રાજ્ય સરકારની ખેત તલાવડી યોજનામાં સુરત જિલ્લાના મહુવા, માંડવી,માંગરોળ તાલુકામાં ખેત તલાવડી નહીં બનાવી રૂ. 20.52 લાખના કૌભાંડમાં સુરત ગ્રામ્ય એ.સી.બી દ્વારા 11 વ્યક્તિ વિરુધ્ધ ગુનો નોંધ્યા બાદ એસીબીએ ધરપકડ કરેલા આરોપીને બારડોલી એ.ડી સેશન કોર્ટમાં રજૂ કરતાં મહુવાના ઘડોઈ ગામના પ્રકરણમાં 4 ઓગષ્ટ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
સુરત ગ્રામ્ય એન્ટી કરપ્શન બ્યુરોએ રાજ્ય સરકારની ખેત તલાવડી યોજનામાં સુરત જિલ્લાના મહુવા, માંડવી, માંગરોળ તાલુકામાં ખેત તલાવડી નહીં બનાવી 20.52 લાખનું કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું જેમાં સુરત જિલ્લાના મહુવા તાલુકાનાં ઘડોઈ ગામે કુલ 9 સર્વે નંબરોમાં ખેડૂતો દ્વારા ખેત તલાવડી બનાવવા માટે કોઈપણ અરજી કે કાર્યવાહી કરેલ ન હોવા છતાં ખેડૂતોની જાણ બહાર સરકારના નિયત જોગવાઈ શરતો અને પધ્ધતિનું ઉલ્લંઘન કરી ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કરી ખોટા હિસાબ દર્શાવી બિલ ખોટું બનાવી તેને સાચા તરીકે રજૂ કરી પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દૂરઉપયોગ કરી ક્રિષ્નાકુમાર ગોરેલાલ ઉપાધ્યાય તેમજ સંતોષ વિનાયકરાવ પરૂલકર નાઓએ યોજનાના 8,06,753 રૂપિયાનું નુકશાન કર્યું હતું. જે બાબતે એસીબીની ટીમે બંને આરોપીને બારડોલી એડિશનલ સેશન કોર્ટના જજ ટી.આર.દેસાઇ સમક્ષ રજૂ કરતાં પોલીસની દલીલ સાંભળી આરોપીને આગામી 4 ઓગષ્ટ સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે.
5 વર્ષે રૂ. 3000 કરોડનું ટર્નઓવર ધરાવતી ગુજરાત સરકારની કંપનીમાં મોટો ગોટાળો પકડાયો છે. ગુજરાત જમીન વિકાસ નિગમમાં લાંચ રૂશ્વત વિરોધી દળે દરોડો પાડતાં પાંચ અધિકારીઓ પાસેથી તેમની કચેરીમાંથી રૂ. 56 લાખ પકડાયા હતા. સરકારની કંપનીના જોઈન્ટ ડાયરેક્ટર કે. સી. પરમારની પાસેથી રૂ. 40 લાખ મળી આવ્યા છે. તેમાં આજે ધરપકડ કરાઈ છે અને અદાલતમાં રજૂ કરાયા છે. રાજ્ય વ્યાપી જમીન સુધારણા અને તળાવ બનાવનું કૌભાંડ બહાર આવે તેમ છે, જેમાં ખેડૂતો અને ગામમાં કોઈ કામ થયા ન હોય અને તેનું ચૂકવણું કરી દેવામાં આવે છે. આ બધી બાબતો બહાર આવતાં ગાંધીનગરનું સૌથી મોટું લાંચ કૌભાંડ માનવામાં આવી રહ્યું છે.
સરકારની આ કંપની પોતે કેટલું ખર્ચ કરે છે તેની વિગતો પ્રજા વચ્ચે ક્યારેય મૂકતી નથી. ક્યાં કેટલું ખર્ચ કરવામાં આવ્યું તે છુપાવવામાં આવે છે. ખેડૂતો અને ગામ માટે 21 યોજનાઓમાં 50 ટકાથી 100 ટકા સહાય આપવામાં આવે છે.
આ કંપની શું કામ કરે છે?
ખેત તલાવડી, સીમ તલાવડી બનાવવી, તળાવો ઊંડા કરવા તથા નવા તળાવ બનાવવા, પાળા બાંધવા, નાળા છાંદવા, ઢોળાવ ખેતી, જમીન સંરક્ષણ, સમતોલનું કામ આ કંપની કરે છે. સુરત, વલસાડ, ભરૂચ વગેરે આદિવાસી જીલ્લાઓમાં ડાંગરની ખેતી માટે ક્યારી બનાવવા માટે ખેડૂતોને નાણાં આપે છે. જે ખેડૂતોને આપવાના બદલે અધિકારીઓ લાંચ લઈને વાપરે છે.
ડાંગ જીલ્લાના ઢોળાવો પર સ્ટેપ પધ્ધતિથી જમીનને ખેતી માટે તૈયાર કરવા માટેની યોજના બનાવે છે નાણાં આપે છે પણ તે ખેડૂતો સુધી પહોંચતા નથી.
ક્ષાર નિયંત્રણ પધ્ધતિ અને પરકોલેશન ટેન્ક બનાવવા માટે સરકાર તેમને નાણાં આપે છે પણ તે લોકો સુધી તો પહોંચતા જ નથી. જૂના બાંધકામોની મરામત કરી પાણી સંગ્રહ શક્તિનો વધારો કરવાની કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે.
