રાજ્યમાં આગામી ૨૩ એપ્રિલ-૨૦૧૯ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂટણી પ્રક્રિયાની કામગીરીની દેખરેખ તથા નિયંત્રણ માટે ૬-ગાંધીનગર લોકસભા મતદાર વિભાગ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા નિરીક્ષકની નિમણુક કરવામાં આવી છે. આ નિરીક્ષકને મદદરૂપ થવા લાયઝન અધિકારીઓની નિમણુક કરાઇ છે.
વિધાનસભા મતદાર વિભાગ ગાંધીનગર, કલોલ, સાણંદ માટે નિરીક્ષક તરીકે રાજકુમાર (૯૯૬૯૨ ૩૮૩૫૦)ની નિમણુક કરાઇ છે અને લાયઝન અધિકારી માટે નીતિન રોહિતની નિમણૂક કરાઇ છે. એજ રીતે ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા, સાબરમતી વિધાનસભા મતદાર વિભાગ માટે નિરીક્ષક તરીકે પ્રશાંત શુકલા (૮૦૦૭૯ ૪૮૫૧૬) અને લાયઝન અધિકારી તરીકે ડી.એમ.પંજવાણી અને રત્નમ આર આસિસ્ટન્ટ લાયઝન અધિકારી તરીકે કામ કરશે.
જ્યારે ગાંધીનગર-ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર મતદાર વિભાગ માટે નિરીક્ષક તરીકે ભૂપેન્દ્રપાલ સિંઘ (૯૯૧૫૨ ૧૮૦૦૧) અને લાયઝન અધિકારી તરીકે બી.એમ. પટેલ રહેશે. એજ રીતે નારણપુરા, સાબરમતી વિભાનસભા મતદાર વિભાગ માટે હરેન્દ્રસિંઘ (૯૪૧૨૨ ૪૧૧૨૨) નિરીક્ષક તરીકે અને તેજસ પટેલ લાયઝન અધિકારી તરીકે કામ
કરશે એમ યાદીમાં જણાવાયું છે.