ગાંધી આશ્રમની મહિલા ડોક્ટરનો ચિત્કાર, મને મારી આબરૂ પરત આપો

ગાંધીજીની અનુયાયીઓ ગાંધીજીને ક્યારાય સારી રીતે સમજી શક્યા નથી. તે જે વિચારતાં તેનો અમલ કરતાં હતા. પણ ગાંધીઆશ્રમમાં તો જાહેરમાં કંઈક થતું અને ખાનગીમાં કંઈક થતું હતું. ગાંધીજીના સત્યના સત્યાગ્રહ આશ્રમ અને ગાંધી ભક્તોના સાબરમતી આશ્રમ વચ્ચે કોઈ રીતે મેળ ખાતો નથી. જે 1917થી લઈને 2017 સુધીના એક સો વર્ષ સુધી અહીં જોવા મળ્યું છે. સત્યાગ્રહ આશ્રમ જાણે અસત્યાગ્રહ આશ્રમ તરીકે વર્તી રહ્યો છે. ગાંધીજી જે કરવા માંગતા હતા તે સામાન્ય લોકો સારી રીતે સમજી શક્યા પણ ખાદી પહેરેલાં અનેક લોકો ગાંધીને ઓળખી શક્યા નહીં. તેઓ સત્યથી દૂર રહ્યાં છે. એવું આશ્રમની આસપાસ પણ જોઈ શકાય છે. 1917માં પણ ગાંધીજીની હાજરીમાં કંઈક અંશે હતું પણ ગાંધી ગયા પછી સાબરમતી આશ્રમ અસત્યના પ્રયોગોની ભૂમિ રહી છે. 2 ઓક્ટોબર 2018 સુધી ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સુધી ગાંધીજીની સિધ્ધાંતની વિરૂદ્ધ થતું આવ્યું છે. 25 લોકોની સાથે શરૂ કરેલો સત્યાગ્રહ આશ્રમ 1930માં દાંડી યાત્રા વખતે 60,000 લોકોએ દેશમાં વહોરેલી ધરપકડ સુધી પહોંચી હતી. પણ 1930 પછી સાબરમતી આશ્રમનું પતન શરૂ થયું હતું. ગાંધીની વિચારધારાનું પતન અહીં શરૂ થયું હતું.

મારું શરીર હોમવા તૈયાર

ગાંધીજી એ કહ્યું હતું કે, “સત્ય તે આપણે કલ્પેલું સત્ય જ નહિ પણ સ્વતંત્ર ‘ચિરસ્થાયી સત્ય; એટલે કે પરમેશ્વર જ.’ પરમેશ્વરની વ્યાખ્યાઓ અગણિત છે, કેમ કે તેની વિભૂતિઓ પણ અગણિત છે. એ વિભૂતિઓ મને આશ્ચર્યચકિત કરે છે. એ મને ક્ષણવાર મુક્ત પણ કરે છે. પણ હું પૂજારી તો સત્ય રૂપી પરમેશ્વરનો જ છું. એ એક જ સત્ય છે અને બીજું બધું મિથ્યા છે. એ સત્ય મને જડયું નથી, પણ એ તો હું શોધક છું. એ શોધવાને અર્થે જે વસ્તુ મને પ્રિયમાં પ્રિય હોય તેનો ત્યાગ કરવા હું તૈયાર છું અને તે શોધરૂપી યજ્ઞમાં આ શરીરને પણ હોમવાની મારી તૈયારી છે અને શક્તિ છે એવો મને વિશ્વાસ છે. પણ એ સત્યનો હું સાક્ષાત્કાર ન કરું ત્યાં લગી મારો અંતરાત્મા જેને સત્ય ગણે છે તે કાલ્પનિક સત્યને મારો આધાર ગણી, મારી દીવાદાંડી ગણી, તેને આશરે મારું જીવન હું વ્યતીત કરું છું.”

જે દધીચી ઋષિએ કર્યું તેવું જ ગાંધીજીએ કરી બતાવ્યું

ગાંધીજીએ જે કહ્યું હતું તે જ દધીચી ઋષિએ સાબરમતીના કાંઠે કરી બતાવ્યું હતું. સાબરમતી આશ્રમ દધીચી ઋષિના આશ્રમના સ્થળ પર જ આવેલો છે. ગાંધીજીએ આ સ્થળ કદાચ એટલા માટે જ પસંદ કર્યું હશે.

સપ્ત ઋષિ – કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૉતમ, જમદગ્નિ, વશિષ્ઠ હતા. ઉપરાંત યાજ્ઞવલકય, કૌશિક, વ્યાસ, વાલ્મિકી, પરાશર, કણવ, મનુ, દધીચી, મરીચી જેવા હજારો ઋષિઓની નિસ્વાર્થ તપસ્યાને લીધે માનવનું ખરું સર્જન નિર્માણ થયું છે. દધીચી ઋષિ નદીમાં એક પગે ઉભારહીને તપ કરતા હતા ત્યારે ઇન્દ્રે મોકલેલી અલુંબષા નામની અપ્સરાના અવર્ણનીય રુપને નિહાળીને તપ કરતા દધીચી ઋષિએ પણ સરસ્વતી જેવી કુંવારકા નદીમાં શુક્રસ્ખલન કર્યું હતું.

ગાંધીજીએ બ્રહ્મચર્યના પ્રયોગો કર્યા હતા. જે દધીચી સંયમ ન પાળી શક્યા તે ગાંધીજીએ યુવતીઓ સાથે સૂઈને સંયમ પાળી શક્યા હતા. દધીચીએ દેશની રક્ષા માટે પોતાનો દેહ આપી વ્રજ જેવું બ્રહ્માસ્ત્ર આપ્યું હતું. ગાંધીજીએ દેશને આઝાદ કરવા માટે પોતાનો દેહ આપી દીધો હતો. ગાંધીજીએ કદાચ એટ લે જ દધીચી ઋષિનો આશ્રમ સત્યના પ્રયોગ કરવા પસંદ કર્યો હશે. ઋષિ દધીચી એ જ મહાન ઋષિ છે, જેમણે માનવ ધર્મ માટે પોતાના શરીરનો ત્યાગ કરી દીધો અને બધા હાડકાં દાન કરી દીધા હતાં.

તો પછી ગાંધીજીના કેટલાંક ઢોંગી અનુયાયી, રાજકીય તકવાદીઓ તો તેમની શું વિસાતમાં.

ગાંધીજી સાબરમતી આશ્રમમાં હતા ત્યારે સ્ત્રી અને પુરુષ વચ્ચેના અનૈતિક સંબંધ બહાર આવ્યા હતા. ગાંધીજીએ આશ્રમ છોડ્યો ત્યાર બાદ અહીં નૈતિકતા તૂટી ગઈ હતી.

11 ડિસેમ્બર 1916ના દિવસે સાબરમતી આશ્રમની જમીનનો સૌથી પહેલો એક ટુકડો ખરીદવા બાનાખત ખત માટે સ્ટેમ્પ ખરીદ કર્યો હતો. કોચરબ આશ્રમ 25 મે 1915માં શરુ થયો હતો. સાબરમતી આશ્રમ 17 જૂન 1917માં શરૂ થયો હતો. કોચરબ આશ્રમથી બધી વસ્તુઓ લઈ જવામાં આવી હોવાનું સાબરમતી આશ્રમના સંચાલકો કહે છે. પણ અમદાવાદમાં તે દિવસોમાં ગાંધીજી અહીં ન હતા. 3 જૂનથી 20 જૂન સુધી ગાંધીજી મુંબાઈ હતા. જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી ગાંધીજી મોટા ભાગે મુંબાઈ જ રહ્યાં હતા. તેથી એવું કહી શકાય કે ગાંધીજીની ગેરહાજરીમાં કાંતો આશ્રમ બદલવામાં આવ્યો હતો અથવા ગાંધીઆશ્રમે જાહેર કરેલી તારીખ ખોટી છે. ગાંધીજીની દીનવારી તો એવું જ કહે છે. તેમાં ગાંધીજીની રોજે રોજની વિગતો અને પ્રવૃત્તિઓ આપેલી છે પણ સાબરમતી આશ્રમની શરૂઆત 17 જૂન 1917માં થઈ હતી તે ઉલ્લેખ નથી.

ગાંધી આશ્રમ એ મહાત્માના પગલાં પડેલાં તે પુણ્ય ભૂમિ છે. જ્યાં સત્ય, અહિંસા અને પ્રેમના પડઘા આજે પણ પડે છે. અહીં પગ મૂકતાની સાથે જ અનોખી અનુભૂતિ થાય છે.

