પશુ ચરાવતાં એક સામાન્ય ખેડૂતે એશિયાની સૌથી મોટી ડેરીનું સામપ્રજ્ય ઊભું કરી દીધું હતું. તેમની સંધર્ષ કથા જાણવા જેવી છે.
સૌથી પહેલા સહકારી માળખાના પાયાની શરૂઆત કરનાર વડગામ તાલુકો અને તેના પાયાની પ્રથમ ઈંટ મૂકનાર બનાસ ડેરીના આદ્યસ્થાપક સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ હતા. વડગામ તાલુકાથી ૬ કિલોમિટર દૂર એક નાનકડું નળાસરમાં ગલબાભાઈ પટેલનો જન્મ ૧૫ ફેબુઆરી ૧૯૧૮ના દિવસે એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો.
ગલબાભાઈ પટેલનું જીવન સ્વયં એક નવલકથા જેવું છે. ગલબાભાઈ નાનજીભાઈ પટેલનો જન્મ ૧૯૧૮ની સાલમાં વડગામ તાલુકાના નળાસર ગામમાં થયો હતો.
ગલબાભાઈના પિતા નાનજીભાઈ ખેતીની આવક ધરાવતા નળાસર ગામના મધ્યમ વર્ગના ખેડૂત હતા. અનેક બાધાઓ-માનતાઓ બાદ નાનજીભાઈના ઘરે પગલીનો પાડનાર જન્મ્યો પણ બાળક બે વર્ષનો થાય તે પહેલાં પિતા ચાલ્યા ગયા. પુત્રનું નામ ગલબો પાડયું. માતાથી વૈધવ્ય સહન ના થતાં તેઓ પણ છ મહિનામાં જ પતિની પાછળ અનંતયાત્રાએ ચાલ્યાં ગયાં. નિરાધાર બાળક ગલબાને ઉછેરવાની જવાબદારી કાકા દલુભાઈ પટેલે ઉપાડી લીધી. મેનાકાકીની હૂંફ મળી. ગામમાં સ્કૂલ નહોતી. છોકરાનું મન ના લાગતાં તે સીમમાં ઢોર ચારવા જતો.
તેમના પિતાનું નામ નાનજીભાઈ પટેલ અને માતાનું નામ હેમાબાઈ હતું. નાનાભાઈનું નામ દલુભાઈ હતું, ગલબાકાકાની પત્નીનું નામ રાજીબહેન હતું. લોકસેવક ગલબાભાઈને કુલ ચાર સંતાનો હતા જેમાં હીરાબહેન, સૂરજ બહેન અને શાંતાબહેન આમ ત્રણ દીકરીઓ હતી અને વાઘજીભાઈ કરીને એક પુત્ર હતો. બે વર્ષ ની ઉંમરે મા-બાપની છત્રછાયા ગુમાવી દીધી હતી. માતાજી હેમાબેન છ મહિના પછી જ નાનજીભાઈની પાછળ તેઓએ પણ સ્વર્ગની વાટ પકડી હતી.મા અને બાપની કુમળી વયે છત્રછાયા ગુમાવનાર ગલબાભાઈને ઉછેરવાની જવાબદારી નાનજીભાઈના નાનાભાઈ દલુભાઈ પટેલે સંપૂર્ણ રીતે ઉપાડી લીધી હતી.
ગલબાભાઈના પિતા વડગામ તાલુકાના સામાન્ય ખેડૂત પરિવારના પુત્ર હતા.
બનાસ ડેરીના આદ્યસ્થાપક સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલે રણમાં વસતા લોકોને કેવી રીતે સુખી કરી શકાય? શૂન્યમાંથી કેવી રીતે સર્જન કરી શકાય અને સુખાકારીના ટકાઉ સ્ત્રોતનું કેવી રીતે નિર્માણ કરી શકાય તેવી વિશ્વની સામે અવિશ્વનીય, અકલ્પનીય સફળતા કંડેરી છે. રણમાં શ્વેત ક્રાંતિ કરીને ઇતિહાસ રચી દીધો હતો.
ગલબાકાકા માટે બનાસકાંઠાને નહીં પણ સમગ્ર ગુજરાતને માન-સન્માન છે. નિષ્કલંક અને સાદગીભર્યું જીવન જીવ્યા હતા. ભરોસાનું પ્રતિક હતા. સાચા લોક સેવક હતા. આડંબર વગરના જીવનના હિમાયતી રહ્યા હતા.
બનાસકાંઠા વિસ્તારમાં શ્વેત ક્રાંતિ કરીને ગરીબ-ખેડૂતોને સુખી કર્યા હતા. બનાસકાંઠાની ઓળખ બની ચૂકેલ બનાસ ડેરીની સ્થાપના કરીને ગલબાભાઈએ ખેડૂતોને આર્થિક આઝાદી અપાવી છે.
સર્જનશક્તિ ભરી હતી અને તે આવનાર દિવસો દીપાવનારી હતી.
ગલબાભાઈ સીમમાં ઢોર લઈને ચરાવવા જતા હતા પરંતુ આ માસૂમ બાળકનું મન તો ભણવા માટે સતત વિચાર મગ્ન રહેતું હતું. આખરે માણસે જિંદગીનાં સરવાળા-બાદબાકી ઉકેલવાના હોય છે. ગલબાભાઈ પટેલની વૃત્તિ લોકોની જિંદગીને શણગારવા માટેની મથામણ રહી હતી. ગલબાભાઈ પટેલે તો દ્રઢ સંકલ્પ કર્યા હતો કે ‘જીવનમાં ભણી-ગણીને આગળ વધવું છે અને જિલ્લાના ગરીબ લોકોને નવી જિંદગી આપવી છે.’
ગલબાભાઈ પટેલના ખાસ મિત્ર ગલબાભારથી હતા.
૧૯૬૦ના દાયકામાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ‘અમૂલ’ એક મોટું નામ હતું. એ સમયગાળા પછી ૧૯૬૯માં ગલબાભાઈ પટેલે બનાસ ડેરીના નામથી નાનકડી શરૂઆત કરી હતી. ૧૯૬૯માં નાના પાયે શરૂ થયેલી આ બનાસ ડેરી આજે દૂધ ઉત્પાદનમાં એશિયામાં મોખરાની ડેરીઓમાં સ્થાન ધરાવે છે.
એસ.ટી. બસમાં ફરતા
ગલબાભાઈ પટેલનું જીવન નિષ્કલંક અને સાદગીભર્યું હતું. બનાસ ડેરીથી પોતાના વતન જવા માટે ઘણી વખત તેઓ ડેરીના વાહનના બદલે એસ.ટી. બસનો ઉપયોગ કરતા હતા. ગલબાભાઈ પોતાનું વાસણ જાતે માંજતા. ધારાસભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ અને જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા પછી પણ તેમણે સ્વાશ્રયની આ પ્રણાલિકા ચાલુ જ રાખી હતી. એમની નમ્રતા અને સાદગી જોઈ ઘણાંને આશ્ચર્ય થતું. અહંકાર, ઘમંડ અને અભિમાનથી તેઓ જોજનો દૂર હતા.
