૨૦૧૮માં અનિયમિત અને ઓછો વરસાદ ધરાવતા ૫૧ તાલુકાઓને કેન્દ્ર સરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઘાસચારો, પીવાના પાણીની વ્યવસ્થા અને અછતની સમસ્યાઓના નિવારણ માટે રાજ્ય સરકાર
દ્વારા પશુધારક દીઠ મહત્તમ પાંચ પશુઓની મર્યાદામાં ઘાસ કાર્ડ ઉપર પ્રતિ દિન રૂ.૨ પ્રતિ કિલોના રાહતદરે એકી સાથે એક અઠવાડિયા માટે ઘાસચારા વિતરણ કરવામાં આવી રહેલો છે.
રજીસ્ટર્ડ ગૌશાળા તથા રજિસ્ટર્ડ પાંજરાપોળોને પ્રતિ પશુ પ્રતિ દિન. રૂ.૨૫ની પશુ સહાય આપવામાં આવેલ છે. જે માહે ફેબ્રુઆરી-૨૦૧૯થી પ્રતિ પશુ પ્રતિ દિન વધારીને રૂા.૩૫ કરવામાં આવેલી છે.
ખેડૂતોને SDRFના ધોરણો મુજબ ખાતા દીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટરદીઠ રૂ.૬૮૦૦ના ધોરણે ક્રોપ ઇનપુટ સબસીડીનું ચુકવણું કરવામાં આવી રહેલી છે.
મનરેગા યોજનામાં ૧૦૦ દિવસની રોજગારીમાં વધારો કરીને ૧૫૦ દિવસ કરવામાં આવેલી છે.
પશુઓ માટે ઘાસચારાના વાવેતરની ખાતરી આપે તેવા અરજદારોને આઉટ ઓફ ટર્ન વીજ જોડાણો આપવામાં આવે છે.
ખેત સહાય આપવાનું શરૂ, પણ ખેડૂતોને ભાવ સારા મળતાં નથી
27 લાખથી વધુ ખેડૂતોને 353 લાખ હેક્ટર ખેતી જમીનને પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. ખેડૂતોને SDRFના ધોરણો મુજબ ખાતા દીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટરદીઠ રૂ.6800ના ધોરણે ક્રોપ ઇનપુટ સબસીડીનું ચુકવણું કરવામાં આવી રહેલી છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોના ખેડૂત ખાતેદારોને સબસિડી ઝડપથી ચૂકવવા માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. રાજયના ૯૬ તાલુકાઓમાં 7.73 લાખ ખેડૂત ખાતેદારોને ક્રોપ ઈનપુટ સબસીડી પેટે રૂ.762 કરોડની સબસિડી ચુકવી દીધી છે.
પણ ગુજરાતના ખેડૂતો પાસેથી પ્રધાનમંત્રી પાકવીમાં યોજનામાં વર્ષ 2015-16, 2016-17, 2017-18 અને 2018-19માં વીમા પ્રીમિયમ પેટે રૂ.1.20 લાખ કરોડ ખંખેરી લીધા ને હવે તેમાથી રૂ.75000 કરોડ ખેડૂતોને આપવામાં આવી રહ્યાં છે. જે ખેડૂતો પાસેથી 100 રૂપિયા લઈને પરત 50 રૂપિયા કરવામાં આવી રહ્યાં છે. તેનો મતલબ કે ખેડૂતના પૈસા જ ખેડૂતોને અડધા આપવામાં આવી રહ્યાં છે.
તેલંગાણા રાજ્યમાં ખેડૂતોને વાર્ષિક હેકટર દીઠ રૂ.40 હજાર તેના ખાતામાં જમા કરવામાં આવે છે તેની સામે કેન્દ્ર સરકારની ખેડૂતોને વાર્ષિક રૂ.6000 આપવાની જાહેરાત ખેડુતોની ક્રૂર મજાક સમાન છે. ખેડૂતોને ખેત પેદાશોના સારા ભાવ આપવામાં આવે તો દરેક ખેડૂત રોજના રૂ.6,000 કમાઈ શકે તેમ છે. પણ તે સરકાર કરવા તૈયાર નથી.
2012-13માં ખેડૂતોને આપેલું વચન કપાસના 1500 રૂપિયા અને મગફળીના 1200 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી તે 5 વર્ષમાં આપેલું વચન પૂરું કરવાની જરૂર હતી. વીજ બીલના રૂ.600 કરોડ માફ કરવાની જાહેરાત કરી હતી તે હજુ આપવામાં આવ્યા નથી. આપેલા વચનો પુરા કર્યા નથી, 5 વર્ષ સુધી ખેડૂતોને ચારેબાજુથી ચૂસી લઇ આપેલા ઘાવ પર મલમપટ્ટી લગાવવા સમાન આ રોજના 16.43 રૂપિયા ની જાહેરાત છે ખેડૂત રોજ સવારમાં ચા પીતો હશે ત્યારે 5 વર્ષમાં મોદી સરકારે આપેલા ઘાવને યાદ કરે તેવી આ દાઝેલા પર ડામ જેવી આ જાહેરાતથી ખેડુત સમુદાયને રિઝવવાનો સરકારનો પ્રયાસ છે. ગુજરાત અને ભારતભરના ખેડૂતો સમજદાર છે 2019 ની ચૂંટણીલક્ષી આ જાહેરાતથી ખેડૂતો રીઝાવા ને બદલે ખિજાશે એ ચોક્કસ છે. તેમ ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું.