ભાજપની સરકાર છેલ્લાં 20 વર્ષથી સળંગ ગુજરાતમાં શાસન કરે છે. જેમાં અડધો હેક્ટરથી ઓછી જમીન ધરાવતાં હોય એવા ખેડૂતોમાં 100 ટકાનો વાધારો થયો છે. જ્યારે નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા ત્યારે 2001માં અડધો હેક્ટર જમીનથી ઓછી ધરાવતાં હોય એવા ખેડૂતોની સંખ્યા 5.95 લાખ ખેડૂતોની હતી. જે 2010-11માં વધીને 9.31 લાખ અને હવે 2020માં 12.66 લાખ થવાની ધારણા છે. આમ 6 લાખ નાના ખેતરો હતા તે વધીને સીધા 12 લાખ થઈ ગયા છે.
આવું 55 લાખ ખેડૂતોમાંથી 4693343 ખેડૂતો એવા છે કે જે 3 હેક્ટર સુધી જમીન ધરાવે છે. તેનો સીધો મતલબ એ થયો તે નાના ખેડૂતો વધી રહ્યાં છે. જે ગ્રામ્ય અર્થતંત્ર માટે બોજારૂપ બની રહ્યાં છે. નાની જમીન હોય છે ત્યારે તેની ઉત્પાદકતાં નીચે રહી શકે છે. ખેડૂતનું કુટુંબ માત્ર ખેતી પર નભી શકતાં નથી. તેથી તે ખેતી છોડીને બીજા વ્યવસ્ય કે મજૂરી કરતાં થાય છે. એક હેક્ટરમાં 5થી 6 વીઘા જમીન ગણવામાં આવે છે. એક હેક્ટરે 2.50 એકર જમીન થાય છે. 10 વીઘાથી વધું જમીન હોય અને તેમાં સિંચાઈની સુવિધા હોય તો જ ખેડૂત પરીવાર તેનું ગુજરાન કરી શકે છે. તેનો મતલબ કે બે હેક્ટર જમીન ધરાવતાં ખેડૂતોની સંખ્યા ઘણી મોટી થઈ ગઈ છે. આમ ખેડૂત ખતમ થઈ રહ્યાં છે. નાના ખેતરો વધતાં ખેત ઉત્પાદન ઘટે છે. તેથી ખેડૂત વધું ગરીબ બની રહ્યો છે. આ ખેડૂતોમાં ખેતી કરનારો વર્ગ કાટીદાર, કોળી, ઠાકોર, દરબાર, સતવારા, દલિત જેવી મોટી જ્ઞાતીઓ વધું છે. હવે પાટીદારો અને ઠાકોર, દલિત જેમની નાની જમીનો વેચી રહ્યાં છે અને તેની સામે બીજા સમાજના લોકો જમીન ખરીદી રહ્યાં છે. આમ એક મોટો વર્ગ પોતાની જમીન વેચી રહ્યો છે. ગામડામાં રહેવા માંગતો વર્ગ જમીન ખરીદી રહ્યો છે. આમ કૃષિ ક્ષેત્રે ભારે વિસંગતતા ઊભી થઈ છે. 2020-21ના આંકડા અગાઉના બે દશકાની હીલચાલના આંકડાઓ પરથી અનુમાનીત છે. તેમાં ફેરફેર રહેવાની પુરેપુરી શક્યતા છે.
2020-21 | 2010-11 | 2000-01 | ||||
કદ-હેક્ટર | ખેડૂતો | જમીન | ખેડૂતો | જમીન | ખેડૂતો | જમીન |
0.5થી નીચે | 1266913 | 264895 | 931420 | 212376 | 595927 | 159857 |
05-1.0 | 1066647 | 812260 | 884214 | 672445 | 701781 | 532630 |
1.0-2.0 | 1601440 | 2315198 | 1429021 | 2074884 | 1256602 | 1834570 |
2.0-3.0 | 758343 | 1836621 | 718343 | 1744147 | 680027 | 1651673 |
3.0-4.0 | 359190 | 1238512 | 361190 | 1244512 | 363140 | 1250588 |
4.0-5.0 | 193122 | 891844 | 214122 | 952844 | 227994 | 1014208 |
5.0-7.5 | 196776 | 1190051 | 226776 | 1365051 | 255731 | 1540180 |
7.5-10.0 | 50753 | 436536 | 71753 | 612536 | 92730 | 788731 |
10.0-20.0 | 27289 | 340404 | 43289 | 545404 | 59257 | 750789 |
20.0વધુ | 4911 | 595070 | 5482 | 474263 | 6053 | 353456 |
5531978 | 9920250 | 4885610 | 9898466 | 4239242 | 9876682 |