ગલબાકાકાનું જીવન
ઢોર ચરાવતા હતા
એ વખતે આખા નળાસરમાં માત્ર એક જ છોકરો ભણેલો હતો અને તે ગલબાભારથી. તે પોતાના મામાને ત્યાં રહીને ભણી આવેલો. તેણે બાળક ગલબાને ભણાવવાનું શરૂ કર્યું. બાળક ગલબો અને ગલબાભારથી ઢોર ચરાવવા હવે એક જ સીમમાં જાય અને ત્યાં ઢોરને છૂટાં જ મૂકીને બંને ઝાડની નીચે બેસી જાય. ઢોર ચરાવતાં બાળક ગલબાની પ્રવૃત્તિ વિશે તેમના કાકા દલુભાઈ જાણી ચૂક્યા હતા. આખરે તેમણે બાળક ગલબાને સ્કૂલમાં ભણાવવાનું નક્કી કર્યું. જો બાળક ગલબો બે-ત્રણ ચોપડી ભણે તો સારું એમ વિચારી તેને નળાસરની બાજુમાં જ મજાદરની એક ગામઠી શાળામાં મૂકવામાં આવ્યો. ત્યાં બે ચોપડી સુધી અભ્યાસ ચાલતો હતો તે અભ્યાસ પૂરો કર્યા પછી બાળક ગલબાને વાસણામાં મૂકવામાં આવ્યો. વાસણાથી દોઢ કિલોમીટર દૂર કાણોદરમાં મોટી શાળા હતી અને ત્યાં સાત ધોરણ સુધી અભ્યાસ ચાલતો હતો. તેથી બાર વર્ષની ઉંમરે કાકા અને કાકીની છત્રછાયા છોડીને હવે મૂળી માસીને ત્યાં રહેવા આવવાનું થયું. માસીને સંતાન નહોતું તેથી તેમને બાળક ગલબામાં જીવવાનું આધારબિંદુ મળી ગયું. કાણોદરની પ્રાથમિક શાળામાં બાળક ગલબાએ અસ્પૃશ્યતાની પરવા કર્યા વિના કેટલાક દલિત વિદ્યાર્થીઓને મિત્ર બનાવી દીધા.
નિષ્ફળતાનો આરંભ
ગલબો હવે ગલબાભાઈ બન્યો. વાણોતર હવે વેપારી બન્યો. હળ હાંકનાર હાથે ત્રાજવાં તો પકડયાં, ગલબાભાઈ ગરીબોને મફત વસ્તુ આપી દેતા. ઉધાર માગે તેને ના પાડતા નહીં અને લેણદારો પાસે કડક ઉઘરાણી કરતા નહીં. થોડા સમયમાં ગલબાભાઈએ શેઠના અડધા પૈસાનું પાણી કરી નાખ્યું. છેવટે કંટાળીને શેઠે એ દુકાન બંધ કરી અને ઉમરદસીમાં લાકડાંની લાટી કરી. ગલબાભાઈ તરફની કોઈ અકળ મમતાએ બેચર શેઠે ત્યાં જ ગરબાભાઈને ભાગીદાર બનાવ્યા. થોડા સમય સુધી તેમણે લાકડાંની લાટી ચલાવી, પરંતુ તેમાં પણ તેમને સરિયામ નિષ્ફળતા જ મળી. આખરે ગલબાભાઈ પોતાના ગામ નળાસર આવ્યા. નળાસરમાં તેમણે દુકાન કરી, પરંતુ તેમાં પણ તેમણે નુકસાન જ કર્યું. દુકાન આપોઆપ બંધ થઈ ગઈ. ખેતી અને વેપાર ક્ષેત્રે નિષ્ફળતા મળ્યા પછી તેમણે છાપીમાં ઈસબગુલની ઘંટીમાં એક મજૂર તરીકેનું કામ શરૂ કર્યું. ઈસબગુલની ઘંટીમાં ત્રણ ત્રણ મણની બોરીઓ તેઓ ઉઠાવતા, પરંતુ એમાં પણ કાંઈ ફાવ્યું નહીં. ફરી તેમનો વેપારનો મોહ જાગ્યો. હવે તેઓએ ભેંસો તરફ લક્ષ દોડાવ્યું. ભેંસ પારખવામાં ગલબાભાઈ ઉસ્તાદ હતા. કોઈ પણ ભેંસને એક વાર જોઈને તેઓ તેની સાચી પરખ મેળવી લેતા.
મુંબઈ તરફ
ભેંસોનો વેપાર કરતાં તેમનું લક્ષ મુંબઈ તરફ ગયું. મુંબઈમાં છાપીના કેટલાક મુમન ભાઈઓએ ભેંસોનો તબેલો બનાવ્યો હતો. ગલબાભાઈએ પણ વિચાર્યું કે જો મુંબઈમાં ભેંસોનો તબેલો બનાવવામાં આવે તો પોતે સફળ થશે. તેઓ મુંબઈ ગયા અને ત્યાં તેમણે એક તબેલો બનાવ્યો. ભેંસોના તબેલાને કારણે તેઓ મુંબઈની જીવદયા મંડળીના સંપર્કમાં આવ્યા. ભેંસોના તબેલામાંથી ઓછું દૂધ આપતી ભેંસોને કતલખાને મોકલવામાં આવતી. આવી સેંકડો ભેંસો દર વર્ષે કતલખાનામાં વધેરાઈ જતી. જીવદયા મંડળી આવી ભેંસોને બચાવી લેતી, પરંતુ એ દુર્બળ ભેંસોને મુંબઈમાં ક્યાં રાખવી..?
