ગાંધી જયંતિના એક દિવસ અગાઉ વિચાર ફાઉન્ડેશન દ્વારા ‘‘ ગાંધી મિત્ર એવોર્ડ્સ-૨૦૧૮ ’’ એનાયત કરવામાં આવ્યા હતા. ગાંધી વિચારોને લઈ પરિણામની અપેક્ષા રાખ્યા વિના સફળતા પૂર્વક સમાજમાં પ્રેરણાં પૂરી પાડતા સમાજ સેવકોને બીરદાવ્યા હતા.
એવોર્ડ પ્રાપ્ત કરનાર ત્રણેય ગાંધીમિત્રો સમાજની જાગૃતતાનું જીવતુ જાગતુ ઉદાહરણ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની વાત કરતા તેમણે બાપુના વિચારને પહેલાની સરખામણીએ આજે વધુ પ્રાસંગિક હોવાનું જણાવ્યું હતું. વિચારને વ્યવહારમાં લાવવામાં આવતા તે જીવંત બને છે ત્યારે સમાજનો પ્રત્યેક નાગરીક પણ જો ગાંધી વિચારને વ્યવહારમાં વણી લે તો સમાજ ગાંધી ચીંધ્યા માર્ગે આગળ વધી શકે છે.
ગાંધીજી દ્વારા લીખીત મારા સ્વપનું ભારત પુસ્તકમાં રજુ કરવામાં આવેલા ગરીબી, નિરક્ષરતા અને વિષમતાના વિચારોના દ્રષ્ટાંત ઉપસ્થિત લોકો સમક્ષ રજુ કર્યા હતા અને સૌને ગાંધી વિચાર સાથે આગળ વધી સમાજમાં હકારાત્મક અને વિચારશિલ કાર્ય કરી બાપુના સ્વપ્નનું ભારત નિર્માણ કરવા આહવાન કર્યું હતુ.
આ વખતે ગાંધી મિત્ર એવોર્ડ્સ પાટણના વતની અને દહેગામ પાસેનાં વાંકાનેરડા ગામે કોઈપણ પ્રકારનાં સ્વાર્થ વગર ગ્રામ શિલ્પીનું કાર્ય કરનાર સુરેશભાઈ પુનડિયાને અપાયો હતો.
પુન:પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત વિશે ઉંડુ ખેડાણ કરનાર અને ટેક્નોલોજીનો ઉપયોગ કરી ટીકાઉ વિકાસ કરનાર હસમુખભાઈ દેવમુરારીને આપવામાં આવ્યો હતો.
કપરાડા તાલુકાનાં આદીજાતી વસ્તી ધરાવતા અંતરીયાળ ગામ વાવર ખાતે શૈક્ષણીક અને આરોગ્યની પ્રવૃત્તિનું કાર્ય કરનાર વિનાયક સી. દવે ને એનાયત કરવામાં આવ્યા હતા.
આ એવોર્ડ સમારંભમાં વિચાર ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી સુરેન્દ્રભાઈ પટેલ, ટ્રસ્ટી સ્મિતાબેન પટેલ, નૃત્યકારશ્રી ભરત બારીયા, પત્રકારશ્રી રમેશ તન્ના, ડૉ.રાજેન્દ્ર ખિમાણી, ડૉ. અનામિકભાઈ શાહ તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતી
English



