ખેરાલુ  અને થરાદ વિધાસભાની પેટા ચૂંટણીનો જંગ બનશે રસપ્રદ, વિવિધ પક્ષ મેદાને

ખેરાલુ, તા.04

ખેરાલુ વિધાનસભાની 21 ઓક્ટોબરે યોજારનાર પેટા ચૂંટણીમાં ફોર્મ ચકાસણીમાં ત્રણ ડમી ફોર્મ રદ થયા બાદ બુધવારના રોજ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે કોઇપણ ફોર્મ પરત ન ખેંચતાં ભાજપ, કોંગ્રેસ, એન.સી.પી. સહિત એક અપક્ષ ઉમેદવારો મેદાનમાં રહેતાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ બન્યું છે.

ખેરાલુ વિધાનસભાની પેટાચૂંટણી જાહેર થયા બાદ ફોર્મ ભરવાના અંતિમ દિવસે સાત ઉમેદવારીપત્રો ભરાયા હતા જેમાં ફોર્મ ચકાસણી દરમિયાન ભાજપ, કોંગ્રેસના ડમી તેમજ કોંગ્રેસના ઉમેદવારે ભરેલ વધુ એક ફોર્મ રદ થયા હતા. જ્યારે ચાર ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા. જ્યાં બુધવારના રોજ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે કોઇપણ ઉમેદવારે પોતાનું ઉમેદવારીપત્ર પરત ન ખેંચતાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ જવા પામ્યું છે. ઉમેદવારે મતદારોને રીઝવવા પ્રચાર કાર્ય શરૂ પણ કરી દીધું છે.

ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી સામાન્ય નિરીક્ષક તરીકે ડી.એસ.રમેશ (આઇ.એ.એસ)ની નિમણુંક