ખેડૂત બનતા મુખ્ય પ્રધાન
ગાંધીનગર જિલ્લાના મહૂન્દ્રા હલીસા, ઘણપ અને શિવપૂરા કમ્પાના ૫૯ ખેડૂત પરિવારોએ ૧૫૦ હેક્ટર વિસ્તારમાં સામૂહિક ખેતી કરી રહ્યાં છે. તે જોવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રાજ્ય વિધાનસભાનું સત્ર પૂરું થયાના બીજા જ દિવસે 28 જૂલાઈ 2019માં ગાંધીનગર નજીકના શિવપૂરા કમ્પા ગામે પહોંચ્યી ગયા હતા. ગુજરાતમાં સૌથી લાંબુ શાસન કરનાર નરેન્દ્ર મોદી ક્યારેય ખેડૂતના ખેતરમાં ગયા નથી પણ રૂપાણી ખેડૂતના ખેતરમાં ગયા છે. સામુહિક ખેત પદ્ધતિનું રસપૂર્વક નિરીક્ષણ કર્યા બાદ ખેડૂત પરિવારોને કહ્યું કે શિવપુરા કમ્પાનો આ સામૂહિક ખેતી પ્રયોગ રાજ્યના અન્ય વિસ્તારોના ખેડૂતો અપનાવે તે જરૂરી છે.
આ પરિવારો ૧૦૦ ટકા સૂક્ષ્મ પિયત અને ટપક પદ્ધતિ અપનાવીને ખેતી કરે છે એટલું જ નહિ મગફળી અને બટાકાના પાક ઉપરાંત હવે ખારેકની ખેતી પણ કરી સારું એવું ઉત્પાદન મેળવે છે. ખેડૂત શાંતિભાઈએ મુખ્ય પ્રધાનને જણાવ્યું હતું કે, મગફળી-બટાકાના પાકમાં વેલ્યુએડિશન અને સો ટકા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરે છે. બટાકાની વેફર્સ અને અન્ય ઉત્પાદનો પણ તેઓ વેચે છે.
ક્રોપ પ્રોટક્શનનો પાયલોટ પ્રોજેક્ટ આ કિસાનોએ અપનાવીને પેસ્ટિસાઈડ્ઝના ખાલી કન્ટેનર્સ એકત્ર કરી તે પુનઃવપરાશ માટે સંબંધિતોને આપી દે છે. ગ્રામજનો સાથેના સંવાદ અને કૃષિકારોની મુલાકાત દરમિયાન ધારાસભ્ય શંભુ ઠાકોર, કૃષિના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદ, ખેતી નિયામક ભરત મોદી સાથે હતા.