ખેડૂતોના વિરોધ વચ્ચે બુલેટ ટ્રેન માટે જમીન બળજબરીથી જપ્ત કરવા ભાજપ સરકાર તૈયાર

અમદાવાદથી મુંબઇના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ખેડૂતોની જમીનો જપ્ત લેવા માટે તેની સંપાદનની કામગીરી પૂરી કરી દેવાશે, એવું જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના આઠ જિલ્લાઓમાંથી ટ્રેન પસાર થાય છે અને તેમાં આણંદ અને ખેડા કે જે ખેડૂતોની અત્યંત કિંમતી જમીન આવેલી છે જમીનો સરકાર કાયદા હેઠળ પોતાના હસ્તક લઈ લેવા માટે આખરી તબક્કામાં છે. પરંતુ ખેડૂતો એનો વિરોધ કરી રહ્યા છે. જમીનમાલિકો જમીન આપવા તૈયાર નથી. સરકાર આ બાબતે કોઇ સ્પષ્ટતા કરવા પણ તૈયાર નથી. અમદાવાદ પછી તુરંત શરૂ થતાં ખેડા જિલ્લાના કુલ 40 કિલોમીટર લાંબા બુલેટ ટ્રેનના રૂટ પર જમીન સંપાદન 22 ગામોની કરી દેવા ઉતાવળ કરવામાં આવી રહી છે. જમીન સંપાદન અધિકારીએ ખેડૂતોના વિરોધની વચ્ચે જમીન સંપાદનના કાયદાની કલમ 19-1 હેઠળ જાહેરનામું કરવાની આખરી તૈયારી કરી લીધી છે. આ વાતની ખેડૂતોને જાણ થતાં એની સામે વિરોધ કરી રહ્યા છે. ખેડા પછીના આણંદ જિલ્લામાં પણ આવું જ થઈ રહ્યું છે. જ્યાં બુલેટ ટ્રેનનો 20 કિલોમીટર લાંબો રૂટ પસાર થાય છે. આ જિલ્લામાં પણ  જમીન સંપાદન કરવાની સરકારે મોટાભાગે કામગીરી પૂરી કરી દીધી છે. આણંદના 11 ગામોમાંથી આ ટ્રેન પસાર થવાની છે. ત્યાં પણ 19 -1 હેઠળનું જાહેરનામું બહાર પાડીને ખેડૂતોને વળતર આપી દેવાશે. કેટલું વળતર આપવામાં આવશે તે અંગે સરકારે કોઈ જ જાહેરાત કરી નથી. ખેડૂતો માગણી કરી રહ્યા છે કે એમની જમીન તો એ આપવાના જ નથી, તેમ છતાં જો સરકાર જમીન લઈ લેશે તો બજારભાવ કરતાં પાંચ ગણા ભાવે એને જમીનના પૈસા આપવા પડશે. નિયમો પ્રમાણે બજાર કિંમત તેમજ જંત્રી બંનેમાંથી જે વધારે હશે તેના કરતાં ૨૫ ટકા વધુ રકમ ચૂકવવામાં આવશે. કિંમત કઈ રીતે નક્કી કરવી એ અંગેની  નીતિ હજુ સુધી જાહેર કરી નથી. બાકીના છ જિલ્લાઓમાં જમીન સંપાદન કરવાની આખરી નોટિસ ઇસ્યુ કરવામાં આવશે. બુલેટટ્રેન ગુજરાતના લગભગ 197 જેટલા ગામો માંથી પસાર થાય છે. એ જમીન સરકાર પોતાના હસ્તક લઈ લેવા માંગે છે. પરંતુ ખરેખર પરિસ્થિતિ અત્યંત વિકટ છે, કારણ કે ખેડૂતો પોતાની જમીન આપવા તૈયાર નથી. સરકાર સામે મરણીયા બની ગયા છે. આણંદ પછી વડોદરા જિલ્લો આવે છે. જિલ્લામાં જમીન સંપાદનની કામગીરી સરકાર હજુ સુધી શરૂ પણ કરી શકી નથી માત્ર વડોદરા શહેરમાં જ બસોને 70 જેટલા ખાનગી મકાનો અને માલિકીના પ્લોટો આવેલા છે. જે હજુ સુધી સંપાદન થઇ શકતું નથી. વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. તેમની જમીન જઈ રહી છે જૂના મકાનો જઈ રહ્યા છે કે વિરોધ કરી રહ્યા છે. તેથી વડોદરામાં પણ આ કામગીરી થઇ શકી નથી. આવું જ ભરૂચમાં પણ છે. સુરત જિલ્લામાં પણ ઉગ્ર વિરોધ છે. મોટાભાગના જિલ્લાઓમાં જમીન સંપાદન નું કામ ખોરંભે પડી ગયું છે. તેથી બુલેટ ટ્રેનનું કામ સમયસર થઈ નહિ શકે એવું સ્પષ્ટ પણે અત્યારે જણાઈ રહ્યું છે.