ઘટનાસ્થળે વનવિભાગ અને પોલીસની ટીમ આવી ગઇ છે અને તપાસ આદરી છે. રાજ્યમાં દીપડો અને સિંહ જેવા પ્રાણીઓ ઘરમાં ઘુસી જવાના બનાવ તો આપણે ઘણાં સાંભળ્યા છે. પરંતુ આજે સવારે નવા સચિવાલયમાં દીપડો ધુસ્યાની આશંકાથી અફરાતફરી મચી ગઇ છે. ઘટનાસ્થળે વનવિભાગ અને પોલીસની ટીમ આવી ગઇ છે અને તપાસ આદરી છે.
ગાંધીનગરમાં નવા સચિવાયલમાં દીપડો ધુસી ગયાની આશંકા વર્તાઇ રહી છે. વનવિભાગની ટીમ ત્યાં આવીને તપાસ હાથ ધરી છે. જેમાં હાલ તેમની એક ટીમે સીસીટીવી ફૂટેજમાં તથ્યો શોધી રહ્યાં છે જ્યારે બીજી ટીમ દીપડાના પગ કે કોઇ અન્ય નિશાની શોધી રહ્યાં છે. તેઓ તે પણ શોધી રહ્યાં છે કે દીપડો ક્યાંથી, કયા દરવાજાથી ઘુસ્યા હશે.
અધિકારીઓએ આ અંગે ચિંતા દર્શાવતા કહ્યું છે કે જો સચિવાલયમાં દીપડો ઘુસી ગયો હોય તો ઘણી જ ચિંતાનો વિષય છે. આ અંગે તપાસ થશે કે તે ક્યાંથી અંદર આવી ગયો.