કોણ છે અધિકારીઓ?
ગુજરાતના વરિષ્ઠ અધિકારી સંજય પ્રસાદ(IAS) જમીન વિકાસ નિગમ-કંપનીના અધ્યક્ષ છે. તેમની નીચે જ મોટી લાંચ લેતા અધિકારીઓ પકડાયા છે. ડો. કે. એસ. દેત્રોજા કે જે મેનેજીંગ ડાયરેક્ટર છે. ઉપરાંત ડાયરેક્ટરમાં અક્ષયકુમાર સકશેના (IAS), અક્ષયકુમાર સક્સેના IFS, આર જી ભલારા, એન. સી. પટેલ, બી. આર. શાહ (એગ્રીકલ્ચર ડાયરેક્ટર), બી. એમ. મોદી (બીજ નીગમના એમ.ડી.) છે. આમ ખેતી વાડી વિભાગના અધિકારીઓ આ કંપની સાથે જોડાયેલાં છે.
કે. સી. પરમાર પાસેથી મોટી લાંચ મળી છે તે જોઈન્ટ ડાયરેક્ટર છે. તેમની પાસે જ બધી સત્તા છે. આખું કોર્પોરેશન કાંતો ડાયરેક્ટર અથવા ડેપ્યુટી ડાયરેક્ટરના હોદ્દાથી ભરી દેવાયું છે. બધાને મલાઈદાર હોદ્દા આપી દેવાયા છે. દરેક 30 જિલ્લામાં પણ ડેપ્યુટી ડાયરેક્ટરની પોસ્ટ છે. ગાંધીનગર કચેરીમાં ટોપ પોસ્ટ 19 છે.
કરોડોના ટેન્ડર આપીને લાંચ કૌભાંડ થયું છે?
આ વર્ષે તળાવો સુકાઈ ગયા હોવાથી તળાવો ઊંડા કરવાનું રૂ. 24.30 કરોડનું ટેન્ડર હમણાં જ બહાર પાડવામાં આવ્યું હતું. ઉપરાંત એક લાખ ક્યુબીક મીટર જમીનનું ખોદકામનું કામ આપવા પણ હમણા જ ટેન્ડર આપ્યા છે.
90 હોર્સપાવરના 51 બુલડોઝર ભાડેથી લાવીને તેમને કામ મેળવવા માટે ટેન્ડર આપવામાં આવ્યું છે. જે એક બુલડોઝરે વર્ષે ઓછામાં ઓછું રૂ. 9 લાખનું કામ કરાવનું રહેતું હતું અને બીજું કામ તેઓએ શોધીને કરવાનું હોય છે.
દરેક જિલ્લા દીઠ તળાવો ઊંડા કરવાના રૂ. 3.40 કરોડ અને આખા રાજ્યનું કુલ રૂ. 50 કરોડનું કામ આપવાનું હતું. જે એક એજન્સીએ એક લાખ ક્યુબીક મીટર માટી ખોદવાનું કામ મહિને કરે છે. લાંચની રકમ આ રીતે કરોડો રૂપિયાના ટેન્ડરો દ્વારા વર્ષોથી મેળવવામાં આવી રહી હોવાનું ખેતીવાડી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. એસીબી તપાસ કરશે એટલે બધી વિગતો બહાર આવશે.
શહેરા તાલુકામાં ખેત તલાવડી બનાવવાની કામગીરીમાં મસમોટુ કૌભાંડની આશંકા સેવાઇ રહી છે. અરજદારોએ કોઇપણ પ્રકારની અરજી કરી ન હોવા છતાં તેઓના નામ પર રૂ.50 હજારથી લઇ 80 હજાર સુધી નાણાંની સહાય ઉપાડી લીધી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેથી પોલીસ મથકે 94 જેટલા અરજદારોએ અરજી શહેરા પીઆઇ એચ.વી.સીસારાએ ગુજરાત રાજય જમીન વિકાસ નિગમના મદદનિશ નિયામક જમીન સંરક્ષક ગોધરાની કચેરીખાતેથી વિગતો મંગાવી હોવાનું માલુમ પડયુ છે.
છેલ્લા એકાદ વર્ષથી શહેરા તાલુકામાં આવેલા અમુક ગામોમાં ગ્રામજનો દ્વારા એવી બૂમો ઉઠવા પામી કે તાલુકામાં ખેત તલાવડી બનાવવાની યોજના ગુજરાત રાજય જમીન વિકાસ નિગમ દ્વારા કરી આપવામાં આવે છે. જેમાં જેતે ખેતર માલીકની આવેલી સહાય તેઓને પ્રાપ્ત થતી. પરંતુ આ યોજનામાં તાલુકામાં આવેલા 26 ગામોના 94 જેટલા અરજદારો એવા છે કે તેઓ દ્વારા કોઇપણ પ્રકારની ઓનલાઇન અરજી કે અન્ય સબંધિત પ્રક્રિયા કરવામાં આવી નથી કે નથી કોઇ જગ્યાએ તેઓએ પોતાની સહિઓ કે અંગૂંઠાનું નિશાન કરેલુ છે.