ગરવી ગુર્જરીના ઉત્પાદનોના ઓન લાઇન વેચાણ માટેની વેબ એપ લોન્ચીંગ

મહાત્મા મંદિરમાં ગરવી ગુર્જરી-ર૦૧૮ આંતરરાષ્ટ્રીય બાયર સેલર મીટનો પ્રારંભ થયો છે. જેમાં હાથશાળ અને હસ્તકલા ક્ષેત્રના ૧૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય બાયર્સ ર૦૦થી વધુ રાષ્ટ્રીય બાયર્સ, ૧પ૦થી વધુ એકઝીબીટર્સ-કારીગરો ૩ થી ૬ ઓગસ્ટના ચાર દિવસ સુધી હસ્તકલા-હાથશાળના વિવિધ પાસાંઓ અંગે પરામર્શ, બી-ટુ-બી મિટીંગ, સેમિનાર તથા પ્રદર્શની-વેચાણમાં સહભાગી થવાના છે. ગુજરાતની હસ્તકલા-હાથશાળ કારીગરી વિવિધતાથી ભરપૂર છે. કચ્છ-જામનગરની બાંધણી, પાટણના પટોળા, કચ્છી ભરતકામ, રોગાન પેન્ટીંગ, પિઠોરા ચિત્રકલા આવી અનેકાનેક બેનમૂન કારીગરીએ વિશ્વમાં ગુજરાતની કલા-સંસ્કૃતિને ઊજાગર કરી છે. ૩જી ઓગસ્ટથી ૬ઠ્ઠી ઓગસ્ટ સુધી યોજાનાર આ ઈન્ટરનેશનલ બાયર સેલર મીટમાં વિશ્વના ૨૦ જેટલાં દેશો ભાગ લઈ રહ્યા છે.

મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ આ અવસરે ગરવી ગુર્જરીના ઉત્પાદનોની ઓન લાઇન વેચાણ માટેની એપ અને સાઇટનું લોન્ચીંગ કર્મંયું હતું. નેટવર્કીંગનો પણ વ્યાપક લાભ અને અવસરો ગ્રામીણ કારીગરોને ઘર આંગણે બેઠા પ્રાપ્ત થશે.  બાયર સેલર મીટ રાજ્યના નાના-ગ્રામીણ કારીગરો માટે એક ઉત્તમ મંચ બનશે અને તેમની ચીજવસ્તુઓને વૈશ્વિક ખરીદદારો મળી રહેશે. આદિજાતિ બંધુઓના હસ્તકલા ઉત્પાદનોના વેચાણ માટે વાયબ્રન્ટ સમિટમાં એમેઝોન  અને ભૂતાન, દૂબઇ, ચાયના, યુ.કે.ના વિવિધ વ્યવસાયકારોએ ગુજરાત હેન્ડલૂમ હેન્ડીક્રાફટ
કોર્પોરેશન સાથે MoU પણ કર્યા હતા.

ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અન્વયે ગ્રામીણ પરંપરાગત વ્યવસાયો-હસ્તકલા કારીગરોને ૬ ટકા વ્યાજ
સબસીડી યોજનાની ભૂમિકા પણ તેમણે આપી હતી. સરકારે રૂ. ૪પ૦ કરોડ કુટિર અને ગ્રામોદ્યોગ તહેત બજેટમાં ફાળવ્યા છે.