જીવદયા : ભેંસોની સેવા
તેમણે જીવદયા મંડળીની સાથે નક્કી કરીને આવી ભેંસોને ગામડે લઈ જવાની જવાબદારી સ્વીકારી. મુંબઈથી તેઓ છાપીમાં આવ્યા અને છાપીમાં જીવદયા મંડળીની સ્થાપના કરી. મુંબઈની જીવદયા મંડળી ભેંસોને ટ્રેનમાં છાપી મોકલતી અને ગલબાભાઈએ ભેંસોની ડિલિવરી છાપી સ્ટેશનેથી મેળવીને ભેંસોને છાપી આસપાસનાં ગામડાંઓમાં મોકલી દેતા. ખેડૂતોને જીવદયા મંડળી તરફથી ભેંસોની ચરાઈ પેટે પૈસા આપવામાં આવતા અને ભેંસ ફરી પાછી સશક્ત થાય ત્યાં સુધીના વહીવટ જીવદયા મંડળીને નામે ગલબાભાઈ કરતા. દર વર્ષે લગભગ આવી ૬૦૦થી ૭૦૦ ભેંસો છાપી સ્ટેશને ઊતરતી હતી. ગલબાભાઈએ ત્રણ વર્ષ સુધી જીવદયા મંડળીમાં કામ કર્યું.
ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ
ગામડાંમાં વસતી વિધવાઓનું સન્માનભર્યું જીવન અને ખેડૂતોનું આર્થિક અને સામાજિક સ્તર ઊંચું લઈ જવું એ તેમનું સ્વપ્ન હતું. તેમના કઠોર પ્રયાસોને પરિણામે જિલ્લાના પાલનપુર અને વડગામ તાલુકાની આઠ સહકારી દૂધ મંડળીઓની નોંધણી સંપન્ન થઈ અને ૧૦ માર્ચ, ૧૯૬૬ના રોજથી દૂધ એકત્રિત કરી મહેસાણાની દૂધસાગર ડેરીમાં આપવાનું શરૂ કર્યું. આ પાયાના કાર્યથી ૩૧ જાન્યુઆરી, ૧૯૬૯ના રોજ સહકારી કાયદા હેઠળ બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. પાલનપુરની નોંધણી થઈ અને આ રીતે બનાસ ડેરી અસ્તિત્વમાં આવી. ૧૪ જાન્યુઆરી, ૧૯૭૧ના રોજ ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ ગલબાભાઈ નાનજીભાઈ પટેલના હસ્તે સંપન્ન થયો હતો. ૧૯૫૨માં આઝાદ ભારતમાં પ્રથમ રાષ્ટ્રવ્યાપી ચૂંટણીઓ આવી. એ ચૂંટણીઓમાં કોંગ્રેસ સંસ્થાએ ગલબાભાઈને ઉમેદવાર તરીકે પસંદ કર્યા. દ્વિભાષી મુંબઈ રાજ્યની ધારાસભાની એ ચૂંટણીમાં ગલબાભાઈ ચૂંટાઈ આવ્યા.
બનાસ ડેરી
પ્રજાકીય કાર્યોમાં ગલબાભાઈનું મહત્ત્વનું પ્રદાન છે બનાસ ડેરી. તેમના પ્રયાસથી ૧૯૭૦માં પાલનપુરની નજીક વિશાળ જગ્યાની પસંદગી થઈ અને તેમાં આજની બનાસ ડેરીની સ્થાપના થઈ. પરંતુ એ આનંદ લાંબો ટકે તે પહેલાં જ ગલબાભઈ આ નશ્વર દેહને છોડીને ચાલ્યા ગયા. ઉત્તર ગુજરાતના આંજણા પાટીદાર સમાજના તેઓ શ્રેષ્ઠ રત્ન હતા.