ડો. સુશિલા ચીમોટેનો કિસ્સો

સુશિલા MBBS થઈને ગાંધી આશ્રમમમાં રૂ.150ની પગારથી કોમ કરવા આવ્યા હતા. તેમણે ગાંધી આશ્રમાં દંભ, ભ્રષ્ટાચાર, નારીનું શારીરિક શોષણ જોયું. મહિલાઓ પર થયેલાં જુલમો જેમણે જોયા હતા. તેમણે એક અખબારને પત્ર લખ્યો હતો. જેમાં લખ્યું હતું કે, 14 જૂન 1972ના રોજ મને તબીબ તરીકે કામ ન કરવાનું કહેવામાં આવ્યું હતું. ડોક્ટર હોવા છતાં મેં અહીં લોકોની સેવા કરવા માટે કામ સ્વિકાર્યું અને આશ્રમનું સાહિત્ય પણ વેચતી હતી. પરંતુ મારી આબરૂ પર કલંક લગાવવાનું શરૂ કર્યું હતું. લાંબો સમય મને આબરૂના કલંકથી બદનામ કરવામાં આવી રહી છે. આ બધું આશ્રમના સંચાલક કિશનભાઈ ત્રિવેદીના માટે લખી રહી છું. મને તો અહીં સેવા કરવા માટે બોલાવવામાં આવી હતી. હું આશ્રમને માથે પરાણે પડી ન હતી. હેમાબેન ભરાલી કે જે પદયાત્રી હતા તેમના દર્દના ઈલાજ માટે આશ્રમમમાં આવી હતી. ત્રણ વર્ષથી વિનોબાની પ્રેરણાથી સર્વોદયનું કામ કરતી હતી. 1945માં રાજસ્થાનમાં MBBS થઈને સેવાની પ્રવૃત્તિમાં જોડાઈ હતી. રાજસ્થાન બિકાનેરમાં મારું કામ પૂરું કરીને એક સ્થળે સેવા કરવી હતી. તે માટે ગાંધી આશ્રમ શ્રેષ્ઠ હતો. આનાથી વધું પૂણ્યભુમી બીજી કઈ હોઈ શકે.

કિસનભાઈ ત્રિવેદીના આગ્રહથી 6 નવેમ્બરના દિવસે અહીં આવી ગઈ હતી. મહારાષ્ટ્રની વતની છું અને રાજસ્થાનથી આવી હતી. અહીં એકલી રહેતી આવી છું. મારા સબંધીઓ અમદાવાદમાં રહે છે. 13 જૂનના દિવસે મને તાવ હતો. મારા સબંધીઓ તે દિવસે મારા ઘરે રોકાયા હતા. બીજા દિવસે મને કિશનભાઈએ તેમની કચેરીમાં બોલાવી હતી. તમારે ઘરે તમારા બનેવી આવે છે ? એવું મને પૂછ્યું. મેં હા પાડી અને કારણ કહ્યું. તુરંત તેમણે કહ્યું કે આવતીકાલથી સાહિત્યનું કામ કરવાનું રહેવા દો. આશ્રમે આપેલું ઘર ખાલી કરવા કહ્યું. મારી વાત તેમણે સાંભળી નહીં. હું એક ખરાબ સ્ત્રી છું એવો આશ્રમમાં પ્રચાર કરીને મને બદનામ કરી એટલું જ નહીં સર્વોદય કાર્યકર્તાઓમાં પણ આવો જ પ્રચાર મેં એવું તે શું કર્યું કે મને કલંકિત કરવામાં આવી રહી છે. મને અહીં એક તબીબ તરીકે દર્દીઓની સેવા કરવા માટે બોલાવવામાં આવી હતી. હવે બદનામ કરીને મને કાઢી મૂકવામાં આવી રહી છે. મને આનો જવાબ આપો. હું અહીં કોઈ નામના મેળવવા આવી ન હતી. પણ આશ્રમમાં કલંકિત થવા પણ આવી ન હતી. મારી સાથે મારી બહેન અને બનેવીને પણ અમદાવાદમાં બદનામી મળી છે. મને ગાંધી આશ્રમને ટર્મિનલ ઓર્ડર પણ આપ્યો નથી. એમની પાસે શું સાબિતી છે. મેં આશ્રમના કોઈ નિયમોનું ઉલંઘન કર્યું નથી. મારી સેવાનું આવું ઈનામ આપ્યું. મારી ઈજ્જતનો સવાલ છે. આશ્રમનો ચૂકાદો આવે પછી જ હું આશ્રમ છોડીશ. મારી ભૂલ બતાવવામાં આવશે તો હું આશ્રમની માફી માંગીશ. અથવા તો મને કલંકિત સાબિત કરી બતાવે. નહીંતર આશ્રમના સંચાલકે મારી માફી માંગવી પડશે. હું કાયદાકીય પગલાં લઈ રહી છું. સેવા કરવા આવેલી સ્ત્રીની આવી બે ઈજ્જતી તો તમે પણ પસંદ નહીં કરો. મારાથી આ બે ઈજ્જતી સહન થતી નથી. તમારી બહેન માનીને મારી ગયેલી ઈજ્જત મને પાછી આપો. મારી ઉમંર 49 વર્ષની છે. મારા બનેવી મારાથી ઉંમરમાં નાના છે. તેમના ઉપર, તેમના બાળકો ઉપર, મારા પતિ પર, તથા મારા બાળકો પર આ ઘટનાની શું અસર થશે. આનો ફેંસનો કિશનભાઈએ આપવો જોઈએ. હું જવાબ માંગું છું.

