ગાંધીનગરનો 54માં જન્મ દિવસ અરુણ બુચે ઉજવ્યો

ગાંધીનગર વસાહત મહામંડળના પ્રમુખ અને શહેર માટે હંમેશા ચિંતા રાખનારા સૌથી વરિષ્ઠ નાગરીક અરૂણભાઈ બુચે આજે રાજકારણીઓ સાથે મળીને ગુજરાતના પાટનગરનો 54માં જન્મદિવસ મનાવ્યો હતો. પ્રારંભમાં સતત ૫૩ વર્ષથી પાટનગરના જન્મદિનની ઉજવણીનો કાર્યક્રમ યોજતાં વસાહત મહામંડળના પ્રમુખ

અરૂણભાઇ બુચે શહેરની ગતિ-પ્રગતિમાં મહાનુભાવોના યોગદાનને આવકારી પાટનગરની સમસ્યા અને ઉકેલ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. ગાંધીનગરની ગુજરાત વિદ્યુત બોર્ડની કોલોનીના ગેસ્ટહાઉસનું બિલ્ડિંગ; કે જ્યાં ગાંધીનગરના નિર્માણની પ્રથમ ઈંટ મૂકાઈ હતીત્યાં ગાંધીનગર શહેર વસાહત મંડળ દ્વારા  ગાંધીનગરના જન્મદિવસની ઉજવણીનું આયોજન કરાય છે. દ્વારકા, અાનર્તપુર, ગિરિનગર, વલ્લભી, અણહિવલવાડ પાટણ, અમદાવાદ, ચાંપાનેર, રાજકોટ, મુંબઈ, અમદાવાદ અને હાલ ગાંધીનગર ગુજરાતનના પાટનગર રહ્યાં છે. 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ છે અને 2 ઓગષ્ટ 1965માં ગાંધીનગરનો સ્થાપના દિવસ છે. 

સાત ગામ ગાંધીનગર બન્યા

23 ડિસેમ્બર 1969ના રોજ રાજ્યના પાટનગરનું નામ મહાત્મા ગાંધીના નામ પરથી ગાંધીનગર રાખવામાં આવ્યું હતું. 12 ગામની જમીન ખેડૂતો પાસેથી લીધી હતી. જેમાં પેથાપુર, વાવોલ, ઈન્દ્રોડા, બોરીજ, આદિવાડા, કોલવડા, સરગાસણ, ધોળાકુવા, લેકાવાડા, પાલજ, બાસણ અને શાહપુર ગામની કુલ 10,554 એકજ લઈ લેવામાં આવી હતી. જેમાં 7 ગામની જમીન તો પુરેપુરી લઈ લેવામાં આવી હતી. બીજી વધારાની સરકારી પડતર, ગૌચર, ખરાબાની 14 હજાર એકર મળીને 54.57 ચોરસ કિલોમીટરનું પાટનગર બન્યું હતું.

માલિક મટી ગયા

1966માં જમીન સંપાદન કરવાનું શરૂં કરાયું હતું. જેમાં સાત ગ્રામ પંચાયતો ભેળવી દેવામાં આવી પણ તેના ગામના રહેણાંકના મકાનો એટલે કે ગામ તો એમ જ રહ્યાં છે. જેમની પારાવાર સમસ્યા છે. તેઓ તેમના માલિક નથી પણ કબજેદાર છે. તેથી તેમને માલિક બનાવવા માટે ઘણાં લાંબા સમયથી માંગણી ચાલતી આવી છે.

રાજનેતીઓને શરમ નથી

ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી પરબતભાઈ પટેલે ગાંધીનગરના ‘આદિ મકાન’ પર જયાં તકતી મૂકવામાં આવી છેત્યાં મંગલ દિપ પ્રગટાવીને ગાંધીનગરના જન્મદિવસની ઉજવણીનો આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ગાંધીનગરના મેયર પ્રવીણ પટેલકલેકટરવસાહત મહામંડળના પ્રમુખ અરૂણભાઈ બુચ તથા વિવિધ ક્ષેત્રોના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. ગાંધીનગર માટે કુરબાની આપનારા ખેડૂતોના પ્રશ્નો તરફ મો ફેરવીને રાજનેતાઓ આજે નફ્ટ્ટ બની ગયા છે. તેઓ ગામના લોકોના પ્રશ્નો ઉકેલતાં નથી. કુરબાની આપનારની ખરાબ જીંદગી જોઈને રાજનેતાઓને શરમ પણ આવતી નથી. 

પછાત ગામો, આધુનિક શહેર

સાત ગામના ગૌચર લઈ લેવાયા છે. ગામની પરંપરાગત વસતી વધે છે પણ ગામનું તળ વધારવામાં આવતું નથી. નવા બાંધકામો થયા છે તેની મંજૂરી આપવામાં આવતી નથી. ઈન્દ્રોડા, બોરીજ, ધોળાકુવા, આદિવાડા, પાલજ, બાસણ, વાવોલ-ફતેહપુરા ગામને ગાંધીનગરમાં      લઈ લેવાયા છે. શહેર વિકસી ગયું છે પણ ગામો પછાત છે. તેમની જમીન ગઈ પણ વિકાસ પણ ગયો છે. ગટર, પાણી, રોડ સાડા પાંચ દાયકા પછી પણ તેમને મળ્યા નથી. સ્માર્ટ સિટી તરીકે ગાંધીનગરને જાહેર કરાયું છે. 32 કરોડની ગ્રાંડ મળી છે.  પણ તેની એક પણ યોજના શહેરના લોકો માટે અમલી બની નથી. 

મહાનગર બન્યું પણ ખટપટ વધી 
ગાંધીનગરને 45 વર્ષ પછી 16 માર્ચ 2010માં ગુજરાત વિધાનસભાએ મહાનગર તરીકે જાહેર કર્યું હતું. મહાનગર માટે ગાંધીનગરના લોકોએ લાંબી લડત ચલાવી હતી. 1 મે 2010થી મહાનગર બન્યું અને 30 એપ્રિલ 2010માં જાહેરનામું બહાર પડ્યું હતું. ત્યારથી કોંગ્રેસના મેયર ચૂંટાતા આવ્યા છે. ભાજપની રાજકીય ખટપટના કારણે હોર્ષ ટ્રેડીંગ કરીને મેટરને ભાજપ ખરીદી લે છે. તેને લોભ લાલચ આપીને પક્ષાંતર કરાવીને ભાજપમાં લઈ લે છે. આમ કોંગ્રેસના બન્ને મેયરને ભાજપે પક્ષાંતર કરાવીને રાજકીય ખટપટના મંડાળ કરાવ્યા હતા.  

ગાંધીનગરના નિર્માણની શરૂઆત 1965, 2 ઓગસ્ટે થઈ હતી. નગરમાં સૌપ્રથમ બિલ્ડિંગ વિશ્રામગૃહની બની હતી. જી.ઈ.બી. કોલોનીમાં આજે પણ આ ઈમારત ગેસ્ટ હાઉસ તરીકે વપરાશમાં છે. ગાંધીનગરના આદિ મકાનના પરિસરમાં આજે મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી પરબતભાઈ પટેલે ગાંધીનગરના ‘આદિ મકાન’ પર જયાં તકતી મૂકવામાં આવી છેત્યાં મંગલ દિપ પ્રગટાવીને જન્મદિવસની ઉજવણીનો આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ગાંધીનગરના મેયર પ્રવીણભાઈ પટેલવસાહત મહામંડળના પ્રમુખ અરૂણભાઈ બુચ તથા વિવિધ ક્ષેત્રોના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.