પાલનપુર અને વડગામ તાલુકાની આસપાસ માત્ર ૮ દૂધ મંડળીઓથી શરુઆત કરીને તેમનું દૂધ એકત્રિત કરીને તારીખ ૦૩-૧૦-૧૯૬૬થી દૂધ સાગર ડેરી, મહેસાણા ખાતે આપવાનું શરૂ કર્યું ત્યાર બાદ બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.,પાલનપુરની નોંધણી સહકારી કાયદા હેઠળ તારીખ ૩૧.૦૧.૧૯૬૯ના રોજ કરવામાં આવી હતી. બનાસ ડેરી તે સમયે બનાસકાંઠાના ખેડૂતો માટે રણમાં મીઠાં જળની વીરડી સમાન હતી.
સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ પટેલએ રોપેલો એક છોડ જોતજોતામાં તો વૃક્ષ થઇ લહેરાઈ રહ્યો છે. આજના સમયમાં બનાસ ડેરી પ્રતિદિન ૫૦ લાખ લિટર દૂધ સંપાદન કરતી એશિયાની પ્રથમ ક્રમાંકની ડેરી તરીકે પ્રસ્થાપિત થઈ છે. બનાસ ડેરીના આદ્યસ્થાપક સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ પટેલના જીવન કવનથી મારા અને તમારા જેવા અનેક યુવાને ઘણી બધી પ્રેરણા મળી શકે છે, વર્તમાન સમયમાં યુવાધન જીવન ઘડતર કરવા કરતા ડીગ્રીને વધારે મહત્વ આપે છે. સ્વ.ગલબાકાકા ઘણું ભણેલા ન હતા છતાં તે સમયે તેમણે બનાસ ડેરી જેવી સંસ્થાની કપરા સમયમાં પણ શરૂઆત કરી. બહુ જ ઓછું ભણેલા પણ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ રણમાં વસતા લોકોને કેવી રીતે સુખી કરી શકાય તેની સહકારી ઇતિહાસની અમર કહાની છે. જીવન અનુભવ એજ તેઓની કાર્યશાળા હતી.
ગલબાભાઈ નાનજીભાઈ પટેલને જીવનમાં અનેક નિષ્ફળતા મળી હતી. તેઓએ નિષ્ફળતામાં પણ સફળતાની નિશાની જોઈ હતી. પિતા નાનજીભાઈ પટેલ વડગામ તાલુકાના નળાસર ગામમાં ખેતીની આવક ધરાવતા મધ્યમ વર્ગના ખેડૂત હતા અને માનવતાના ગુણ ધરાવતા હતા. મોટી ઉંમર સુધી જિદંગીમાં અનેક બાધાઓ અને માનતાઓ બાદ ટેક લાકડી પ્રાપ્ત થઈ ન હતી. નાનજીભાઈના ત્યાં મોટી ઉંમરે ઘરમાં પગલી પાડનાર દીકરાનો જન્મ થયો. તેનું નામ “ગલબા”રાખવામાં આવ્યું હતું, પરંતુ કુદરતની વિચિત્રતા અલગ હતી, નાનકડા બાળ “ ગલબા” ને પિતા છોડીને અનંત યાત્રામાં ચાલ્યા ગયા હતા. માતા પાસે દુઃખ ભર્યા ડુસકા સિવાય કશું બચ્યું ન હતું. “ગલબા”ના માતાજી હેમા બેન વૈધવ્યના ઘાને સહન ન કરી શકયાં અને માત્ર છ મહિનાના ટૂંકા ગાળા દરમિયાન નાનજીભાઈની પાછળ ઈશ્વરના ઘેર ચાલ્યા ગયા હતા. સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બહુ જ નાની વયના હોવાથી તેઓનો ઉછેર કરવાની જવાબદારી નાનજીભાઈના નાનાભાઈ દલુ ભાઈના શિર પર આવી પડી હતી. હેતાળ કાકા તથા વાત્સ્યલના મૂર્તિ મેનાં કાકીએ પોતાના જીવ જેમ ઉછેર કરીને ‘ગલબા’ને દસ વર્ષોનો કર્યો હતો.
સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ પટેલ મહાત્મા ગાંધીજીના વિચારોનું અનૂસરણ કરનારા હતા. કબીરની વિચારધારાથી પણ પ્રભાવિત હતા. તેમેણે પોતાના જીવનને નવા દ્રષ્ટિકોણથી જોયું હતું. તેઓ કઈ’ક નવું કરવાની નેમ ધરાવતા હતા. તેઓ દરરોજ ઢોર ચરાવવા જતા હતા. જીવનની ક્ષિતિજ વિસ્તારવા માટે ભણવું જરૂરી હતું. આખા નળાસર ગામમાં માત્ર ગલબા ભારથી નામનો છોકરો ભણેલો હતો. ગલબાભાઈ નાનજીભાઈ પટેલે અને ગલબા ભારથી બન્ને સીમમાં ઢોર છુટ્ટા મૂકીને અભ્યાસ કરે . ભણવાની બરાબર લગની લાગી હતી. ઢોર ચરાવતાં ગલબાભાઈ નાનજી પટેલની પ્રવૃત્તિ દલુ ભાઈ જાણી ચૂક્યા હતા. તેથી તેમને મજાદરની એક ગામઠી શાળામાં ભણવા માટે મુકવામાં આવ્યા. ત્યાં ત્રણ ચોપડી ભણે તો સારું એમ વિચારીને નળાસરની બાજુમાં અભ્યાસ પુરો કર્યો પછી તેના પોંહાળવાસણાથી દોઢ કિલોમીટર દૂર કાણોદરમાં મોટી શાળા હતી ત્યાં રહેવા આવવાનું થયું. ત્યાં સાત ધોરણ સુધી અભ્યાસ ચાલતો હતો તેથી બાર વર્ષની ઉંમરે કાકા અને કાકીની છત્રછાયા છોડીને હવે પોંહાળ ખાતે મુળી માસીને ત્યાં રહેવાનું નક્કી કરવા આવ્યું.
તેઓ કોઈ નાત જાતનો ભેદભાવ રાખતા ન હતા, દરેક માટે એમનો પ્રેમ સરખો હતો. એક ઘટના તેની સાક્ષી છે, તેઓએ જયારે ખભા પર દફતર લઈને કાણોદરની શાળામાં પ્રવેશ કર્યો ત્યારે એક નવા જ દ્રષ્ટિકોણથી આ વિશિષ્ટ વિદ્યાર્થીએ આખા વર્ગ ખંડ તરફ નજર કરી. વર્ગની એક બાજુ બે -ત્રણ વિદ્યાર્થી બેઠા હતા. બીજી તરફ આખો વર્ગ હતો. તેઓ ધીમેથી જે વિદ્યાર્થીઓ દુર બેઠલા હતા તેમાં જઈને બેસી ગયા. તે જોઈને વર્ગમાં બેઠેલા સ્વર્ણ જ્ઞાતિના છોકરા હસી પડ્યા અને કહેવા લાગ્યા કે “ ગલબા ક્યાં જઈને બેઠો છે, જ્યાં બેઠો છે ત્યાં તો બધા તુરી ના છોકરા બેઠા છે.” તે સમયે આખા વર્ગખંડમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. ત્યારે ગલબાકાકાએ પોતાની ગામઠી બોલીમાં કહ્યું કે ‘તી’ચામડાના મેળામાં આંઈ બેહવું કે તા… ઈમાં આટલો દાખડો શું…?ને મારા નળાહરમાં તો ભગવાને તુરીનાં ખોખાં જ ગોઠવ્યા સે ને …”
મુળી માસીને એક પણ સંતાન નહોતું. વિધવા બન્યા પછી લાડ લડાવવા માટે તેમને ગલબા ભાઈ નાનજી ભાઈ પટેલમાં એક વ્હાલનું , સ્નેહનું ઉગતું કિરણ મળી ગયું હતું.