ચૈલૈયાનું હાલરડું જે ગાંધીજીને એટલું જ લાગુ પડે છે.

ભાગું તો મારી ભોમકા લાજે ને ભોરિંગ ઝીલે ન ભાર,

હે મેરુ સરીખા ડોલવા લાગે અને આકાશનો આધાર,

મેરામણ માઝા ન મૂકે ચેલૈયો સત નો ચુકે.

મોરધ્વજ રાજાએ અંગ વેરાવ્યા, દીધા કર્ણે દાન,

શિબી રાજાએ ઝાંધને કાપી, ત્યારે મળ્યા ભગવાન,

દધીચી ઋષિને દેવતા યાચે, વાંસાનું કરવા વજ્ર,

હે કુહાડે જેના અંગડા કાપ્યા, ત્યારે મળ્યા ભગવાન.

શિર મળે પણ સમય મળે નહીં, સાધુ છે મેમાન,

હે અવસર આવે પાછા ન પડીએ, કાયા થાય કુરબાન.

ગાંધીએ  42 વર્ષ સુધી સેક્સ પર અંકુશ રાખ્યો હતો

ગાંધીજીએ સેક્સ ઉપર 42 વર્ષ સુધી કાબુ રાખ્યો હતો, અંકુશ મૂક્યો હતો. તે અંગે મહાત્માએ કહ્યું હતું કે, “1906ની સાલમાં બ્રહ્મચર્યનું વ્રત લીધું હતું.  વ્રત લેતાં તો મને બહુ ભારે પડયું. મારી શક્તિ ઓછી હતી. વિકારોને દબાવવાનું કેમ બનશે? સ્વપત્નીની સાથે વિકારી સંબંધનો ત્યાગ એ નવાઈની વાત લાગતી હતી. મારી દાનત શુદ્ધ હતી. શક્તિ ઈશ્વર આપી રહેશે એમ વિચારી મેં ઝંપલાવ્યું. વીસ વર્ષ પછી તે વ્રતનું સ્મરણ કરતાં મને સાનંદાશ્ચર્ય થાય છે. સંયમ પાળવાની વૃત્તિ તો છેક 1901થી પ્રબળ હતી, ને હું તે પાળી પણ રહ્યો હતો; પણ જે સ્વતંત્રતા અને આનંદ હું હવે ભોગવવા લાગ્યો તે સન 1906 પહેલાં ભોગવ્યાનું મને સ્મરણ નથી. કેમ કે, તે વખતે હું વાસનાબદ્ધ હતો, ગમે ત્યારે તેને વશ થઈ શકતો. હવે વાસના મારા ઉપર સવારી કરવા અસમર્થ થઈ. બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન એટલે બ્રહ્મદર્શન. આ જ્ઞાન મને શાસ્ત્ર મારફતે નહોતું થયું. બ્રહ્મચર્યમાં શરીરરક્ષણ, બુદ્ધિરક્ષણ અને આત્માનું રક્ષણ છે. બ્રહ્મચર્યનું પાલન કરવું હોય તો સ્વાદેદ્રિય ઉપર કાબૂ મેળવવો જ જોઈએ. બ્રહ્મચારીનો ખોરાક વનપક ફળ છે એમ મારે અંગે તો મેં છ વર્ષનો પ્રયોગ કરીને જોયું. જ્યારે હું સૂકાં અને લીલાં વનપક ફળ ઉપર જ રહેતો ત્યારે જે નિર્વિકારપણું અનુભવતો તે મેં ખોરાકમાં ફેરફાર કર્યા પછી નથી અનુભવ્યું. ફળાહારને સમયે બ્રહ્મચર્ય સહજ હતું. બ્રહ્મચર્યના પાલનમાં ઉપવાસ અનિવાર્ય અંગ છે. વિચારમાત્ર વિકાર છે. ”