પ્રતિ શ્રી,
સંસદસભ્યશ્રીઓ,
ગુજરાત રાજ્ય.
*વિષય : ભારતિય બંધારણે આપેલી તાકાતનો ઉપયોગ કરી અર્થતંત્રના પાયા સમાન ખેડુત સમુદાયને બચાવવા બાબત*
માનનિય સાહેબશ્રીઓ,
*જય કિસાન સાથ જણાવવાનું કે ગુજરાતમાં વર્તમાન સમયમાં જગત્તતાત, અન્નદાતાની હાલત દિવસે દિવસે કફોડી, બદતર થતી જાય છે. પાકવીમો, ટેકાના ભાવ, જમીન માપણીના મુદ્દે સરકારે ભ્રષ્ટાચાર કરવામાં માજા મૂકી દીધી છે. અભણ અને અસંગઠિત ખેડૂતનો ભોગ લેવામાં કંઇજ બાકી નથી રાખ્યું ને તેમ છતાં આપ સાહેબો જેણે પ્રજાના મતો લઇ પ્રજાના હક્કો નું રક્ષણ કરવાના શપથ લીધા છે અને પ્રજાએ પોતાના બંધારણીય હક્કોનું રક્ષણ કરવા તમને ત્યાં બેસાડ્યા છે તેવા તમામ સંસદસભ્યો આજે કેમ ચૂપ છો ???? તમારે જે કામ કરવું જોઈએ એ જનતા પોતે કરી રહી છે અથવા તો કોઈ સામાજિક સંગઠનો બનાવી એના માધ્યમથી જનતાએ પોતાના હક્ક માટે આંદોલન કરવા પડે છે ત્યારે તમને સંસદસભામાં મોકલવાનો જનતાને ફાયદો શું…. ??? તમે સંસદસભામાં હો કે ન હો એનાથી જનતાને કશું જ લાભ કે નુકશાન હોય એવું લાગતું નથી તમારી પર 6.5 કરોડ ગુજરાતીઓ એ વિશ્વાસ મૂકી 26 ચુનંદા લોકસેવકો ચુંટવાનું ભગીરથ કાર્ય કર્યું છે ત્યારે એકાદ પરચો તો સરકાર અને જનતાને બતાવો કે જેથી જનતાને વિશ્વાસ આવે કે તમારી પસંદગીમાં ક્યાંય કાચું નથી કપાયું…..*
ગુજરાતને વર્તમાનમાં ભ્રષ્ટાચારના ભોરિંગે અજગર ભરડો લીધો છે તમામ ક્ષેત્રે ભ્રષ્ટાચાર માજા મૂકી રહ્યો છે ને ચૂંટાયેલા લોકસેવકો ચૂપ છે તમારી આ ચૂપકીદી ભ્રષ્ટાચારમાં ભાગીદાર હોવાની ચાડી ખાઈ રહ્યો છે *સરકારની તમામ યોજનાઓ સરકારના એજન્ટો, દલાલો, વચેટીયાઓ અને સરકારના મળતીયાઓ દ્વારા સાથે બેસીને બનાવાતી હોય, એમાંથી કેવીરીતે ભ્રષ્ટાચાર કરી શકાય એ મુજબ યોજનાઓના નિયમો બનાવાતા હોય એવું લાગી રહ્યું છે.* ખેડુત માટે બનતી તામામ યોજનામાં ખેડુત બિચારો નામનો રહ્યો છે એની મલાઈ તો બીજા બધા ખાઈ જાય છે ને ખેડુત વાગોવાઈ રહ્યો છે *પાકવિમાની યોજનામાં 58.70% મગફળી પાકનું વિમાનું પ્રિમિયમ આપવામાં આવતું હોય ને ગુજરાતનો એક પણ વિરલો, હિરલો સંસદ સંસદસભામાં એના વિશે વાત ન કરે ત્યારે ભારોભાર દુઃખ થાય. 58.70% વીમા પ્રિમિયમ નો દર નક્કી કરવામાં આવ્યો ત્યારે તમે બધા ક્યાં હતા ???? આટલા ઊંચા દરને માન્યતા આપવા પાછળ સરકારની મેલી મુરાદ જ હોય કે બીજું કાંઈ ???? જ્યારે આ વિધાયક બનતું હતું ત્યારે કોઈ એક સંસદસભ્યએ પણ એમ કેમ ન કહ્યું કે આ 58.70% માંથી 56.70% કેન્દ્ર અને રાજ્ય સરકાર મળી ખાનગી વીમા કંપનીને આપે છે એને બદલે સીધેસીધા 