કૃષિ ક્ષેત્રે સૌથી વધુ વીજ પુરવઠો પૂરો પાડીને ગુજરાતે દેશભરમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે, એટલું જ નહીં ગુજરાતે એક જ દિવસમાં 15 લાખ કૃષિ વીજ જોડાણમાં વિક્રમજનક 10 કરોડ યુનિટથી વધુ વીજળી કૃષિક્ષેત્રે પૂરી પાડી છે.
ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે એમ પણ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે સપ્ટેમ્બર-ઓકટોબર મહિનામાં કૃષિક્ષેત્રે રોજની 6થી 7 કરોડ યુનિટ વીજળીનો વપરાશ રહેતો હોય છે. પરંતુ આ વર્ષે ખેડૂતોને 10 કલાક વીજ પુરવઠો આપવામાં આવ્યો છે. આ વપરાશ 10 કરોડ યુનિટને પાર કરી ગયો છે જે વિક્રમ છે.
કૃષિ ક્ષેત્રે વીજળી – ગુજરાત અને અન્ય રાજ્યોની સરખામણી
કૃષિ વિષયક વીજ જોડાણો (કરોડ યુનિટમાં)
રાજ્ય – યુનિટ – ખેડૂતો(લાખ)
ગુજરાત 10 – 15
મહારાષ્ટ્ર 8 – 42
ઉત્તર પ્રદેશ 9.5 – 40
તેલંગાણા 7- 23
તામિલનાડુ 6 – 20
મધ્યપ્રદેશ 8 – 19
તેલંગાણા રાજ્યમાં 23 લાખ ખેડૂતોને 24 કલાક વીજળી પુરી પાડવામાં આવે છે
અપૂરતો વરસાદ થવાથી આઠ કલાકને બદલે દસ કલાક વીજ પુરવઠો આપવામાં આવે છે. 6 વર્ષથી ખેડૂતોને દર વર્ષે સરેરાશ 1 લાખ નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવેલ છે. ગત નાણાકીય વર્ષમાં એટલે કે, વર્ષ 2017-18માં 1.21 લાખ વીજ જોડાણો આપવામાં આવેલ છે. આવતા વર્ષે પણ વીજ જોડાણ આપીને વીજળીની આવક મેળવાશે.