ગાંધીજી જ્યાં ગૌશાળા ચલાવતાં હતા તેનું બનાવેલું 80 વર્ષ જૂનું મકાન NDDBએ તોડી પાડ્યું છે. 1 ફેબ્રુઆરી 2018માં સમાચાર પત્રમાં જાહેરાત છાપીને ઐતિહાસિક ગૌશાળાને તોડી પાડવાનું જાહેર કરાયું હતું. અગાઉ પણ અહીં મતાનો તોડીને સ્ટાફ ક્વાર્ટર બનાવાયા હતા. આ અંગે ચેરીટી કમિશનર સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. જ્યાં પશુ માટે શેડ બનાવવા માટે આ મકાનો તોડવામાં આવ્યા હોવાનું સાબરમતી આશ્રમ ગૌશાળાના મેનેજર સી. ટી. પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. અહીં ગાંધીજીના સમયમાં તમામ આશ્રમવાસીઓને દૂધ આપવામાં આવતું હતું. જો કે ગાંધીજી દૂધ પીતા ન હતા.
1916થી જ આશ્રમ ગૌશાળા છે
આશ્રમની શરૂઆતથી જ ગૌશાળાનું કામ થતું હતું. 1933માં આશ્રમ બંધ થયો ત્યારે ગૌશાળા પણ બંધ થઈ હતી. ફરી હરિજન આશ્રમ તરીકે ગાંધી આશ્રમની કામગીરી શરુ થઈ ત્યારે ગૌશાળાની કામગીરી પણ શરૂ થઈ હતી. ગૌશાળાની આર્થિક સ્થિતી સ્વતંત્ર રહી છે. તેના માટે ટ્રસ્ટી મંડળ અલગથી કામ કરે છે. ગૌશાળા માટે ચાર કેન્દ્ર છે. જેમાં એક હરિજન આશ્રમ, બીડજ ગામ કે જે અમદાવાદથી 23 કી.મી. દૂર છે. ધર્મપુરા જે 24 કી.મી. દૂર છે. સુએજ ફાર્મ કે જે 10 કી.મી. દૂર આવેલું છે.
1588 એકર જમીન ક્યાં ગઈ
વીડજ અને ધર્મપુરા માટે રૂ.1,34,093 ખર્ચ કરીને 782 એકર જમીન ખરીદ કરી હતી. સાબરમતી, બીડજ, સુએજ ફાર્મ માટે મળીને 803 એકર જમીન ખરીદ કરવામાં આવી હતી. આમ આ બન્ને જમીન થઈને કૂલ 1588 એકર જમીન હતી. જેમાં 700 એકર જમીન પર ગાયો માટે ઘાસ, અનાજ, કપાસ ઉગાડવામાં આવતા હતા. 350 એકર જમીન પર ખેડૂતોની પાસે હતી. બાકીની 638 એકર જમીન ગાયના ચારા માટે મકાન, રસ્તા માટે હતી. આમ હાલ સાબરમતી ગૌ શાળા પાસે કેટલી જમીન છે તે ક્યારેય જાહેર કરાયું નથી. સૂત્રો કહે છે કે આ જમીન માંથી મોટાભાગની જમીન હવે રહી નથી.
હાલનું મકાન 1938માં બન્યું હતું
15 જૂન 1938માં ગૌશાળાનું મકાન મુંબઈ સરકારના વડાપ્રધાન ખેરના હાથે ખૂલ્લી મૂકવામાં આવી હતી. જેની તક્તી પણ આજે હયાત છે. ત્યારે ગૌશાળાનું મકાન બાંધવા તથા રહેણાંકના મકાનો બનાવવા માટે રૂ.7200નો ખર્ચ થયો હતો. જે ખર્ચ ઘી અમદાવાદ અમેરિકન કોટન લિમિટેડ તરફથી ગૌશાળાને મળતી મદદમાંથી કરવામાં આવ્યો હતો. જે તોડી પાડવામાં આવ્યું છે. લગભગ 80 વર્ષ જૂનું મકાન છે.
1973માં NDDBને આપી દેવામાં આવ્યું હતું
1952માં સાબરમતી ગૌશાળા ટ્રસ્ટની નોંધણી થઈ હતી. જેમાં છ ટ્રસ્ટીઓ હતી. 1973માં આ ટ્રસ્ટને NDDBને આપી દેવામાં આવ્યું હતું. 1974માં અમદાવાદ ખાતે વિર્ય ઉત્પાદન શરૂ કરવામા આવ્યું હતું. ત્યાર પછી ખેડાના બીડજ ફાર્મમાં 1976-77માં સ્થળાંતરિત કરાયું હતું. 2018માં 160 સાંઢ અને 40 ગાય છે. કૃત્રિમ વિર્ય તેના દ્વારા એકઠું કરીને 23 લાખ ગાયોને કૃત્રિમ વિર્ય આપી બચ્ચા પેદા કરવામાં આવે છે.
ગૌસેવા આયોગની યાદીમાં ગૌશાળા નથી
ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા ગુજરાતની તમામ ગૌશાળાની જિલ્લા વાર યાદી તૈયાર કરીને પ્રસિધ્ધ કરી છે. જેમાં ક્યાંય ગાંધી આશ્રમની ગૌશાળા જાહેર કરવામાં આવી નથી. ખેડા કે અમદાવાદ જિલ્લામાં તે યાદી જોવા મળતી નથી.
ગાંધી આશ્રમ ગૌશાળાને 100 વર્ષ થયા
ગાંધીજીના જન્મને 150 વર્ષ પૂરા થતાં હોય તેની ઉજવણી શરૂ કરવામાં આવી છે. વિશ્વ પ્રસિદ્ધ સાબરમતી આશ્રમને 17મી જુન 2017ના રોજ 100 વર્ષ પૂર્ણ થાય છે. તેની સાથે ગાંધીજીની ગૌશાળાને પણ 100 વર્ષ પૂરાં થયા છે. ભારતની આઝાદી અને અહિંસક સમાજરચના માટે આશ્રમ કેન્દ્રસ્થાન બન્યું હતું. ખેતી, ખાદી, ગ્રામોદ્યોગો, ગોપાલન, નયી તાલીમ, અસ્પૃશ્યતા નિવારણ, રાષ્ટ્રીય એકતા, સમરસ સમાજરચના વગેરે પ્રવૃતિઓનો આરંભ ગાંધીજીએ અહીંથી કર્યો.
1930ની 12મી માર્ચે 78 આશ્રમવાસીઓ સાથે દાંડી-યાત્રા આશ્રમથી નિકળી ત્યારે ગાંધીજીએ કહ્યું હતું કે આઝાદી નહીં મળે ત્યાં સુધી તેઓ હવે આશ્રમમાં પરત નહીં ફરે. થી આશ્રમ વધુ યાદગાર છે. જે આંદોલનમાં 60,000 જેટલા સત્યાગ્રહીઓએ જેલો ભરી દીધી હતી. જેમાં લોકોની માલમિલકત જપ્ત થઈ, એમની સહાનુભૂતિમાં ગાંધીજીએ આશ્રમને વિખેરી નાંખવાની જાહેરાત કરી હતી. આશ્રમવાસીઓની ધરપકડો થઈ હતી. આશ્રમભૂમિ નિર્જન બની હતી.
100 વર્ષથી આસ્થા
છેલ્લા 100 વર્ષથી સાબરમતી આશ્રમમાં હાલ કન્યાકેળવણી, પશુપાલન, ખાદીઉત્પાદન, ગૃહઉદ્યોગ, ગૌશાળા, સાબુ ઉત્પાદન, ફર્નીચર બનાવા જેવી વિવિધ પ્રવૃત્તિથી આશ્રમ થાય છે. છેલ્લાં 100 વર્ષથી આશ્રમમાં વિશ્વભરમાંથી લોકો આવે છે. તે ગાંધીજી પ્રત્યે આસ્થાના કારણે આવે છે. ગૌશાળા જોવા માટે મોટાભાગે કોઈ જતું નથી.
ગીર ગાયનું સંવર્ધન, 100 લીટર લોહીથી 1 લિટર દૂધ બને
20 માર્ચ 2018માં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને સાબરમતી આશ્રમ ગૌશાળા દ્વારા આયોજિત ગીર ગાય તેમજ જાફરાવાદી ભેંસ ઓલાદ સુધારણા માટે ગીર સોમનાથના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સેમિનાર યોજવામાં આવ્યો હતો. ગીર ગાયમાં 24 કલાક દૂધ ઉત્પાદનની પ્રક્રિયા થતી રહેતી હોય છે. 400 થી 500 લીટર લોહી આંચળ માંથી પસાર થાય ત્યારે સારી ગીર ગાયમાં 39 થી 40 લીટર દૂધ બને છે. ગીર ગાયના આંચળમાં 200 કરોડ જેટલા સુક્ષમ સાબુદાણા જેવા દૂધના બિન્સ રહેલા હોય છે ગીર ગાયના દૂધમાં ન્યુટ્રીશન વધુ પ્રમાણમાં હોવાને કારણે માનવ જીવન માટે આરોગ્યપ્રદ છે.