રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયેલા અને વિદેશ મંત્રી એસ. જયશંકરે આજે ઢળતી સાંજે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધીજીની આ પાવનભૂમિમાં આવીને ગાંધીવિચારોથી પ્રભાવિત થયા હતા. તેમણે આશ્રમમાં વિવિધ વિભાગોની મુલાકાત લઇ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલ પ્રસંગો વિશેની આશ્રમ સંચાલક પાસેથી માહિતી મેળવી હતી.
તેમણે ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવી સ્મરણાંજલિ અર્પણ કરી હતી. તેઓએ હૃદયકુંજના વિવિધ ખંડો નિહાળી તેઓએ ગાંધીજીના પ્રિય એવા ચરખા પર કાંતણ કર્યું હતું.
આશ્રમ ખાતે ગાંધી સંગ્રહાલય અને પુસ્તકાલયની મુલાકાત લઇ તેઓએ આશ્રમ વિશેની વિગત જાણી હતી. ‘કલેક્ટેડ વર્ક
ઓન મહાત્મા ગાંધી’ નામના ડીઝીટલ પોર્ટલને નિહાળી તેમણે ગાંધીજીની 150મી જન્મજયંતિ દેશભરમાં ઉજવાઇ રહી છે ત્યારે ગાધીજીનો સંદેશો આ પોર્ટલ દ્વારા દુનિયાભરના લોકો સુધી પહોંચશે.
વિદેશ મંત્રીએ વિઝિટર્સ બુકમાં પોતાનો ભાવ વ્યક્ત કરતા લખ્યું કે, રાષ્ટ્રીય ધરોહર એવા અમૂલ્ય ગાંધીઆશ્રમની
મુલાકાત અનન્ય રહી, જેની અનુભૂતિ અવર્ણનીય છે.