આઝાદી પહેલાં ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણની લડત ચલાવેલી અને ગલબાભાઈ નાનજીભાઈ પટેલે જાણ્યે -અજાણ્યે એ ઝંડો પોતાના ખભા ઉપર ઉપાડી લીધો ન હોય તેવું લાગી રહ્યું હતું. એક સમયે બનાસકાંઠામાં ઊંચ- નીચનો ભેદ-ભાવ વધારે જોવા મળતા હતા. તે દૂર કરવા માટે ગલબાકાકાએ આ શુભ કાર્યની શરૂઆત પોતાનાથી જ કરી હતી. યુવાનીના પગલા હજી માંડ્યા ન હતા એવી કુમળી વયે આભડછેટની પરવા કર્યા વિના જ હરિજનના યુવાનોને પોતાના દોસ્ત બનાવી લીધા. સર્વ જાતિના લોકોને એકસમાન ગણ્યા હતા.
ગલબાભાઈ નાનજીભાઈ પટલે જીવનમાં અનેક નિષ્ફળતા જોઈ હતી પરંતુ તેઓ સંઘર્ષ કરવાથી કોઈ દિવસ ડર્યા ન હતા. તેઓએ બેચર શેઠને ત્યાં નોકરી કરવાની શરુઆત કરી પરંતુ તેઓ તો કોઈ ઉધારે માંગે તો તરત આપી દેતા હતા અને કડક ઉઘરાણી પણ કરતા નહી, તેમનામાં શોષણ કરવાની વૃત્તિ હતી નહી. વાણોતર હવે વેપારી બન્યો, ખેડૂત મટીને વૈશ્ય બન્યા, ગલબાભાઈ નાનજીભાઈ પટેલ તો હળ હાંકનાર ખેડૂત હતા એટલે એમના લોહીમાં વૈશ્યવૃત્તિ તો હતી નહી. આખરે ધંધામાં નુકસાન થતા દુકાન બંધ કરવી પડી.
થોડા સમય બાદ બેચર શેઠ અને ગલબાભાઈ નાનજીભાઈ પટેલે ભાગીદારમાં લાકડાની લાઠીનો ધંધો કર્યો. તેમાં પણ નિષ્ફળતા મળી અને આખરે ધંધો બંધ કરવો પડ્યો. ડગલે ને પગલે નિષ્ફળતા મળવા લાગી હતી. આખરે પોતાના ગામ નળાસર આવીને દુકાન કરી તેમાં પણ નિષ્ફળતા મળી. દુકાન બંધ કરવાનો વારો આવ્યા છે. તેઓને નળાસરની બાજુમાં આવેલ મજાદર ગામના મૂળચંદ શેઠે પોતાના વેપારમાં ભાગીદાર બનાવ્યા. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ઇસબગુલ, રાયડો અને બીજા અનાજ ગામડામાં તોલવા જતા. ગરીબ ખેડૂતોને ત્યાંથી એકપણ દાણો વધારે ન આવે તેનું ધ્યાન રાખતા. પરિણામે ૪૦ના બદલ ૩૯ શેર જ અનાજ ઉતરતું અને તેના લીધે નુકસાન વેઠવું પડ્યું તેઓ બટાકાની ખેતીમાં પણ નુકસાન કરે છે. એક વેપારી સાથે સટ્ટો રમવા જતાં હારી જાય છે. આમ તેમને નિષ્ફળતા પર નિષ્ફળતા મળવા લાગી હતી. ખેતી અને વેપાર ક્ષેત્રે નિષ્ફળતા મળ્યા પછી તેમણે છાપીમાં ઇસબગુલની ઘંટીમાં એક મજુર તરીકેનું કામ શરુ કર્યું. તેઓએ ઇસબગુલની ઘંટીમાં ત્રણ- ત્રણ મણની બોરીઓ તેઓ ઉઠાવતા પરંતુ મજૂર તરીકે તેઓ ઘણો સમય ટકી શક્યા નહીં.
