ગંગા શુદ્ધ કરવા રૂ.7700 કરોડ વપરાયા

કેન્દ્ર સરકારે 2015-20 દરમિયાન જ્યાંથી ગંગા નદી પસાર થતી હોય તેવા રાજ્યોમાં નદીનો પ્રવાહ પૂરતા પ્રમાણમાં તેમજ અવિરત આગળ વધે તે સુનિશ્ચિત કરવા માટે રૂપિયા 20,000 કરોડની ફાળવણીનું વચન આપવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં, રૂપિયા 7700 કરોડ ખર્ચ થઇ ગયા છે જેમાં મુખ્યત્વે નવા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના નિર્માણમાં ખર્ચ થયો છે.

નમામી ગંગે અને અર્થ ગંગા અંતર્ગત વિવિધ યોજનાઓ અને પહેલોમાંની કામગીરીની પ્રગતિ અને પ્રવત્તિઓ પર દેખરેખ રાખવા માટે, પ્રધાનમંત્રીએ એક એવા ડિજિટલ ડેશબોર્ડ તૈયાર કરવાના નિર્દેશો પણ આપ્યા છે જેમાં ગામડાઓ અને શહેરી સંગઠનો પરથી મળતા ડેટા પર નીતિ આયોગ અને જળ શક્તિ મંત્રાલય દૈનિક ધોરણે દેખરેખ રાખી શકે.