ગઢડા સ્વામી. મંદિરમાં ગોલમાલ ? ફેર ગણતરી કરો, મોદીની ટીકા ભારે પડી ?

ગઢડા ગોપીનાથજી મંદિરમાં કોંગ્રેસ અને હાર્દિક પટેલ સમર્થક એસપી સ્વામીએ સત્તા ગુમાવી છે. 13 વર્ષ બાદ દેવપક્ષ સત્તામાં આવ્યો છે. અગાઉ એસ. પી. સ્વામીએ ભાજપની અને નરેન્દ્ર મોદીની વાજબી અને સાચી ટીકાઓ કરી હતી. જેઓ કિન્નાખોરીનો ભોગ બન્યા હોવાનું માનવામાં આવે છે. વળી તેમણે મતગણતરીમાં ગોલમાલ થઈ હોવાની શંકા ઊભી કરીને ફેર મતગણતરી કરવામી માંગણી કરી છે.

મંદિરના વહિવટ માટે યોજાયેલી 7 લોકોની પેનલની ચૂંટણીમાં દેવ પક્ષના ચાર ઉમેદવાર અને આચાર્ય પક્ષના ત્રણ ઉમેદવારનો વિજય થયો હતો.

આચાર્ય પક્ષના એસ. પી. સ્વામીએ જાહેર હતું કે, જે રીતે મતગણતરી કરવામાં આવી છે. તેનો અમારા તરફથી વાંધો લેવામાં આવ્યો છે. કોઈપણ મતદાનની ગણતરીની અંદર જે એજન્ટ છે તેને કાગળ કે પેન અંદર લઇ જવા દેવામાં ન આવતાં મત ગણતરીની નોંધ રાખી શકાઈ ન હતી. મત ગણતા ટેબલ પર બેઠલા હોય તેમનો આંકડો જ આપવામાં આવતો હતો. પછી જ પરિણામ જાહેર કરાયું છે. જે સ્થિતીમાં આમારા પ્રતિનિધિઓ હતા તેમણે જે હિસાબ કર્યો તે પ્રમાણે અમે વિજેતા થઈએ છીએ. આવી સ્થિતિ અહિ નિર્માણ થઈ છે. તેથી નોંધ સાથે ફરીથી મતગણતરી કરવામાં આવે એવી માંગણી કરી છે.

બહુ જ મામુલી મતથી હાર-જીત થઈ છે, 14 ચેલેન્જ મત પડ્યા છે, 185 મત રદ થયા છે, એ કયા સંજોગોમાં રદ થયા તેની કોઈ વિગતો જાહેર કરી નથી. જેથી અમે નમ્ર વિનંતી કરી છે કે, પુનઃ મતગણતરી કરવામાં આવે અને અમને તેની નોંધ કરવા દેવામાં આવે. આની અંદર ચૂંટણી અધિકારીની, રીટર્નિંગ અધિકારીની સહી નથી થઇ. અમને પરિણામ આપવામાં આવ્યું નથી. માત્ર આંકડાઓ જાહેર થયા છે. આ આંકડાઓ પર અમારી આ રજૂઆત છે.

ભાવનગર પાસે પ્રસિદ્ધ ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં કોંગ્રેસ અને હાર્દિક પટેલ સમર્થક એસપી સ્વામીએ સત્તા ગુમાવી દીધી છે. એસપી સ્વામી ત્યાગી વિભાગમાંથી ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યાં હતા. તેમની સામે દેવપક્ષના હરિજીવનદાસ 111 મતોથી વિજયી બન્યા છે. એટલે કે એસપી સ્વામી 81 મતોથી હાર્યા છે. છેલ્લા 13 વર્ષથી તેઓ અહી સત્તામાં હતા. ચૂંટણીમાં તેમના આચાર્ય પક્ષના ત્રણ ઉમેદવારોનો જ વિજય થયો હતો અને તેમની સામે દેવપક્ષના ચાર ઉમેદવારો જીતી ગયા છે. આચાર્ય પક્ષના બ્રહ્મચારીચંદ્ર સ્વરૂપાનંદજી બ્રહ્મચારી બેઠક પર બિનહરીફ જીત્યા છે. પાર્ષદ બેઠક પર રમેશ ભગત વિપુલ ભગત સામે 5 મતોથી જીત્યા છે.

20 હજાર મતદારોમાંથી 14 હજારો મતદારોએ મતો આપ્યાં હતા અને તેમાંથી 185 મતો રદ્ થયા હતા. હવે ગઢડા મંદિરની સત્તા દેવપક્ષના હાથમાં આવતા મંદિરના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. બીજી તરફ આચાર્ય પક્ષના એસપી સ્વામીએ ચૂંટણીમાં ગેરરીતી થયાના આરોપ લગાવીને આ મામલો સુપ્રીમ કોર્ટમાં લઇ જવાની ચીમકી ઉચ્ચારી છે. તેમના મતે અનેક મતદાતાઓના નામ યાદીમાંથી ગુમ કરી દેવાયા છે.

નોંધનિય છે કે એસપી સ્વામી કોંગ્રેસ સમર્થક છે, તેઓ રાહુલ ગાંધીને મંદિરમાં મળ્યા હતા. તેઓ અગાઉ પાટીદાર આંદોલનમાં હાર્દિક પટેલને પણ સમર્થન આપી ચુક્યાં છે અને હવે તેઓ મંદિર બોર્ડની ચૂંટણીમાં હારી ગયા છે.