ગઠીયા બિલ્ડર કેવલ મહેતા સામે ધમકીની ફરિયાદ

 અમદાવાદના બિલ્ડર કેવ મહેતાએ લીફ્ટ કોન્ટ્રાક્ટરના પિતાને જાનથી મારી નાખવાની ધમકીની વધુ એક ફરીયાદ પોલીસમાં થઈ છે.
બિલ્ડર કેવલ મહેતા વિરુધ્ધ અત્યાર સુધીમાં મારામારી, છેતરપીંડી, એટ્રોસીટી, ધાકધમકી જેવી પાંચ ફરીયાદો અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાઇ છે.
તેમની સ્કીમમાં લીફ્ટ કોન્ટ્રાક્ટર તરીકે કામગીરી કરતા કોન્ટ્રેક્ટરના પિતાની ઉંમર 67 વર્ષ છે.  બે હાર્ટ એટેક અને એક બ્રેઈન સ્ટ્રોક આવેલા છે. તેમ છતા કેવલ મેહતા દ્વારા તેઓની સામે ખોટી ફરીયાદ કરીને માનસિક અને શારીરીક ત્રાસ આપતા. કેવલ મહેતા તથા ઘુમા ગામ ના કનુ હરિ પટેલ વિરુધ્ધ ક્રુષ્ણ નગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી છે.
આશ્રય-9 અને આશ્રય-10ના બિલ્ડર કેવલ મહેતાની સ્કીમમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન તથા શ્રમ રોજગાર વિભાગના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતુ હોવા છતાં પણ કોર્પોરેશન અને શ્રમ રોજગાર વિભાગની રહસ્યમય ચુપકીદી જોવા મળે છે. ગેરકાયદેસર દુકાનો બનાવી વેચીને બીયુ પરમીશન વગર બિલ્ડીંગનો વપરાશ શરુ કરવો તથા બાંધકામ સાઈટ પર શ્રમીકોની નથી રહેવાની સગવડ તથા નથી કોઈ સેફ્ટી માટેની  સગવડ, તેમ છતાં બિલ્ડર વિરુધ્ધ કોઈ પણ કાર્યવાહી નહી કરીને ગુનાહીત બેદરકારી અધિકારીઓ દાખવી રહ્યા છે.
ચીટર બિલ્ડર કેવલ મેહતા(મારવાડી) વધુ એક વખત વિવાદોમાં આવ્યો છે. બિલ્ડરનું ઈરાદાપૂર્વક કાયદાનુ ઉલ્લંઘન તથા રહિશો સાથેની છેતરપીંડી કરી હતી. ન્યુ રાણીપ ખાતેની સ્કીમ આશ્રય-9 અને આશ્રય-10ની મુદત પૂર્ણ થવા છતાં રેરામાં હિસાબો રજુ ન કરી ને મકાન બુક કરાવેલા લોકો સાથે ગંભીર છેતરપીંડી કરી છે. રેરા ફોર્મ નં-5 મુજબ હિસાબો ન અપાતા રેરા દ્વારા પ્રોજેક્ટને ડિફોલ્ટ જાહેર કરાયા હતા. પ્રોજ્ક્ટ અને ત્યાના રહિશો અને ફ્લેટ બુક કરાવનારનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે.
સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરીયાદોના આધારે આરોપી કેવલ મેહતા(મારવાડી)ને મિર્ઝાપુર જજ  સોમાણી મેડમની કોર્ટ મા પ્રોડક્શન માટે રજૂ કરવામાં આવ્યો. ત્યાર બાદ કોર્ટ મા આરોપી કેવલ મેહતા(મારવાડી)ને અગાઉ રજૂ કર્યો ત્યારે સાબરમતી સેન્ટ્રલ જેલમા મોકલી દીધો હતો. ગઠીયા બિલ્ટર કેવલ મેહતા વિરુધ્ધ આજે  સાબરમતી પોલીસ સ્ટેશન મા વધુ 6 થી 7 અરજીઓ પીડીતો દ્વારા કરવામાં આવી છે.
કુખ્યાત અને કૌભાંડી બિલ્ડર કેવલ મહેતાની ગઈ એમના નિવાસ સ્થાન ઈસ્કોન પ્લેટિના, બોપલ ચાર રસ્તા, બોપલથી સરખેજ પોલીસ, બોપલ પોલીસ , અમદાવાદ શહેર પોલીસ એમ કુલ 4 અલગ ધરે જઈને રાત્રે ઘરે જઈ અગાઉ પકડી લીધો હતો. તે પોતાના ઘરમાં ર્સવંટરુમના પીપડામાં સંતાઈ ગયો હતો.  સાબરમતી પોલીસે જેલ ના સળિયા પાછળ લોકઅપ માં પુરી દીધો હતો.
તે કાયમ 25 બાઉન્સરોને સાથે રાખીને ફરતો હતો.
અમદાવાદ શહેરમાં બિલ્ડીંગ કંસ્ટ્રક્શન નો ધંધો કરતા કૌભાંડી કેવલ મારવાડીએ લેબર કોન્ટ્રાક્ટર , સપ્લાયર , ભાગીદારો, નાના નાના ખેડૂતો તથા મજૂરોના આશરે રૂ. 150 કરોડ પચાવી પાડ્યા છે. જે લોકો પૈસા માંગવા જાય તેને બાઉન્સરો ગભરાવતાં હતા. પૈસાના જોરે પોલીસનો દુરઉપયોગ કરી નાના કોન્ટ્રાક્ટરો ઉપર ખોટી ફરીયાદ કરી ડરાવીને ધમકી આપતો હતો કે ફરી પૈસા લેવા આવશો તો ફરી ફરીયાદ કરીશ.
સાબરમતી પોલીસ સ્ટેશનમાં બીજી 10 અરજી થયેલી છે. 11 અરજી બોપલ પોલીસ સ્ટેશન, 3 અરજી સરખેજ પોલીસ સ્ટેશનમાં થયેલી છે, જેને પોલીસ તથા કેવલ મેહતા ના મળતીયા નિર્વુત પોલીસ સાથેના મેળા-પીપણાના કારણે અરજીની FIR કન્વર્ટ થવા દેતા ન હતા. જે અંગે મુખ્ય મંત્રી,માન્ય ગૃહ રાજ્ય મંત્રી, અમદાવાદ કલેક્ટર તથા અમદાવાદ પોલીસ કમીશ્નરને આવેદન પત્ર આપવા છતાં અરજીઓ યથાવત સ્થિતિમાં છે.
રાણીપ સ્થિત આશ્રય  સ્કીમોમાં અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન (AMC) દ્વારા ગેરકાયદેસર દુકાનો અને BU પરમીશન ન હોવા છતાં 450 જેટલા ફ્લેટો ને રેંહણાક માટે ઉપયોગ કરવા બદલ સીલ માર્યા છે. જેનો ત્યાંના રહીશો દ્વારા ઉગ્ર વિરોધ કરવા છતાં કેવલ મેહતા સ્થાનિક લોકોને કોઈ જવાબ આપતો નથી.