ગાંધીજીની હયાતીમાં આશ્રમનું નૈતિક અધઃપતન

ગાંધી આશ્રમની સ્થાપના થઈ ત્યારથી આશ્રમ વિવાદમાં રહ્યો હતો. તેમાં અહીં લખી ન શકાય તેવા કુકર્મ ગાંધીજીની હયાતીમાં થયા હતા. 1930માં ગાંધીએ આશ્રમ છોડ્યો ત્યાર બાદ અહીં સંચાલકો પૈકી કેટલાંક વ્યભિચાર અને ભ્રષ્ટાચાર કરવા લાગ્યા હતા. તેને ખૂલ્લો પાડનાર એક ગાંધીયન જ હતા. રામજીભાઈ તેનું નામ હતું. ગાંધીજીને ખાદી વણવાનું શિખવનારા રામજીભાઈ ગોપાળ બઢિયા અને તેમના પત્ની ગંગાબહેન દ્વારા અહીં ચાલતી અનૈતિક પ્રવૃત્તિ સામે અવાજ ઉઠાવીને ગાંધીજીને તમામ બાબતો પત્ર દ્વારા અને રૂબરૂ મળીને જણાવી હતી. જેનાથી ગાંધીજી દુઃખી થયા હતા. ગાંધીજી આશ્રમ છોડીને ગયા પછી અનેક એવા લોકો આવ્યા કે જે સેવાના નામે કુકર્મ કરવા લાગ્યા હતા. લક્ષીદાસ આસર તે પૈકીના એક હતા. ગરીબાઈ અને મજબૂરીનો લાભ લઈને મહિલાઓ સાથે અભદ્ર વ્યવહારો થયા હતા. 19 માર્ચ 1940નો એક પત્ર ગાંધી સમાજને શરમ કરાવે એવો છે. જેમાં આશ્રમમાં રહેતાં એક મહારાષ્ટ્રીયન દ્વારા એ પત્ર લખાયો હતો. તેઓ સંસ્થામાં કામ કરતાં હતા. તેમને આશ્રમના કામે બહાર મોકલવામાં આવ્યા. તેઓ જેવા બહાર ગયા તેની સાથે જ એક કહેવાતી ગાંધીવાદી તેમના ઘરે તેમની પત્ની પાસે ગયા હતા. ત્યારે જે બન્યું પછી આ કુટુંબ આશ્રમ છોડીને જતું રહ્યું હતું. આવી તો અનેક પાપ લીલાઓ અહીં આચરવામાં આવી હતી. વાસના ભૂખ્યા લોકો ગાંધીજીના નામે ગરીબ અને લાવણ્ય ધરાવતી મહિલાઓ સાથે ખેલ ખેલ્યા હતા. આ બાબતો અંગે ગાંધીજીને રામજીભાઈએ વાકેફ કર્યા હતા. તેઓ આવા હલકટ સંચાલકો સામે મેદાને પડ્યા. ગાંધીજીને અનેક પત્રો લખ્યા કે આશ્રમમાં કેવા ગોરખ ધંધા શરૂ થયા છે. આશ્રમમાં થતી ચોરી, વ્યભિચાર, અનીતિ, અસત્ય, ગરીબ લોકો ઉપરના જુલમ, મહિલા પરના બળાત્કાર, શોષણ, અત્યાચાર, ધનસંગ્રહ, ભ્રષ્ટાચાર જેવા કુકર્મો કરવા લાગતાં લોકો સામે તેઓ પડી ગયા હતા.

આશ્રમની અનીતિ વાંચી, ગાંધીજી દુઃખી થયા

ગાંધીજી જે સિધાંતમાં માનતાં હતા તેનાથી વિપરીત અહીં આશ્રમના સંચાલકો કરવા લાગ્યા હતા. જેમની તમામ હકીકતો ગાંધીજીને લખીને 1940 સુધીમાં તમામ જાણ કરી હતી. ગાંધી અહીંથી ગયા તેના 3 વર્ષમાં અહીં તમામ નીતિમૂલ્યો તૂટીને સાબરમતીમાં જઈ પડ્યા હતા. 10 વર્ષમાં જ ગાંધીજીના સિધાંતો તોડીને આશ્રમમાં કાળા કામો થવા લાગ્યા હતા. જે અંગે ગાંધીજીને જાણ થતાં તેઓ પોતે હચમચી ગયા હતા અને ઉપવાસ કર્યા હતા. ત્રણ વર્ષ પછી 1 મે 1933માં ગાંધીજીએ રામજીભાઈને પત્ર લખ્યો હતો કે, તમારા પત્રો હું વાંચી ગયો છું. બહુ દુઃખ થયું છે. તમે લખેલી વાતો માની ન શકાય તેવી છે. શું એ મારી આટલા વર્ષોની મહેનતનું ફળ છે ? મથુરદાસ અને નારણદાસ (ગાંધીજીના ભત્રીજા) જેવા ફૂટી બાદામે કરે. અને એ બધા આરોપો જો ખોટા હોય તોય દુઃખ કે રામજીભાઈ કોમળ ન થયા. 22 જાન્યુઆરી 1934માં ગાંધીજીએ બીજો એક પત્ર લખીને કહ્યું હતું કે, હવે જેમ કરવું હોય તેમ પરીક્ષિતભાઈને મળીને જ કરવું. મારો અખત્યાર કંઈ રહ્યો નથી.

