અમદાવાદ, 25 ડિસેમ્બર 2019
ગાંધીજીના અંતત મદદનીશ મહાદેવ દેસાઈના પૌત્ર અને ગુજરાતના જાણીતા પત્રકાર નચિકેતા દેસાઈ ગાંધીઆશ્રમાં સત્યાગ્રહ માટે ઉપવાસ પર બેસતાં તેમને આશ્રમના સંચાલકોએ હાથ પકડીને બહાર હાંકી કાઢ્યા હતા. આશ્રમ સંચાલકોએ પોલીસને બોલાવી હતી અને પોલીસે તેમની અટકાયત 25 ડિસેમ્બર 2019ના સવારે 9 વાગ્યા કરી હતી.
મહાદેવ સેસાઈએ આ આશ્રમમાં ગાંધીજીની પીએ તરીકે 15 વર્ષ કામ કરીને ગાંધીજીની દરેક ક્ષણને વણી લઈને ગાધીજીની દિનવારી લખી હતી. મહાદેવે ગાંધીજીની દરેક પ્રવૃત્તિની નોંધ કરીને ડાયરી લખી હતી તે ગાંધીજીના અક્ષરદેહ તરીકે પ્રસિદ્ધ થઈ હતી. હવે બનાવટી ગાંધીયનો, દારુ પીનારા અને સિગારેટ પિનારાઓ ગાંધી આશ્રમમાં રહે છે તેની સામે ટ્રસ્ટીઓને વાંધો નથી પણ મહાદેવ દેસાઈના પૌત્ર પોતે સત્યાગ્રહ કરે તેની સામે વાંધો લઈને હેવાનીયત પર ઉતરી આપીને ભાજપને પ્યારા થઈ રહ્યાં છે. જ્યાં અંગ્રેજો સામે 15 વર્ષ સુધી લડાઈ ચાલી હતી તે સાબરમતી આશ્રમમાં હવે ગાંધીયનો નહીં પણ ગોડસે આવી ગયા છે. સત્યાગ્રહ કરી રહેલા દેસાઈને બહાર ખેંચીને લઈ ગયા હતા. ભાજપના દબાણ હેઠળ આશ્રમ કામ કરી રહ્યો છે અને ભાજપના નેતાઓએ આશ્રમની 12 મિલકતો પચાવી પીડી હતી. હવે કેન્દ્રની મોદી સરકાર આશ્રમની 112 મિલકતો પચાવી પાડવા યોજના બની છે તેનો ભાગ આશ્રમના સંચાલકો બની ગયા હોત તેમ સરમુખ્યતારની જેમ નચીકેતા પર તૂટી પડ્યા હતા.
ગઈકાલ કેબના વિરોધમાં ઉત્તર પ્રદેશમાં તેની માનેલી બહેન સઝબ ઝફર પર પોલીસ દ્વારા હુમલો થયો હતો. તેને પોલીસે બંદૂકના કુંદા માર્યા હતા. તેથી તેની પીઠ પર લોહી નિકળી આવ્યું હતું. તેની બહેન પર હુમલો થતાં નચિકેત વ્યથિત હતા. વળી, તેઓ કેબનો વિરોધ કરી રહ્યાં છે આ બે કારણોસર ગાંધીઆશ્રમમાં સત્યાગ્રહ કરીને ઉપવાસ પર બેસવા માટે તેમણે આશ્રમની અગાથી મંજૂરી માંગી હતી. આશ્રમના સંચાલકોએ તેનો ઈન્કાર કરી દીધો હતો.
ગાંધીયન અને સ્વૈચ્છિક સંસ્થા સાથે જોડાયેલાં અને આશ્રમની સામે જ રહેતાં નીતા મહાદેવ અને હેમંત પણ ઉપવાસ પર બેઠા હતા. તેમણે આ બધી હકીકત કહી હતી.
ગઈકાલ સત્યાગ્રહની મંજૂરી માંગી ત્યારથી દેસાઈ પર ભારે દબાણ હતું તે આશ્રમમાં સત્યાગ્રહ ન કરે. ઈલા ભટ્ટે પણ દબાણ કર્યું હતું કે તું તો અમારો છે તારે ઉપવાસ પર આશ્રમમાં ન બેસવું જોઈએ.
સવારે 8 વાગે સત્યાગ્રહ કરી રહેલાં દેસાઈ પાસે 9 વાગે કાર્તિકેય સારાભાઈ આવ્યા હતા અને તેમને અહીંથી બહાર જતાં રહેવા કહ્યું હતું. નચીકેતાએ કહ્યું કે બંધારણીય કટોકટી ઊભી થઈ છે ત્યારે હું અહીં મારા દાદ જ્યાં કામ કરતાં હતા તે ગાંધીજીના સ્થાન પર સત્યાગ્રહ ન કરી શકું તો ક્યાં કરીશ ?
સારાભાઈએ કહ્યું તમે અહીંથી ઊભા થઈને બહાર જતાં રહો.
નરેન્દ્ર મોદીની નજીક સરકી ગયેલાં મૂળ કોંગ્રેસી કાર્તિકેય સારાભાઈ માન્યા નહીં અને અતુલ પંડ્યાને બોલીવીને દેસાઈને પાછળથી પકડીને તેમને દરવાજાની બહાર ખેંચીને લઈ ગયા હતા. જબરજસ્તી ઉઠાડી આશ્રમની બહાર લઈ ગયા.
પોલીસ બોલાવી અને પોલીસ નચીકેતને પહેલા સુભષ પોલીસ ચોકી અને પછી અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.