2017 અને 2018 દરમિયાન ગુજરાતના ખેડૂતોએ ખરીફ પાક, બાગાયતી પાક સહિત ઉનાળુ પાક માટે 9 જેટલી વીમા કંપનીઓને કુલ રૂા.6685 કરોડની રકમ પાક વીમા પ્રીમિયમ પેટે ચૂકવી હતી. પરંતુ ખેડૂતોનો ફક્ત રૂા. 2192 કરોડનો પાક વીમો પાક્યો છે. વીમો ફક્ત 32 ટકા જ પાક્યો છે. વીમા કંપનીઓને 68 ટકા રકમનો તગડો નફો થઇ ગયો છે.
7 હજાર કરોડ ખેડૂતો પાસેથી ખંખેરી લીધા
2017 અને વર્ષ 2018 દરમિયાન ખેડૂતોના પાક વીમાના પ્રીમિયમ પેટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા 3 સરકારી અને 6 ખાનગી વીમા કંપનીઓને રૂા.6685 કરોડ ચુકવવામાં આવ્યા છે જેમાં એગ્રીકલ્ચર ઇનન્સ્યોરન્સ કંપની લી.ને રૂા.1134 કરોડ, એચ.ડી.એફ.સી. કાર્ગોને રૂા.1329 કરોડ, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કાર્ગોને રૂા.31 કરોડ, ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સને રૂા.1619.60 કરોડ, ઇફકો ટોકિયો જનરલ ઇન્સ્યોરન્સને રૂા.276 કરોડ, એસબીઆઇ જનરલ ઇન્સ્યોરન્સને રૂા.426 કરોડ, ભારતી એક્સ જનરલ ઇન્સ્યોરન્સને રૂા.264 કરોડ, રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સને રૂા.998 કરોડ અને યુનિવર્સલ સેમ્પો જનરલ ઇન્સ્યોયન્સ કંપનીના રૂા.618 કરોડ મળીને કુલ રૂા.6685.60 કરોડ પ્રીમિયમ તરીકે ચુકવાયા છે.
દુષ્કાળ છતાં વીમો ન ચૂકવાયો
ખેડૂતોના પાક નિષ્ફળ જવાને લઇને જે વીમાની રકમ ચુકવવાની હતી તે આ બે વર્ષ દરમિયાન માત્ર રૂા.2192 કરોડ ચુકવાઇ છે. જેમાં 3 સરકારી ઇન્સ્યોરન્સ કંપનીઓ એટલે કે એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની અૉફ ઇન્ડિયા લિ. દ્વારા રૂા.998 કરોડ, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની દ્વારા રૂા.353 કરોડ, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા રૂા.38 કરોડ, જ્યારે ખાનગી વીમા કંપનીઓમાં એચડીએફસી અર્ગો જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા રૂા.766 કરોડ, એસબીઆઇ જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા રૂા.177 કરોડ જ્યારે ઇફકો ટોકીયો જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા માત્ર રૂા.20.57 કરોડ ચુકવવામાં આવ્યા છે.’
નફો વધું પડાવતી કંપનીઓ
અનિલ અંબાણીની રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સને વર્ષ 2018 માટે રૂા.992 કરોડ, ભારતી એક્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને વર્ષ 2018 માટે રૂા.264 કરોડ સહિત યુનિવર્સલ સેમ્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને વર્ષ 2018 પેટે રૂા.618 કરોડનું પાક વીમા પ્રીમિયમ ચુકવાયું છે અને આ પાક વીમા પ્રીમિયમ ખરીફ-2018 માટે ચુકવવામાં આવ્યું છે.
એચડીએફસી અર્ગોને વીમા પ્રીમિયમ તરીકે સરકારે રૂા.1329 કરોડ ચુકવ્યા તેની સામે તેમણે દાવા રૂા766ના મંજુર કર્યા એટલે કે 50 ટકા જેટલા દાવા મંજુર થયા, બીજી રીતે કહીએ તો રૂા.563 રોડનો એચડીએફસી કાર્ગોએ નફો કર્યો. એવી જ રીતે ઇફકો ટોકિયોને વીમા પ્રીમિયમ પેટે રૂા.276 કરોડ ચુકવ્યા તો તેમણે દાવા માત્ર 20.57 કરોડના જ મંજુર કર્યા એટલે કે માત્ર 1 ટકા જ દાવા મંજુર થયા. એસબીઆઇ ઇન્સ્યોરન્સ કંપની પણ તેને ચુકવાયેલા પ્રીમિયમના 40 ટકા દાવા મંજુર કરતા તે પણ 60 ટકા જેટલી રકમ કમાઇ હોય તેવું અનુમાન મૂકી શકાય છે.