હવે તેઓને વેપારનો મોહ જાગ્યો, તેથી ભેંસો પારખવાનો રસ જાગ્યો અને તે ધંધામાં ઝપલાવ્યું., તેમનું મન મુંબઈ તરફ ગયું. તે સમયમાં મુંબઈમાં છાપીના કેટલાક મુમન ભાઈઓએ ભેંસોનો કોઠો બનાવ્યો હતો. તેઓ પણ મુંબઈ ગયા અને ત્યાં તેમણે એક કોઠો બનાવીને મુંબઈમાં દૂધ વેચવાનો ધંધો કર્યો. મુંબઈ ગયા બાદ દૂધના વેપારમાં નિષ્ફળ તો નીવડ્યા જ પરંતુ તેના લીધે જીવનમાં અનેક પરિવર્તન આવ્યા હતા. કદાચ તેમને બનાસ ડેરી સ્થાપવાનો વિચાર ત્યાં થી આવ્યો હશે.
ગલબાભાઈ નાનજીભાઈ પટેલ સાચા અર્થમાં ખેડૂતોના નેતા હતા. ઈ.સ ૧૯૪૨માં ભારત દેશમાં હિન્દ છોડો આંદોલન ચાલી રહ્યું હતું. તે સમયમાં પાલનપુરના નવાબે ખેડૂતો પર ટેક્સ નાખ્યો હતો. તેવા સમયમાં તેમણે ખેડૂતોની સભા બોલાવી અને ખેડૂતો પર ટેક્સ નાખ્યો તેનો જોરદાર વિરોધ્ધ દર્શાવ્યો. પાલનપુરના નવાબ સાહેબે જે કર નાખ્યો તેની સામે તેઓએ એક એડવાઈઝરી બોર્ડની સ્થાપના કરી હતી અને તેઓ તેના સભ્ય બન્યા. આખરે આંદોલન સફળ થયું અને ખેડૂતો પર લગાવેલ ટેક્સ માફ કરવામાં આવ્યો. તેમજ ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાનું નક્કી કરવામાં આવ્યું.
ગલબાભાઈ નાનજીભાઈ પટેલે પછાત લોકોનો વિકાસ થાય તે અર્થે સહકારી પ્રવૃત્તિનો આરંભ કર્યો. દેશ આઝાદ થઈ ચૂક્યો હતો તે સમયે તેઓ એક સામાજિક નેતા તરીકે ખ્યાતિ મેળવી ચૂક્યા હતા. તેઓએ વર્ષ ૧૯૪૮ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પ્રવેશ કર્યો ત્યારે તેઓની સર્વ પ્રથમ નજર સહકારી પ્રવૃતિ પર ગઈ, ગરીબ ખેડૂતોને બેઠા કરવા હશે તો તે કાર્ય સહકારી પ્રવૃતિ દ્વારા જ થઇ શકાશે તેમ વિચારી એક સહકારી મંડળીની શરૂઆત કરવામાં આવી. ઈ.સ ૧૯૫૪ -૫૫ ગુજરાતમાં સૂતર પર નિયંત્રણ લાદવામાં આવ્યું. તે સમયમાં તેઓએ હરિજનો માટે વીવર્સ સહકારી મંડળીની સ્થાપી હતી. તેમાં એક હરિજન ભાઈને પ્રમુખ બનાવ્યો અને ગલબાભાઈ નાનજીભાઈ તેના સભ્ય બન્યા હતા
દેશ આઝાદ થયા બાદ ૧૯૫૨માં પ્રથમ રાષ્ટ્રવ્યાપી ચૂંટણીઓ આવી. ગલબાભાઈ નાનજીભાઈ પટેલને કોંગ્રેસ સંસ્થા પક્ષે ઉમેદવાર તરીકે પસંદ કર્યા અને તેઓ દ્રીભાષી મુંબઈ રાજ્યની ધારાસભાની ચૂંટણીમાં ચૂંટાયા અને ૧૯૫૭ની ધારાસભાની ચૂંટણીમાં પણ તેઓ વિજય થયા હતા. ગલબાભાઈ નાનજીભાઈ પટેલએ ઈ.સ ૧૯૬૮માં બનાસકાંઠા જિલ્લાના પંચાયત પ્રમુખ બન્યા હતા. તેઓ તાલુકા પંચાયતના પ્રમુખ પણ પ્રમુખ રહ્યા હતા
ગલબાભાઈ નાનજીભાઈ પટેલનું ૩ જાન્યુઆરી,૧૯૭૩ના દિવસે દેહાવસાન થયું હતું