપેર કરવાની પણ માંગ કરી છે. ગુરૂવારે ખેડૂતો બહુમાળી ભવન ચોક ખાતે ભેગા થઇને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ ખેડૂતોએ રેલી કાઢી કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.