ખેડૂતોને સંપૂર્ણ વેરા મુક્તિ આપો

ગુજરાત રાજ્યમાં દેવાનાં બોજ હેઠળ દબાયેલાં તમામ કિસાનો અને પશુપાલકોને ખેતીવાડી તેમજ કૃષિલક્ષી દરેક વસ્તુઓમાં જીએસટીમાંથી સંપૂર્ણ મુક્તિ આપી જીવતદાન આપવા કોંગ્રેસનાં મહામંત્રી ડૉ. હિમાંશુ પટેલે માંગણી કરી છે. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિનાં કારણે વિવિધ પાક અને શાકભાજીનાં પોષણક્ષમ ભાવો પણ નહીં મળતાં છેલ્લા ત્રણ મહિનામાં ૨૩ ખેડૂતોને આર્થિક દુર્દશાનાં કારણે આપઘાત કરવા પડ્યા છે.

 ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોના દેવા માફ કરવામાં આવે.
 રાજ્યના અછતગ્રસ્ત તાલુકાઓમાં પાક વીમાની રકમ તેમજ વાવેતર નિષ્ફળ જતાં હેક્ટર
દીઠ રૂપિયા ૧૦ હજાર આપવામાં આવે.
 ખેડૂતોને અપાતા વીજ કનેકશનમાં૧૮ ટકા જીએસટી સંપૂર્ણપણે રદ કરો.
 સરકારે કોમર્શિયલ વાહનોમાં જીએસટી ૧૮ ટકાથી ઘટાડી ૧૨ ટકા કર્યો છે ત્યારે ટ્રેક્ટરનાં
વીમા પ્રિમિયમ ૧૮ ટકા જીએસટી રદ કરો.
 સરકારે ખેડૂતોને ડ્રીપ ઈરીગેશનમાં સબસીડી ઓછી કરી જીએસટીમાં વધારો કર્યો છે તે
સંપૂર્ણ નાબુદ કરવો જોઈએ.
 ખેતી ઉપયોગી ઓજારોમાં લેવાતો ૫ થી ૧૮ ટકા સુધીનો જીએસટી સંપૂર્ણપણે રદ કરવો
જોઈએ.
 ખેડૂતો માટે ખાતર અને ડીઝલનાં ભાવોમાં ૫૦ ટકા ઘટાડી ખેતીમાં પ્રાણ પૂરવાં જોઈએ.
 પશુપાલકોનાં વીમા પ્રિમિયમમાં લાગુ કરાયેલો ૧૮ ટકા જીએસટી નાબૂદ કરવો જોઈએ.