ભાજપ શાસકોની ખેડૂત વિરોધી નિતીના કારણે રાજ્યના લાખો ખેડૂતો આર્થિક પાયમાલીમાં ધકેલાઈ ગયા છે ત્યારે ભાજપ સરકાર જાગે અને ખેડૂતોને ન્યાય આપે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે પેટ્રોલ-ડીઝલના અસહ્ય ભાવ વધારાના કારણે તમામ ક્ષેત્રમાં મોંઘવારી ભુસકેને ભુસકે આસમાને પહોંચી ગઈ છે. ખેડૂતોને પોષણ ભાવ મળતા નથી. વારંવાર રજૂઆત કરવા છતાં ગુજરાત સરકારનું પેટનું પાણી હાલતું નથી અને ખાતર સહિત બિયારણ, જંતુનાશક દવા સહિતના કૃષિ બાબતમાં અસહ્ય ભાવ વધારાના કારણે ખેડૂતને ખેત ઉત્પાદન અતિ મોંઘુ થયું છે અને બીજીબાજુ ખેતપેદાશોના ભાવ ન મળવાના કારણે અનેક ખેડૂતો આત્મહત્યા સુધીના અંતિમ પગલું ભરી રહ્યા છે પાકવીમાના રૂપિયા સમયસર મળતા નથી. તેમજ વિવિધ કૃષિ ધિરાણો સમયસર ન મળતા ગુજરાતનો ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે. ગુજરાત સરકાર સંવેદના ગુમાવી રહી છે. દયાહીન ગુજરાત સરકારને જગાડવા માટે કોંગ્રેસ પક્ષ વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો આપી રહ્યું છે
મોંઘવારીના માર થી ત્રસ્ત ગુજરાત અને દેશની જનતાની વેદનાને વાચા આપવા માટે અને ભાજપ સરકારની સતત નિષ્ફળ શાસન સામે કોંગ્રેસ પક્ષ તરફ થી રાજ્યના ૩૩ જીલ્લા અને ૮ મહાનગરોમાં દશેરાના પાવન પર્વ પર દશ જેટલા દુષણોરૂપી – રાવણને પ્રતિક રૂપે દહન કરવામાં આવશે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા જણાવ્યું હતું કે, છેલ્લાં સાડા ચાર વર્ષના ભાજપની કેન્દ્ર સરકાર અને રાજ્યમાં ૨૨ વર્ષથી ભાજપ શાસનમાં પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસ સહીત જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ માં સતત વધારો થઈ રહ્યો છે ગરીબ સામાન્ય અને માધ્યમ વર્ગ અસહ મોંઘવારીના માર થી પરેશાન છે ત્યારે પ્રજાની સમસ્યાને વાચા આપવા અને ગુજરાતની જનતાને જાગૃત કરવા મોંઘુ શિક્ષણ, મોંઘવારી, રોજગારી, ખેડૂતોની આત્મહત્યા, મહિલાઓની અસલામતી, ખેડૂત વિરોધી, ભ્રષ્ટાચાર સહીતના દશ માથારુપી રાવણનો દહન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવશે