રાજ્ય સરકાર તરફથી ખેતી ના ખર્ચ માટે આપવામાં આવતી ઇનપુટ સહાય ની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે જેના કારણે હજુ પણ વંચિત રહેલા ખેડૂતો રાજ્ય સરકારની ઇનપુટ સહાયનો લાભ મેળવી શકે તેવો નિર્ણય આજની કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યો છે આ અંગે માહિતી આપતાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તરફથી 96 તાલુકાઓમાં ખેતી માટે ખર્ચ કર્યું હતું અને નુકશાન થયું હતું તેવા 96 તાલુકાઓ મા ૨૨ લાખ ખેડૂતોએ રાજ્ય સરકારની 2280 કરોડની ઈન્પુટ સહાય ચૂકવવામાં આવશે જોકે આ સહાય મેળવવા માટે અત્યાર સુધીમાં માત્ર 5 લાખ ખેડૂતોએ ઇનપુટ સહાયના ફોર્મ ભર્યા છે પરંતુ વંચિત રહેલા ખેડૂતોને આ સહાયનો લાભ મળે તે માટે સરકારે આ મુદત 14 જાન્યુઆરી સુધી વધારી હોવાનું જણાવ્યું હતું મગફળી ની રકમ અંગે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે ભારત સરકાર ગુજરાત સરકાર અને નાફેડ ના સંયુક્ત ઉપક્રમે તબક્કાવાર ચુકવણા થઈ રહ્યા છે અને પદ્ધતિસર ખરીદી પણ ચાલી રહી છે ત્યારે રાજ્ય સરકારે પિયત કરેલા દિવસોમાં જ ખેડૂતોને મળવાપાત્ર પાક નાણા તેમના ખાતામાં ચૂકવાઈ જશે તેમ જણાવ્યું હતું