બધી વિગતો ગાંધીજી સુધી પહોંચી અને રામજીભાઈને આશ્રમના સંચાલકો દ્વારા પરેશાન કરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. તેમને આશ્રમમાંથી હાંકી કાઢવા તમામ કાવતરા કરવાનું શરૂ કરાયું હતું. અહીં સત્યનો પરાજય થતો લાગતો હતો. અસત્યનો વિજય આશ્રમાં જ થઈ રહ્યો હોય તેવું હતું. તેઓ તુરંત ગાંધીજી પાસે વર્ધા આશ્રમ ગયા હતા. જ્યાં તેમણે સાબરમતી આશ્રમમાં જે કંઈ થયું તેની સંપૂર્ણ નગ્ન કથા બાપુને કહી સંભળાવી હતી. કેટલાએ પવિત્ર અને પ્રેમાળ કુટુંબો તેમની બહેન દિકરીઓની સલામતી માટે આશ્રમ છોડીને તેમની મજૂરી લીધા વગર આશ્રમ છોડીને કઈ રીતે નિકળી ગયા તે વિતક કથા તેમણે બાપુને કહી સંભળાવી હતી. આશ્રમના સેવકો કેવા કામો કરતાં હતા તે બાબત રામજીભાઈથી સહન ન થઈ તેમણે ઉપવાસ કરવાની જાહેરાત કરી દીધી. બાપુના સાચા સત્યાગ્રહીએ બાપુના રસ્તે લડત શરૂ કરી હતી. 15 દિવસ સુધી તેમણે ભ્રષ્ટાચાર સામે ઉપવાસ કર્યા હતા.

મહાત્મા પણ અહીં હારી જતાં હોય એવું લાગે છે. તેઓ લાચાર હોય એવું રામજીભાઈના ઉપવાસ પરથી સ્પષ્ટ થાય છે. સંચાલકો સામે ગાંધીજી પગલાં લઈ શકે તેમ ન હતા. ગાંધીજી પોતે સંચાલકોથી તંગ આવી ગયા હતા. એક બીજું આશ્રમમાં ન આવવાની ગાંધીની પ્રતિજ્ઞા અને બીજી બાજુ આશ્રમમાં ચાલતી અનીતિમાં તેઓ લાચાર બની ગયા હતા. સતત 15 વર્ષ સુધી સમગ્ર દેશ તે જગ્યાને પવિત્ર અને આદર્શ માનતો હતો તે સ્થળ હવે અનાદરને પાત્ર બની ગયો હતો. પણ તે અંગે બહુ ઓછા લોકો જાણતાં હતા. જે જાણતા હતા તે આંખ, કાન, નાક અને મગજ બંધ કરીને બેસી ગયા હતા. અંગ્રેજને હચમચાવી નાંખનારા ગાંધી પોતાના આશ્રમ સામે લાચાર હતા. પણ રામજીભાઈએ આમરણાંત ઉપવાસ પર જવાનું 1947માં નક્કી કર્યું હતું.

રામજીભાઈએ 15 દિવસના ઉપવાસ કર્યા તેનું કોઈ જ પરિણામ ન આવ્યું. પણ સમગ્ર દેશમાં આશ્રમની ગંદી પ્રવૃત્તિ માટે ધ્યાન ગયું. રામજીભાઈએ જાહેર નિવેદન બહાર પાડ્યું હતું જેમાં ભાડાના મકાનો આશ્રમ વાસીઓને આપવાની વાતની સાથે એવું પણ લખ્યું હતું કે, આશ્રમમાં ન્યાય અને નીતિનું છડેચોક છેદન થયું છે. એ સામે મારો આત્મા કકડી ઉઠ્યો છે. આ પછી બાપુએ એક પત્ર લખ્યો હતો એ પત્ર ક્યારેય રામજીભાઈને મળ્યો ન હતો. તાર કરીને બાપુએ કહ્યું હતું કે મારો પત્ર તારની પાછળ આવી રહ્યો છે. પણ એ પત્રનું રહસ્ય આજે પણ અકબંધ છે. શું હતું એ પત્રમાં ? કોઈ જાણી શક્યું ન હતું. પત્ર ગુમ થયો એ જ બતાવે છે કે, આશ્રમના તે સમયના સંચાલકો કેવા કાવત્રાખોર હતા. ગાંધીજી આશ્રમમાં હવે ક્યારેય આવવાના નથી એ આ સંચાલકો સારી રીતે જાણતાં હતા. તેથી તેઓએ અહીં સરમુખત્યારી ચલાવી હતી. રામજીભાઈએ આખરે 15 દિવસ પછી પરણાં કરી લેવા પડ્યા હતા. ગાંધી મૂલ્યોની હત્યા આજે પણ ગાંધીઆશ્રમાં થઈ રહી છે. કેવી રીતે ?