50% ખેડૂતોને જ આપી દયો એટલે ખેડૂતો ખુશ થઈ જશે ને સરકારની પણ વાહવાહી થશે તમારા પૈકી કોણે આ બાબતમાં લેખિતમાં સરકારમાં ખેડુતોની વકીલાત કરતી ફરિયાદ કરી છે ???? જો કોઈ એકપણ સંસદસભ્ય દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હોય તો જાહેર માધ્યમો દ્વારા જાહેર કરવામાં આવે ગુજરાતના ખેડૂતો જાણવા માંગે છે અને જો આપના દ્વારા કોઈ વિરોધ જ નોંધાવવામાં ન આવ્યો હોય તો આપની એમાં કેટલી ભાગીદારી છે તે જાહેર કરવામાં આવે*
ટેકાના ભાવનું તરકટ રચાઈ રહ્યું હતું ત્યારે આપ લોકો ક્યાં હતા સામાન્ય ખેડૂતને સમજાય કે જેવી રીતે ખેડૂતલક્ષી બધી જ યોજનામાં ઓનલાઇન કરવાનો અધિકાર ખેડૂતને છે તો ટેકાના ભાવમાં ઓનલાઇન કરવાની સત્તા ખેડૂતને કેમ આપવામાં ન આવી…??? ખેડૂતને આ સતા ન આપી કાઈ વાંધો નહીં, ટેકાની ખરીદી ચાલુ હતી ત્યારે આપ લોકોમાંથી કેટલા સંસાદસભ્યોએ ટેકાના કેન્દ્રની મુલાકાત લીધી…..???? ત્યાં આડેધડ ચાલતા ગેરવહીવટ, ખેડુતલુંટ કેન્દ્રનો કેટલાએ વિરોધ નોંધાવ્યો….??? કેટલાએ પારદર્શિતા વાળા વહીવટની માંગણી કરી….??? ગુજરાતના ખેડૂતો જાણવા માંગે છે
*ખેડૂતલક્ષી બીજી બધી યોજનાઓમાં તમે આખેઆખી યોજનાઓને ખાઈ જાઓ, ભ્રષ્ટાચાર કરો ખેડૂતો સહન કરી લેત પણ તમે ખેડુતોની માં સમાન જમીન સાથે ચેડા કર્યા છે.* ખેડુતોના સુખ, શાંતિ, ભાઈચારા પર તરાપ મારી છે. જમીન માપણીમાં 262 કરોડ 9 કંપનીઓ ખાઇ ગઈ કાંઈ વાંધો નહિ હજારો કરોડો આમેય ખવાઈ જાય ત્યારે 262 કરોડમાં રડવાનો કોઈ મતલબ નથી પણ *આ કંપનીઓની સાથે મળી પોતાની મેલી મુરાદ પાર પાડી હજારો એકર ખરાબો અને ગૌચર જે લોકો ખાઈ ગયા છે એને ખુલ્લા પાડી ફરીથી રેકર્ડ પર લાવવાની જવાબદારી હવે તમારી છે* સરકારને 1+1=2 થાય એ ગણિતનો સાબિત થયેલ સિદ્ધાંત સમજાવવાની જવાબદારી તમારી છે. ખેતરો પણ ગણિતના સાબિત થયેલા સિદ્ધાંત જેવા જ છે એક ખેતરમાં ભૂલ થાય તો એની આસપાસના બીજા ખેતરોમાં ભૂલ થાય અને એને સુધારો એટલે એની આસપાસના ખેતરોમાં ભૂલ થાય એટલે થયેલી ભૂલો સુધારવા સરકાર જે ભૂલ સુધારણા અરજીની વાત આગળ કરે છે એ બગડેલી જમીન માપણી વધારે બગાડવાની કામગીરી થઈ રહી છે સરકારના અનેક પ્રમાણિક કર્મચારીઓ/અધિકારીઓએ સરકારનું 2011 થી લઇ આજદિન સુધી અનેક વખત ધ્યાન દોર્યું છે. એમણે લેખિતમાં સરકારમાં ફરિયાદ કરી છે કે ” *આ જમીન માપણી 90% ખોટી છે, ભૂલ ભરેલી છે, ગામ નમૂના નંબર 1 અને 7નો મેળ બેસતો નથી, ઝીરો રેફરન્સ થી માપણી થઈ છે, આ માપણીના આધારે બનેલા નવા રેકર્ડ આધારે નામદાર કોર્ટ ન્યાયીક તપાસ કરી શકશે નહીં, ભૂ માફિયાઓ અને દલાલો ફાવશે, આંતરિક કલહ વધશે*” વગેરે અનેક બાબતો લખી અનેક વખત સરકારનું ધ્યાન દોરવા છતાં સરકાર ચૂપ છે, આપ લોક પ્રતિનિધિ ચૂપ છો આપને ભારતીય બંધારણે લોક હિતાર્થે અનેક સત્તાઓ આપી છે તો આ સત્તાનો ઉપયોગ તમારા સ્વાર્થ માટે જેમ કરો છો એમ ખેડુતોના પ્રશ્ને ઉપયોગ કરતા તમને કોણ રોકી રહ્યું છે તે ગુજરાતના ખેડૂતો જાણવા માંગે છે
આપને ભારતીય બંધારણે જેમ હક્કો આપ્યા છે તેમ કેટલીક ફરજો પણ સાથે સાથે આપે નિભાવવાની થાય છે એ કેમ ભૂલી જાઓ છો. *તમારા પોતાના હક્કો મેળવવા જેમ તમે તલ પાપડ હો, બધું જ ભૂલી એકીસુરે માંગ કરો છો, અવાજ કરો છો એમ જનતા પ્રત્યેની જવાબદારીઓ નિભાવતી વખતે તમારો આ એકસૂરી રાગ કેમ બેસુરો બની જાય છે* ખોટી જમીન માપણી એ ખેડૂતોમાં પેઢી દર પેઢી વેરઝેર ઉભા કરશે એ તમને કોઈને કેમ દેખાતું નથી, તમે પણ ખેડુત છો, ખેડુત આગેવાનમાંથી જ સંસદસભ્ય બન્યા છો એ કેમ ભૂલી જાઓ છો. *ખેડુતોના જમીનના દસ્તાવેજ ભગવદ્દ ગીતા, કુરાન અને બાઇબલ જેવા પવિત્ર દસ્તાવેજ છે છેલ્લા 7 વર્ષમાં 9 કંપનીઓ સાથે મળી સરકારની મીઠી નજર નીચે કામ કરી આ પવિત્ર દસ્તાવેજ દ્વારા ગુજરાતમાં ખેડુત ખેડુત વચ્ચે વેરઝેર ઉભું થાય, સિવિલ વોર થાય તેવી સ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે ત્યારે આ બાબતે આપની ઉદાસીનતા, ચૂપકીદી શંકા ના દાયરામાં આવી જાય છે, ખોટી જમીન માપણી બાબતે સરકાર સામે અવાજ ઉઠાવવાને બદલે આપનું મૌન ગાયબ થયેલા ગૌચર અને ખરાબાઓમાં આપને પણ એમાં ભાગીદાર હોવા તરફની લોકમુખે ચર્ચાતી વાતોને સમર્થન આપતું હોય તેવો નિર્દેશ કરી રહી છે*
*આપ જનનેતા છો, જન નાયક છો, લોક પ્રતિનિધિ છો, આપ લોકશાહીના ચાર સ્તંભમાંથી એક સ્તંભ છો ત્યારે આપની જવાબદારીઓ સવિશેષ બની રહે છે. જમીન માપણી રદ્દ કરી ફરીથી માપણી કરવા સિવાયનો બીજો વિકલ્પ જ ન હોય ત્યારે સરકારને સમજાવવાની અને જરૂર પડે તો સરકાર સામે લાલ આંખ કરવાની, બાથ ભીડવાની, સિંગડા ભરવાની જવાબદારી તમારી છે તમે સરકારને સાચી વાત સમજાવો, વાસ્તવિકતા સમજાવો અને ખોટી જમીન માપણીના કારણે ખેડૂતના ઘરમાં જે વેરઝેર અને કજીયાના બી રોપાવાના છે, વેરઝેરની વાવણી થવાની છે તેને રોકવા અને જમીન માપણી સંપૂર્ણપણે રદ્દ કરી ફરીથી ખેડૂતોને સાથે રાખી જમીન માપણી કરાવવામાં આવે એટલા માટે જનતાએ આપેલી સતા નો ઉપયોગ કરી, તમારી ફરજો નિભાવો એવી અપેક્ષા સહ એક ખેડૂતના દીકરા તરીકે આપ સૌને વિનંતી સાથે જય કિસાન……..*
પાલભાઈ આંબલિયા
પ્રમુખ
ખેડૂત હીત રક્ષક સમિતિ
9924252499
 ગુજરાતી
 ગુજરાતી English
 English