ગંગોત્રી રાજમાર્ગ પર સૌનાગર અને ભુક્કીનો વચ્ચે મુસાફરોથી ભરેલા ટેમ્પો ટ્રાવેલરને અકસ્માત થયો છે. આ બસમાં તમામ યાત્રીઓ ગુજરાતનાં રાજકોટનાં હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. બસમાં સવાર યાત્રીઓ પૈકી નવનાં મોત અને પાંચ ઘાયલ થયાં છે. માર્ગ અકસ્માતમાં ટેમ્પો ટ્રાવેલર વાહન સીધું ગંગા ભાગીરથીમાં ડૂબવાની માહિતી પણ સાંપડી છે. આ ટેમ્પો ટ્રાવેલરમાં ગુજરાતનાં મુસાફરો હોવાનું જાણવા મળ્યું છે. અને જેમાંથી 9નાં મોત અને પાંચ જણાં ઘાયલ થયાનાં અહેવાલ છે. હાય્રીનો સમય હોવાનાં કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી હોવાનું પણ સૂત્રોએ કહ્યું છે. આ ટેમ્પો ટ્રાવેલરનો નંબર છે UK 04 PA 0464. આ ઘટનાની વધુ વિગતો મેળવવા રાજ્ય સરકારે ઉત્તરાખંડ સરકાર સાથે વાતચીત કરી અસરગ્રસ્તોને તાત્કાલાક સહાય માટે વિનંતિ કરી છે.